અમેરિકામાં બનતા સ્માર્ટ ફોનનું વેંચાણકરવા રિલાયન્સ જીયોનીવિચારણા
ટેલીકોમ સેકટરમાં ક્રાંતિ લાવતા રિલાયન્સે જીયો ધન ધના ધન વેપાર વધાર્યો. આ સાથે જ ભારતીય અર્થતંત્રને પણ બુસ્ટર ડોઝ મળ્યો હતો. જયારે ચીની કંપનીઓ ૫-જી નેટવર્ક સાથે ભારતમાં પગપેશારો કરવાની તૈયારીમાં છે ત્યારે રિલાયન્સે જીયોને મજબૂત કરવાની સાથે યુએસ કંપનીનો સહારો લઈ ચીની ડ્રેગન સામે ભીડવાની તૈયારી બતાવી છે.
જીયો સીમકાર્ડ બાદ રિલાયન્સે મોબાઈલ ફોનનું પણ ઉત્પાદન કર્યું હવે સ્માર્ટફોન માટે રિલાયન્સ અમેરિકન કંપની નિર્મીત ફોનનું વેંચાણ કરી શકે છે.મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની યુએસ સ્માર્ટફોન મેન્યુફેકચરર સાથે વાતકરી રહ્યાં હોવાના એંધાણ છે તો બની શકે છે કે, ટૂંક સમયમાં જ રિલાયન્સના સ્માર્ટફોનો પણ તૈયાર થઈ જાય.
જીયોસ્માર્ટ ફોન નિર્માણ માટે અમેરિકાના મેન્યુફેકચરર ફલેકસ તેમજ લોકલ સ્માર્ટ ફોન પ્રોડયુશર સાથે ચર્ચા કરી રહ્યું છે. બનીશકે છે કે, જીયો મોટા પ્રમાણમાં સ્માર્ટફોનોનું નિર્માણ કરતા ટેલીકોમ કંપનીઓનું માર્કેટ ડોળાઈ જાય.
ટેલકોએકહ્યું હતું કે, તેઓ દેશભરનાટોચના ફીચર ફોન યુઝરો અને સ્માર્ટફોન ધારકો પર નજર રાખી ર્હ્યું છે. સ્પષ્ટ છે કે, રિલાયન્સ સસ્તા ફોનના નિર્માણથી માર્કેટ પોતાના કબજામાં કરવા માંગે છે. જો કે, ચીનીકંપનીઓ આ પ્રકારનો વેપાર ભારતમાં કરે તેની પહેલા જ રિલાયન્સે માર્કેટ કબજે કરવાની તૈયારીબતાવી છે.
પહેલા જીયોએ ફ્રી ડેટા આપીને મહત્તમ ગ્રાહકોને આકર્ષયા હતા. હવે જીયો ફોન અને ત્યારબાદ સસ્તા ફોન આપી જીયો ચીની કંપનીઓને પણ હફાવશે. જે વોડાફોન ઈન્ડિયા અને એરટેલ જેવી કંપનીઓ માટે માઠા સમાચાર બની શકે છે.