ડેટા ટ્રાન્સમિશન ૧૦૦ કરોડ જીબીને પાર કરી જતા જિયો વિશ્ર્વની પ્રથમ અને એકમાત્ર એકઝાબાઈટ ટેલિકોમ કંપની બની ગઈ
જિયો ડિજીટલ ઈન્ડિયા માટે ઉદ્દીપક છે. સપ્ટેમ્બર ૫, ૨૦૧૬ના દિવસે જિયોની સેવાઓના પ્રારંભની જાહેરાત થવાની સાથે જિયોએ ડિજીટલ ક્રાંતિને વેગ આપ્યો અને ડેટાની શકિત દરેક ભારતીયને સુલભ બનાવી. છેલ્લા બે વર્ષમાં જિયો સાથે ભારતની યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ રહી કારણકે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ઓલ આઈ.પી.નેટવર્ક ધરાવતો દેશ બની ગયો. જિયોનું નેટવર્ક અત્યાધુનિક, ઓલ આઈ.પી. ધરાવતું ૮૦૦ મેગાહર્ટઝ, ૧૮૦૦ મેગાહર્ટઝ અને ૨૩૦૦ મેગાહર્ટઝ બેન્ડમાં એલ.ટી.ઈ. સ્પેકટ્રમ ધરાવે છે અને ટૂંક જ સમયમાં તે ભારતની ૯૯ ટકા વસ્તીને આવરી લેશે.
જિયોના કારણે જ ભારતમાં ફ્રી વોઈસ કોલિંગ વાસ્તવિકતા બન્યું છે. ઓપરેટરે તમામ ટેરીફ પ્લાનમાં નિ:શુલ્ક કોલિંગની સુવિધા પુરી પાડી છે. બજાર ઝડપથી ટેડા તરફ ગતિ કરી રહ્યું છે અને ગ્રાહકો ફરી વખત વિજેતા બન્યા છે. આ સમયગાળા દરમિયાન ડેટાની કિંમત પણ ઘણી પોષણક્ષમ બની છે. અગાઉ એક જી.બી.ડેટા માટે રૂ.૨૫૦ થી ૧૦,૦૦૦ સુધીની કિંમત વસુલવામાં આવતી હતી. જિયોની સેવાઓના પ્રારંભ બાદ આ કિંમત જી.બી.ડેટા દીઠ રૂ.૧૫ સુધી નીચે આવી ગઈ છે. જિયોના વપરાશકર્તાઓ તો વિવિધ પ્લાન હેઠળ આના કરતાં પણ ઓછી કિંમત ચુકવે છે.
રસપ્રદ રીતે, ભારતમાં મોબાઈલ ડેટા વપરાશ પ્રતિ માસ ૨૦ કરોડ જી.બી.થી વધીને ૩૭૦ કરોડ જી.બી. થયો છે. માત્ર જિયોના ગ્રાહકો જ પ્રતિ માસ ૨૪૦ કરોડ જી.બી.ડેટાનો વપરાશ કરે છે. બ્રોડબેન્ડની પહોંચની રીતે ભારત ૧૫૫માં સ્થાનેથી આગળ વધીને મોબાઈલ ડેટા વપરાશની દ્રષ્ટિએ વિશ્વમાં નંબર એક પર પહોંચી ગયું છે. જિયોની સેવાઓના પ્રારંભના થોડાક જ મહિનાઓમાં જિયોના નેટવર્ક પર ડેટા ટ્રાન્સમિશન ૧૦૦ કરોડ જી.બી.ને પાર કરી જતાં જિયો વિશ્ર્વની પ્રથમ અને એકમાત્ર એકઝાબાઈટ ટેલિકોમ નેટવર્ક કંપની બની ગઈ.
કંપની દર સેક્ધડે સાત ગ્રાહકો પોતાના નેટવર્ક સાથે જોડવા સાથે માત્ર ૧૭૦ દિવસમાં ૧૦૦ મિલિયન (૧૦ કરોડ) ગ્રાહકો ધરાવતી કંપની બની ગઈ. આજે ૨૧૫ મિલિયન (૨૧.૫ કરોડ) કરતાં વધારે ગ્રાહકો (જૂન ૩૦,૨૦૧૮ની સ્થિતિએ) જિયોના નેટવર્ક પર ડિજીટલ લાઈફનો આનંદ માણી રહ્યા છે. સેવાઓના પ્રારંભના માત્ર બે વર્ષમાં જ જિયોએ ગુજરાતમાં ૧૪.૮ મિલિયન (૧.૪૮ કરોડ) ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. જૂન ૩૦,૨૦૧૮ સુધીમાં જિયોએ કુલ ૭૦.૮ મિલિયન (૭.૦૮ કરોડ) ગ્રાહકોમાં ૨૦ ટકા હિસ્સો મેળવી લીધો છે. એટલું જ નહીં, આજે કુલ ગ્રાહકો અને આવકના આધાર પર જિયો ગુજરાતમાં બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે.
જિયોએ અતુલ્ય ક્ષમતા અને સમગ્ર દેશમાં પહોંચ સાથેનું ડિજીટલ કનેકિટવિટી પ્લેટફોર્મ ઉભું કર્યું છે. તેનાથી રિલાયન્સ ટેકનોલોજી પ્લેટફોર્મ કંપની તરીકે વ્યુહાત્મક ઓળખ ઉભી કરવા સક્ષમ બની છે. ડિજીટલ પ્લેટફોર્મ નવા યુગની ફેકટરીઓ અને સર્વિસ પ્રોવાઈડર બન્યા છે. વિશ્વ હવે સ્માર્ટ બિઝનેસ આઈડિયા ધરાવતા કોઈપણ લોકો માટે કોઈપણ સમયે મુલ્ય-ર્જન, કોઈપણ સ્થળે મૂલ્ય-સર્જનના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે.