જીયો પ્રાઇમ સબ્સક્રાઇબર્સને વધુ લાભ મળવાની આશા
મફત… મફત… મફત… બાદ રાજીખુશીથી જીયો મેમ્બરશીપ મેળવી ડેટા પેકેજ ખરીદનારા સબ્સક્રાઇબર્સની મુંઝવણની ઘડી એટલે કે ૩૧મી માર્ચને હવે માત્ર ગણતરીના દિવસો જ વઘ્યા છે. ત્યારે ડેટા પેક પુરુ થવાનું છે. અને હજુ જીયો તરફથી કોઇપણ પ્રકારની ધોષણા કરવામાં આવી નથી. હાલ જીયોની પ્રાઇમ મેમ્બરશીપ ૯૯ રૂપિયાની છે. બહોળા યુઝર્સ ધરાવતા રિલાયન્સ જીયોએ ગ્રાહકો માટે ખાસ ડેટા પ્લાન અને વોઇસ કોલીંગની સુવિધા પુરી પાડી હતી. ત્યારે ૧૮૦ દિવસમાં જ જીયોને ૧૦ કરોડ ગ્રાહકો મળી આવ્યા હતા.
જીયોની ૯૯ રૂપિયાની પ્રાઇમ મેમ્બરશીપ ૩૧મી માર્ચે પૂર્ણ થશે ત્યારે આવનારા સમયમાં જીયો પાસે ગ્રાહકો માટે શું હશે તેને જાણવાની સૌ કોઇને ઉતાવળ છે. જીયો પ્રાઇમ ગ્રાહકોને નોન પ્રાઇમ ગ્રાહકો કરતા ઓછી કિંમતમાં ડેટા પેક મળી રહેશે. પ્રાઇમ સબ્સક્રિબશન પુરુ થઇ રહ્યું છે ત્યારે ઓપરેટરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવે તેવી આશંકા છે. જીયો પ્રાઇમ અબ્સક્રાઇબર્સ કંપનીઓની ડિસ્કાઉન્ટ યોજનાઓનો લાભ લઇ શકે છે. જો કે જીયોને ખાતરી છે કે અન્ય સ્પર્ધકોને કારણે તેમના ગ્રાહકો ઓછા ન થાય. માટે જ ૩૧મી માર્ચ પછી જીયો ગ્રાહકોને ધન ધના ધન કરાવશે કે રડાવશે તે આવાનારો સમય જ નકકી કરશે.