કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલી હત્યા કેસમાં એકમાત્ર સાક્ષી રહેલા પવન મોરે નામના સહ પ્રવાસીની રેકી કરી તેની હત્યા કરવાની કોશિષમાં આરોપી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિતના આરોપીઓ ઉપર પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે કેશ આજે ગાંધીધામ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

રેકી કરી હત્યાની કોસીસમાં પૂર્વ ધારાસભ્ય સહીત છબીલ પટેલ સહીત ચાર સામે ગુનો નોંધાયો

બનાવની વાત કરવામાં આવે તો અબડાસાના ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલી ભુજથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફત મુંબઇ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભચાઉ તાલુકાની હદમાં ટ્રેનમાંજ તેમના પર ગોળીબાર કરીને હત્યા નિપજાવવામાં આવી હતી. ચકચારી બનાવ વખતે ટ્રેનમાં તેમના કમ્પાઉન્ડમાં પવન મોરે નામનો એક માત્ર સાક્ષી હાજર હતો .

જેન્તી ભાનુશાલી હત્યા કેશના આરોપી છબીલભાઈ પટેલ અને તેમની સાથેના રસિક સહુગણ પટેલ, પિયુષ દેવજી પટેલ, ઉમેશ મગનલાલ પટેલ ઉપર સાહેદ પવન મોરેની રેકી કરી અને હત્યાની કોશિષનો કેશ પોલીસમાં નોંધાયો છે. જે આજે ગાંધીધામની નામદાર સેસન્સ કોર્ટમાં ચાલતા  ન્યાયાધીશ એમ.જે. પરાસરીયા દ્વારા તમામ ચાર આરોપીઓને નિર્દોષ હોવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આરોપી ના વકીલ તરિકે દિલીકુમાર જોશી, હિતેન્દ્રસિંહ વાઘેલા અને હરેશ કાંઠેચા હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.