‘અફવાઓ નહીં ખુશીઓ ફૈલાઓ’ના સ્લોગન… સાથે વોટસએપે પ્રથમ પાન ઈન્ડિયા કેમ્પેઈનની શરૂઆત કરી

ગ્રામ્ય વિસ્તારના લોકોને સસ્તા ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવા રિલાયન્સ સજજ

ફોનમાં ઈન્ટરનેટ કનેકશન આપણી સામાન્ય જરૂરીયાત બની રહ્યું છે. ભારત પહેલાથી જ ઈન્ટરનેટમાં સૌથી મોટુ માર્કેટ ધરાવે છે. ઈન્ટરનેટ અને ટેલીકોમની દુનિયામાં લોકોને લાવવા માટે ભારતની સૌથી લીડીંગ કંપની રિલાયન્સે મફતમાં ઈન્ટરનેટ આપી ક્રાંતિ કરી. હવે રિલાયન્સ જીયો અને ફેસબુક વધુ ભારતીય ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા મથામણ કરી રહ્યું છે. જીયો ભારતીય ગ્રાહકોને સસ્તા ફોન તરફ વાળવા માંગે છે. જેમાં તેઓ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વોટસએપ ફોન લાવી રહ્યા છે. આ ફોનનો ઉપયોગ ગામડાના લોકો પણ કરી શકે તે માટે સરળ ડબીંગ રાખવામાં આવશે.

જીયો તેમજ ફેસબુક બંનેની સંયુકત કામગીરીથી તેઓ વેપાર વધારવા માટે ઓનલાઈન રિટેલ, ડિજિટલ પેમેન્ટ અને ફુડ ડિલિવરી જેવા માધ્યમો પણ બનાવવા જઈ રહ્યા છે. કહી શકાય કે ડાયરેકટલી નહીં પણ હાલની નીતિઓ મુજબ જીયો વોટસએપને પણ આવરી લઈ શકે છે. ટેકનોલોજી ઈન્વેસ્ટર અને ઈન્ફોસીસના નંદન નીલેકાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના માધ્યમોથી લાખો ગ્રાહકો જીયોના મારફતે વોટસએપને મળશે. ભારત પહેલાથી જ ૪૮ કરોડ ઈન્ટરનેટ ઉપભોકતાઓ ધરાવે છે. જે અમેરિકાની સરખામણીએ ૭૫ ટકા વધુ છે તો બીજા નંબરે ચીન છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારતમાં ઈન્ટરનેટ યુઝરોનો આંકડો ૭૩ કરોડે પહોંચે તેવી શકયતાઓ છે.

ફેસબુક સતત પડકારોનો સામનો કરતા પોતાની વિશ્ર્વસનીયતા ગુમાવી રહ્યું છે ત્યારે ફેસબુકની પેરેન્ટ કંપની વોટસએપને સપોર્ટ કરવા માટે જીયોએ પહેલ કરી છે. ફેસબુકના આ વર્ષના કૌભાંડોથી કંપનીને ભારે નુકસાન પણ થયું છે ત્યારે હવે ફેસબુકનું તો થવાનું હતું તે થયું પણ વોટસએપને જીવંત રાખવામાં ફેસબુક કોઈ કસર છોડવા માંગતું નથી. રિલાયન્સે વાયરલેસ નેટવર્ક માટે કરોડોનું રોકાણ કરી લોકોને મફત ઈન્ટરનેટ આપી માર્કેટ કબજે કર્યું તો ધીરે ધીરે જીયો ફોન અને હવે સ્માર્ટ હોમની જરૂરીયાતો પણ રિલાયન્સ મદદરૂપ બનશે. પુનાના કોન્ધવા માર્કેટમાં ફેસબુક અને જીયો સાથે જોડાયેલા અલગ અલગ લોકોની ટીમ વોટસએપના ટી-શર્ટ પહેરી રોડ ઉપર ઉતર્યા હતા.

જયાં તેમણે ગ્રામ્ય વિસ્તારના લોકો કે જેઓ મોબાઈલ, ઈન્ટરનેટની દુનિયાથી દુર છે. તેમની પાસે વોટસએપ ડાઉનલોડ કરાવાયા. કારણકે ઈન્ટરનેટ કનેકટેડ મોબાઈલ ફોન પ્રાથમિક જરૂરીયાત બની ચુકયું છે તો જીયો ફોનમાં કેટલાક લોકોએ અંગ્રેજીથી લઈને કુકીંગ સુધીની સ્કીલ્સ ડેવલોપ કરી છે. હાલ પણ ભારતમાં એવા લોકો છે જે ગરીબ છે અને ડિજિટલ યુગથી ઘણા દુર છે. જીયોફોનમાં ઉપલબ્ધ સુવિધાથી અંગ્રેજી ન આવડતું હોય તો હિન્દીમાં પણ મેસેજ સપોર્ટ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.