હીર પિત્રોડાએ જુદી-જુદી કેટેગરીમાં છ ગોલ્ડ મેડલ અને ઓલ ઓવર સ્ટેટ ચેમ્પિયનશિપની ટ્રોફી હાંસલ કરી
રાજકોટની જાણીતી જીનિયસ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અભ્યાસ ઉપરાંત તેમનામાં રહેલી પ્રતિભાઓને યોગ્ય દિશા આપવા તેમને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં શાળાના વિદ્યાર્થી હીર પિત્રોડાએ 47મી-37મી સબ- જુનિયર અને જુનિયર ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપ-2021માં અલગ-અલગ સ્વિમીંગ સ્ટાઈલ કેટેગરીમાં છ ગોલ્ડ મેડલ અને ઓલ ઓવર સ્ટેટ ચેમ્પિયનશિપ 2021 ની ટ્રોફી જીતીને શાળા અને તેમના માતા-પિતાને ગૌરવ પ્રદાન કર્યું છે.
હીર પિત્રોડા એ 47મી-37મી સબ- જુનિયર અને જુનિયર ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપમાં 50 મીટર ફ્રી સ્ટાઈલ, 100 મીટર અને 200 મીટર ફ્રી સ્ટાઈલ, 50 મીટર અને 100 મીટર બટરફ્લાઈ અને 4 ડ્ઢ 100 મીટર મીડલે સ્ટાઈલ એમ કુલ છ કેટેગરીમાં 06 ગોલ્ડમેડલ હાંસલ કર્યા છે. આ ઉપરાંત હીર પિત્રોડા એ ભૂતકાળમાં પણ અનેક સ્વિમીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો છે તથા ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં 2017 ની સાલમાં 44મી-34મી સબ-જુનિયર અને જુનિયર ગુજરાત સ્ટેટ એકવાટિક ચેમ્પિયનશીપમાં 200 મીટર આઇ.એમ. માં પ્રથમ ક્રમાંક અને ખેલ મહાકુંભમાં 200 મી આઇ.એમ. માં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
2018 માં 45મી-35મી સબ- જુનિયર અને જુનિયર ગુજરાત સ્ટેટ એકવાટિક ચેમ્પિયનશીપમાં 50 મી બેક સ્ટાઈલ અને ફ્રી સ્ટાઈલ, 200 મી આઇ.એમ., 50 મી. બટરફ્લાઈ અને 50 મી. બ્રેસ્ટ સ્ટાઈલમાં પ્રથમ સ્થાન તથા ખેલ મહાકુંભમાં 100 મી ફ્રી સ્ટાઈલ અને 200 મી આઇ.એમ. માં પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. જ્યારે 2019 માં 46મી-36મી સબ- જુનિયર અને જુનિયર ગુજરાત સ્ટેટ એકવાટિક ચેમ્પિયનશીપમાં 100 અને 50 મી ની ફ્રી સ્ટાઈલ અને 50 મી બટરફ્લાઈ સ્ટાઈલમાં પ્રથમ ક્રમાંક અને સ્ટેટ ચેમ્પિયનશીપ ટ્રોફી પ્રાપ્ત કરી હતી. તેમજ 2019 ની સાલમાં સ્વિમીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા નેશનલમાં 100 મી ફ્રી સ્ટાઈલમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો.
હીર પિત્રોડાને સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપ 2021 માં પ્રાપ્ત કરેલ ઝળહળતી સિધ્ધી માટે જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા , સીઇઓ ડિમ્પલબેન મહેતા, સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ હેડ મનિન્દર કૌર કેશપ અને તેના સ્વિમીંગ કોચ ત્રુપા સોલંકી દ્વારા અભિનંદન પાઠવવામાં અ ાવ્યા છે.