રિલાયન્સ જિઓ યુઝર્સ માટે ગુડ અને બેડ ન્યુઝ એકસાથે આવી રહ્યા છે. બેડન્યુઝ એ છે કે આ યુઝર્સ ની ફ્રી સર્વિસ જે એપ્રિલ મહિનાથી ચાલી રહી હતી તે ૨૦ જુલાઇએ પુરી થઇ જશે.
જ્યારે ગુડ ન્યુઝ એ છે કે સર્વિસ પુરી થયા પછી યુઝર ફરી એકવાર ૩ મહિના સુધી ફ્રી સર્વિસનો લાભ લઇ શકશે. જોકે આ માટે યુઝરને ખબર હોવી જરૂરી છે. તેમના જિઓ સિમ પર કઇ ઓફર એક્ટિવ છે અને તેની લાસ્ટ ડેટ કેવી રીતે ચેક કરી શકાય છે. સાથે નેકસ્ટ ક્યો પ્લાન સારો છે તે પણ….
(1)કેવી રીતે ચેક કરવી પ્લાન અને તેની વેલિડિટી ?
my jio એપથી આપ ચેક કરી શકો છો તેમજ આ માટે તમારે my plansમાં જવુ પડશે. જેમાં કરન્ટ પ્લાનની સાથે તેની લાસ્ટ ડેટ પણ આપશે.
(૨) વેલિડિટી ચેક કર્યા પછી શું કરવું?
my plansમાં જઇ વેલિડિટીની સાથે એ પણ જોવું જોઇએ કે તમે જિઓ પ્રાઇમ પુઝર છો કે નહિ. જો પ્રાઇમ મેમ્બર હશે તો નવા રિચાર્જ પર વધુ બેનિફિટ મળશે.
(૩) શું છે. પ્રાઇમ યુઝરના પ્લાન?
કંપનીએ વધુ ડેટા અને વેલિડિટી વાળા પ્લાન યુઝર માટે લોન્ચ કર્યા છે. જેમાં ૩૦૯,૩૪૯,૩૯૯,૫૦૯ રૂ વાળા ટેરિફ પ્લાન પણ સામેલ છે.ઉપરાંત આ બધા પ્લાનની વેલિડિટી પણ વધી ગઇ છે.
(૪) શું છે નોન-પ્રાઇમ યુઝરના પ્લાન ?
નોન પ્રાઇમ યુઝર માટે પ્લાન વેલિડિટી માટે પ્રાઇમ મેમ્બરશિપ લેવી પડશે. જો કે તેઓ ૯૬, ૪૯, ૧૯‚ રૂ વાળા પ્લાન પણ લઇ શકે છે.
(૫) યુઝર પોસ્ટપેડ હોય તો શું થશે ?
તમે jio પોસ્ટપેડ યુઝર છો તો નવા ટેરિફ પ્લાનમાં વધારે વેલિડિટી મળશે. આ માટે ૩૪૯, ૩૯૯, ૫૦૯ અને ૯૯૯ રૂ વાળા પ્લાન છે. બધાની વેલિડિટી ૨ અને ૩ મહિનાની કરી દેવામાં આવી છે.