લોકડાઉન થતા ક્રિકેટ રમવા ઈચ્છતા ખેલાડીઓ ફ્રસ્ટ્રેશન હેઠળ ધકેલાયા છે
કોરોનાને લઈ હાલ ક્રિકેટ રમતને તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બોલ ટેમ્પરીંગને માન્યતા ન દેવા વેસ્ટ ઈન્ડિઝનાં માઈકલ હોલ્ડીંગ દ્વારા આ અંગેનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. આઈ.સી.સી. તેની સી.ઈ.સી. મીટીંગમાં થુંકનો ઉપયોગ કર્યા વગર આર્ટીફીશીયલ પદાર્થનો ઉપયોગ કરવાની હિમાયત કરવામાં આવી છે ત્યારે માઈકલ હોલ્ડીંગનાં જણાવ્યા મુજબ બોલ પર જે થુંક ન લગાડવાનો નિર્ણય લીધો છે તેના બદલે કોઈ આર્ટીફીશીયલ પદાર્થનો ઉપયોગ કરી શકાય જે તેઓએ અમ્પાયરની સામે જ કરવો જોઈએ જેથી બોલ ટેમ્પરીંગનો વિવાદ ઉદભવિત ન થાય. વેસ્ટ ઈન્ડિઝનાં માઈકલ હોલ્ડીંગે આઈસીસીને પ્રશ્ર્ન કરતા જણાવ્યું હતું કે, જે રીતે આઈસીસી દ્વારા થુંકનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવી છે ત્યારે કોરોન્ટાઈન થયેલા ખેલાડીઓ લાંબા સમય સુધી મેદાન પર ન આવતા તે બોલને ચમકાવવા શું કામ થુંકનો ઉપયોગ ના કરી શકે.
પાકિસ્તાનનાં વકાર યુનિસે પણ બોલમાં થુકનો ઉપયોગ કરવા માટે આઈસીસીને ભલામણ કરી છે. હાલના તબકકે જે રીતે બોલ ટેમ્પરીંગનાં પ્રશ્ર્નો સામે આવ્યા છે તેનાથી ક્રિકેટને કેવી રીતે બચાવી શકાય એટલું જ જરૂરી છે. ફાસ્ટ બોલરો માટે બોલ પર પરસેવો અને તેનું થુંક લગાડી ચમકાવવા માટેનો ઉપાય અત્યંત જરૂરી છે જો આમ કરવામાં નહીં આવે તો ઘણી ખરી તકલીફોનો સામનો બોલરોએ કરવો પડશે અને ક્રિકેટને પણ તેની માઠી અસરનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. ત્યારે આઈસીસી દ્વારા આ અંગે પુન: વિચાર કરવો આવશ્યક બન્યો છે તેમ પાકિસ્તાનનાં વકાર યુનિસ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. તેઓનાં જણાવ્યા મુજબ જે ક્રિકેટરો ક્રિકેટ રમવા માંગે છે તેમનાં માટે લોકડાઉનનો પીરીયડ અત્યંત કપરો છે ત્યારે તેમના દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આઈસીસી દ્વારા જે સોલ્યુશન આપવામાં આવ્યું છે કે થુંકના બદલે આર્ટીફીશીયલ પદાર્થનો ઉપયોગ કરવાની જે વાત સામે આવી છે તે ખરાઅર્થમાં યોગ્ય નથી.