પોલિસે મંજુરી આપી ન હોવા છતા ધરણા પર બેસે તે પુર્વે જ અનેક કોંગી અગ્રણી અને કાર્યકરોની અટકાયત: વકીલો પણ હેલ્મેટના રોષમાં મેદાનમાં કોંગ્રેસે પોલીસ હેડકવાર્ટર ખાતે ધરણા અને ઉપવાસ કાર્યક્રમ યોજયો
ગુજરાતમાં ગત ૧૬ સપ્ટેમ્બરી નવા મોટર વ્હીકલ એકટની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. નિયમ ભંગ કરનાર પાસેથી તોતીંગ દંડ વસુલ કરવામાં આવતો હોવાના કારણે રાજ્યભરમાં ભારે જનાક્રોષ ફાટી નીકળ્યો છે. પુરતી વ્યવસ્થા વિના લાગુ કરી દેવામાં આવેલા આ કાયદાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હેલ્મેટના કાળા કાયદાના વિરોધમાં આજથી રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસના ધરણાની જાહેરાત કરવામાં આવી હતી જોકે ધરણા શરૂ થાય તે પૂર્વે જ કોંગી અગ્રણીઓ અને કાર્યકરોને પોલીસે ઉઠાવી લીધા હતા. કોંગ્રેસે પોલીસ હેડકવાર્ટર ખાતે ધરણા અને ઉપવાસ શરૂ કરી દીધા છે. તો શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં વેપારીઓએ બપોર સુધી દુકાન બંધ રાખી આ કાયદાનો વિરોધ કર્યો હતો. વકીલોએ પણ શહેરી વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે મેદાનમાં આવી ગયા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં નવા નિયમ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ગત સોમવારી લાગુ કરવામાં આવેલા નવા મોટર વ્હીકલ એકટ બાદ છેલ્લા ત્રણ દિવસી લોકોમાં ડરનું લખલખુ પ્રસરી ગયું છે. પોલીસ દ્વારા તોતીંગ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. પીયુસી કઢાવવા, લાયસન્સ કઢાવવા, હેલ્મેટ ખરીદવા માટે લોકોની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. પુરતી તૈયારી વિના સરકાર દ્વારા આ નિયમની અમલવારી કરી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ ઈ રહ્યું છે. આરટીઓમાં નવા કાળા કાયદાના અમલના વિરોધમાં આજી પોલીસની મંજુરી ન હોવા છતાં ધરણા યોજવામાં આવશે તેવી જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ૧૦ વાગ્યે ધરણા શરૂ કરાય તે પહેલા જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, વશરામ સાગઠીયા, મનસુખ કાલરીયા, પ્રભાતભાઈ ડાંગર, જાગૃતિબેન ડાંગર સહિતનાઓની ધરપકડ કરી લીધી હતી. જોકે કોંગી અગ્રણી અને કાર્યકરોએ પોલીસ સામે ઝુકયા વિના પોલીસ હેડકવાર્ટર ખાતે ધરણા પર અને ઉપવાસ પર બેસી ગયા હતા. આગામી ૩ દિવસ સુધી કોંગી કાર્યકરોને પોલીસ હિરાસતમાં રાખવામાં આવે તેવી પણ સંભાવના જણાઈ રહી છે. શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં પણ ૪૦૦થી વધુ વેપારીઓએ બપોર સુધી પોતાની દુકાનો બંધ રાખી હેલ્મેટના કાળા કાયદાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ બાર એસો. દ્વારા પણ એવી માંગણી કરવામા આવી છે કે શહેરી વિસ્તારમાંથી લોકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે. નવા કાયદાની અમલવારીના ત્રણ દિવસ બાદ પણ લોકોનો ગુસ્સો કોઈ રીતે શાંત વાનું નામ લેતો ની. હજુ પીયુસી સેન્ટર અને આરટીઓ કચેરી ખાતે લોકોની લાંબી-લાંબી કતારો લાગેલી જોવા મળે છે. હેલ્મેટના ત્રણ ગણા ભાવ વસુલવામાં આવી રહ્યાં છે. છતાં સરકારની આંખ ઉઘડતી ની. પોલીસને માત્ર દંડ વસુલ કરવા માં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે ઠેર-ઠેર જનાક્રોષ ફાટી નીકળ્યો છે તેને ઠારવા માટે કોઈ પગલા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામે-ગામ આંદોલન શરૂ થાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.