આગામી ૨ વર્ષમાં વધુ ૨૦ કરોડ યુનિટ વેચવાનો રિલાયન્સનો લક્ષ્યાંક
જિયો સીમ કાર્ડ બાદ ફ્રી જિયો ફોનની જાહેરાત બાદ અનલીમીટેડ કોલીંગ અને તેની રૂ.૧૫૦૦ જેટલી ઓછી કિંમતથી જીયોફોન લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જેનું બેકિંગ શરૂ કરતા જ જાણે લોકો ટુટી પડયા હોય તેમ ફકત દોઢ દિવસમાં જિયો ફોનના બુકિંગનો આંકડો અણધાર્યા પરિણામો પાર કરી ગયો તો. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ફકત દોઢ દિવસની સમય મર્યાદા વટાંવતા જ બુકિંગ ૬ મિલીયન યુનિટને સર કરી ગયો હતો.
તેમના ટાર્ગેટ પ્રમાણે તેઓ પહેલા સપ્તાહમાં ૫ મીલીયન યુનિટ બજારમાં મુકવાના હતા. તેવી જ રીતે દર અઠવાડિયામાં ૫ મીલીયન યુનિટ અપાશે માટે લોકો સુધી ફોન પહોંચી શકે, જો કે ભારતમાં જિયો ફોન એવો પહેલો ફોન બની ગયો છે જેને જોયા વગર જ લોકો આડેધડ બુક કરાવી રહ્યાં છે. ૬ મીલીયનને તો જિયો ફોન રજીસ્ટર્ડ થયા જ છે પરંતુ આ સિવાયના ૧૦ મિલીયન ગ્રાહકો છે જેઓ ઓનલાઈન જિયો કંપનીની વેબસાઈટ પર બુકિંગ કરવામાં આવ્યા છે. જો કે આ ફોન એક કિપેઈડ ફોન છે.
રિલાયન્સ જિયોનું લક્ષ્ય વર્ષ દરમ્યાન ૧૦૦ મિલીયન યુનિટ વેચવાનો છે ત્યારબાદ આગામી વર્ષમાં પણ બીજા ૧૦૦ મિલીનય યુનિટ બહાર પાડશે. આ ફોન એવા ગ્રાહકોને આકર્ષવા માટે છે જેઓ જિયો ટેલિકોમ એટલે કે સિમકાર્ડ લઈ શકયા નથી. વહેલા ૪-જી સિમ અને હવે ફ્રિ ફોનથી રિલાયન્સે ભવિષ્યમાં પ્રગતિના મોટા આંકડા સુધી પહોંચવાના પાયા તો નાખીજ દિધા છે. જેનો ધીમો આંચકો ટેલિકોમ કંપનીઓને અત્યારથી જ લાગી રહ્યો છે.
સ્માર્ટ ફોનની કિંમત વધુ હોવાને કારણે રિલાયન્સ ટેલિકોમ ૧૨૫ મિલીયન સિમકાર્ડો જ વહેચી શકયા હતા. જિયો ફોનનું વિતરણ નવરાત્રીના પ્રારંભથી કરવામાં આવશે જે આગામી ૨૧ સપ્ટેમ્બરના શ‚ થાયા છે. જિયો ફોનનું આગમન મેટ્રો ટ્રેન દ્વારા થશે. જે ગ્રામ્ય વિસ્તાર સાથે શહેરોમાં પણ પહોંચશે. જો કે હાલ જિયો ફોનની ડિલિવરી ડેટ રાખવામાં આવી નથી પરંતુ ડિલિવરી વહેલા તે પહેલા ધોરણે કરાયેલા બુકિંગ પ્રમાણે કરવામાં આવશે.