રિલાયન્સ જીયોનો પ્રસ્થિતિમ ત્રિમાસિક નફો ૪૫.૬ ટકા વધી ૮૯૧ કરોડે પહોંચ્યો: બ્રુક ફિલ્ડ કંપની આગામી દિવસોમાં ટાવર નિર્માણમાં ૨૫૨૧૫ કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ જીયોનાં સંસ્થાપક મુકેશ અંબાણીએ રીપોર્ટ આપતા જણાવ્યું હતું કે, રિલાયન્સ જીયોનો પ્રસ્થિતિમ ત્રિમાસિક નફો ૪૫.૬ ટકા વધી ૮૯૧ કરોડે પહોંચ્યો છે. ભારતમાં અન્ય ટેલીકોમ કંપનીની વાત કરવામાં આવે તો આઈડિયા, વોડાફોન, એરટેલ જેવી કંપનીઓ હાલ ડચકા ખાઈ રહી છે પરંતુ રિલાયન્સ જીયોએ જે રીતે તેનું નેટવર્કિંગ પાસ્થિતિર્યું છે તે જોતાં લાગે છે કે, અન્ય ટેલીકોમ કંપનીઓને રિલાયન્સ જીયોનાં નેટવર્ક સુધી પહોંચવા માટે હજુ ૧૦ થી ૧૨ વર્ષનો સમય લાગી જશે. રિલાયન્સ જીઓ તેનાં નેટવર્કીંગ અને તેનાં કાર્ય પઘ્ધતિ માટે ખુબ જ પ્રચલિત છે. ઓછાં ભાવમાં પણ વધુ નફો કરતી ટેલીકોમ ક્ષેત્રની એકમાત્ર કંપની રિલાયન્સ જીયો અન્યની સરખામણીમાં ખુબ જ આગળ આવી છે.

રિલાયન્સ જીઓનાં સબસ્ક્રાઈબર વિશે માહિતી લેવામાં આવે તો ગત વર્ષમાં ૪૪ ટકાનો વધારો નોંધાયો હતો અને સબસ્ક્રાઈબરો ૧૧,૬૭૯ કરોડ રહ્યા હતા. આ તકે નેટવર્ક કેપેસીટી તેમની ડિમાન્ડ વધારો કરી રહ્યું છે. પ્રતિ વપરાશકર્તા ગ્રાહકોનાં આવકની વાત કરવામાં આવે તો પ્રતિ ગ્રાહક જીયોને ૧૨૬.૨ રૂપિયા માર્ચનાં કવાર્ટર સુધી મળી રહ્યા હતા. હાલ જીયો ફાયબર સર્વિસનું બ્રિટા ટ્રાયલ ચાલી રહ્યું છે જે પ્રારંભિક ધોરણે ખુબ જ સફળ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં રિલાયન્સ જીયો તેના જીયો ગીગા ફાયબર સર્વિસથી ૫૦ મીલીયન લોકોનાં ઘર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક પણ સાઘ્યો છે.

રિલાયન્સ જીયોની એન્ટ્રી સ્થિતિતાની સાથે જ ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા લિમિટેડ કંપનીઓ ભાવનાં યુદ્ધો વચ્ચે હાલ યુદ્ધ લડી રહી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર બ્રુક ફિલ્ડ કંપની આગામી દિવસોમાં ૨૫,૨૧૫ કરોડ રૂપિયાનું રોકાણ ટાવર નિર્માણમાં કરશે જે અંગે અનેકવિધ માન્યતાઓ પણ આપવામાં આવી રહી છે.

રિલાન્યન્સ જીયોએ જિયો મોબિલિટી સર્વિસીસમાં વૃદ્ધિ સતત જળવાઈ રહી છે અને અમારાં તમામની અપેક્ષા કરતાં વધારે કામગીરી જોવા મળી છે. વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં બે વર્ષથી ઓછા ગાળામાં જિયોનાં નેટવર્કમાં તાજેતરમાં પૂર્ણ સ્થિતિથયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન લગભગ ૧૧ એક્ઝાબાઇટ ડેટા ટ્રાફિકનું વહન સ્થિતિયું છે. જિયોનું મેનેજમેન્ટ દેશનાં દરેક નાગરિકને અત્યંત વાજબી કિંમતે વિશિષ્ટ ડિજિટલ અનુભવ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને એ મુજબ નેટવર્કની ક્ષમતામાં વિસ્તરણ સ્થિતિઈ રહ્યું છે તેમજ માગની સાથે તાલમેળ જાળવવા કવરેજ પણ વધારી રહ્યું છે.

જિયોએ દેશભરમાં એનાં વિસ્તૃત ફાઇબર નેટવર્કનાં બળે એનાં અત્યાધુનિક કનેક્ટિવિટી સોલ્યુશન્સ સાથે એન્ટરપ્રાઇઝીસને જોડવાની શરૂઆત કરી છે. જિયો ગીગાફાઇબર સર્વિસનાં બીટા ટ્રાયલ અત્યંત સફળ રહ્યાં છે અને સ્માર્ટ હોમ સોલ્યુશનનું સંપૂર્ણ પેકેજ ટૂંક સમયમાં લક્ષિત ૫૦ મિલિયન કુટુંબોને આપવામાં આવશે. જિયો કમ્યુનિકેશન, મનોરંજન, વેપારવાણિજ્ય, નાણાકીય સેવાઓ, શિક્ષણ, હેલ્થકેર, કૃષિ વગેરેને એનાં પ્લેટફોર્મ પર ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવા કટિબદ્ધ છે. નબળા વૈશ્વિક મેક્રો-ઇકોનોમિક વાતાવરણ અને હાઇડ્રોકાર્બન માર્કેટની પડકારજનક પરિસ્થિતિ છતાં પણ અમારી પ્રસ્થિતિમ ત્રિમાસિક ગાળાની આવક મજબૂત રહી. ધીમી માગ વૃધ્ધિ અને વધતા જતા પૂરવઠાના વાતાવરણમાં અમારા ડાઉનસ્ટ્રીમ વ્યવસાયોએ ખૂબ જ મજબૂત પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન રિફાઇનિંગ અને પેટ્રોરસાયણના ગહન સંકલન, શ્રૃંખલાબધ્ધ અર્થવ્યવસ્થા અને કાચામાલની ઉપલબ્ધતાના લાભને પ્રતિબિંબિત કરે છે. યોગ્ય ઉત્પાદ વિભાગમાં ઉત્પાદનો રજૂ કરીને અને આકર્ષક મૂલ્ય યોજનાઓ સાથે વૃધ્ધિ પામતાં બજારો પર ધ્યાન કેન્દ્રિત કરીને રીટેલ અને ડિજીટલ સર્વિસીસ વ્યવસાયોમાં કંપનીએ હરણફાળ ભરવાનું ચાલુ રાખ્યું છે. રિલાયન્સ રિટેલની આવક અને પરિચાલન આવકમાં સુદૃઢ વધારાથી અમને આનંદ છે. અમારા ડિજીટલ સર્વિસીસ વ્યવસાયે નવાં સીમાચિહ્નો પ્રાપ્ત કરવાની સાથે ભારતમાં મોબિલિટી બજારમાં પરિવર્તન લાવવાનું ચાલુ રાખ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.