શારજહાના મેદાનમાં રોમાંચકારી મુકાબલામાં મહિલા ખેલાડીઓની થશે જમાવટ
બીસીસીઆઈ દ્વારા 2020 સિઝનની મહિલા ટી-20 ચેમ્પીયનશીપના ટાઈટલ સ્પોન્સર તરીકેની જાહેરાત કરી હતી.
બીસીસીઆઈએ રવિવારે ટી-20 વુમન 2020ના ટાઈટલ સ્પોન્સર તરીકે જીઓના નામની જાહેરાત કરી હતી. સાથે-સાથે આ અંગેના સહયોગીઓ તરીકે રિલાયન્સ ફાઉન્ડેશન એજયુકેશન અને સ્પોર્ટસ ફોર ઓલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક ભાગી હશે કે પ્રથમવાર બીસીસીઆઈએ મહિલા મેચો માટે સ્પોન્સરશીપની પહેલ કરી છે. બીસીસીઆઈના સચિવ જય શાહે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમે ભવિષ્યમાં મહિલા સ્પોર્ટસની એક સોનેરી સવાર જોઈ રહ્યા છીએ જે પુરુષ સમોવડી બનીને છવાશે. અમે સ્ત્રી સશકિતકરણ અને મહિલા પ્રતિભાને ક્રિકેટ ક્ષેત્રે નિખારવા માટે પ્રતિબઘ્ધ બન્યા છે. અમારું લક્ષ્ય ટી-20 સિઝન મહિલાઓ માટે ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવાની એક નવી રાહને સમોવડી બનાવીને ક્રિકેટમાં મહિલાઓ આત્મનિર્ભર બનશે અને જીઓ અને તેના સહયોગીઓની ટાઈટલ સ્પોન્સરશીપ મહિલા ટી-20 મુકાબલાને વધુ રોચક અને જાંજરમાન બનાવી દેશે.
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, બીસીસીઆઈ તમામ ફોર્મેન્ટનાં ક્રિકેટને વધુ વિસ્તૃત અને શાનદાર બનાવવા સતત કાર્યરત છે. આ રમતમાં મહિલા ક્રિકેટને વધુ વિસ્તૃત બનાવવા માટે સૌપ્રથમવાર સ્પોન્સરશીપના આયોજન થકી વધુને વધુ યુવા છોકરીઓને ખેલકૂદ તરફ અને ખાસ કરીને ક્રિકેટ તરફ આકર્ષિત કરવા અને તેમના વાલીઓનો આત્મવિશ્ર્વાસ રમત-ગમત ક્ષેત્રે અને ખાસ કરીને ક્રિકેટ ક્ષેત્રે પોતાની દિકરીઓ આગળ વધે અને ભવિષ્યમાં તક મળે તેવો માહોલ ઉભો કરવાનો છે.
ભારતનાં પ્રથમ ઓલિમ્પક સમિતિના આંતરરાષ્ટ્રીય સ્થાપક અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરમેન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, બીસીસીઆઈમાં મહિલાઓને ખાસ કરીને ટી-20 ચેલેન્જને પ્રોત્સાહન આપવાનું વલણ અભિનંદનને પાત્ર છે. આ એક એવું પગલું છે કે જેનાથી મહિલાઓનું ક્રિકેટ ભારતમાં નવા શિખરો સર કરશે. હું મારા તમામ સહકાર અને પુરેપુરા સહયોગની ખાતરી આપું છું. મને એવો વિશ્ર્વાસ છે કે આપણા તમામ ખેલાડીઓ અને વિવિધ ક્ષેત્રના રમતવીરો પુરેપુરી પ્રતિભા ધરાવે છે. ભારતીય મહિલા ક્રિકેટરો દેશનું ગૌરવ બની શકે છે. આઈસીસીમાં છેલ્લા બે વર્ષથી મહિલા ક્રિકેટરોનું ખુબ જ સારું પર્ફોમન્સ રહ્યું છે. આપણો હેતુ મહિલા ખેલાડીઓને યોગ્ય વાતાવરણ, ક્રિકેટ માટે આંતરમાળખાકિય સુવિધા, ટ્રેનીંગ અને છોકરીઓને તાલીમ આપવાની સુવિધા ઉભી કરી ખેલાડીઓમાં મહિલાઓને સમાંતર તક મળે અને તેવો રમત-ગમત ક્ષેત્રે નિરંતર પ્રગતિ કરે તેવું વાતાવરણ ઉભુ કરવાનો હેતુ છે. જીઓ વુમન ટી-20 ચેલેન્જ ટુર્નામેન્ટનો પ્રારંભ 4 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી શારજહામાં યોજાશે.
શારજહામાં ટી-20 મહિલા ચેમ્પીયનશીપમાં થશે મહિલાઓ વચ્ચે રોમાંચક મુકાબલો
મેચ તારીખ દુબઈ સમય ભારત સમય ટીમ-1 ટીમ-2 સ્થળ
1 4 નવેમ્બર 2020 6 વાગ્યે સાંજે 7:30 વાગ્યે સાંજે સુપર નોવા વેલોસીટી શારજહા
2 5 નવેમ્બર 2020 2 વાગ્યે બપોરે 3:30 વાગ્યે બપોરે વેલોસીટી ટ્રેેલબેઝર શારજહા
3 7 નવેમ્બર 2020 6 વાગ્યે સાંજે 7:30 વાગ્યે સાંજે ટ્રેલબેઝર સુપર નોવા શારજહા
4 9 નવેમ્બર 2020 6 વાગ્યે સાંજે 7:30 વાગ્યે સાંજે ફાઈનલ – શારજહા