શાળાના સહયોગથી છાત્રોએ મ્યુઝિક આલ્બમ ગુંજનના ભાગ 1 થી 3 તૈયાર
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સંગીત અને નૃત્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે નવરાત્રી જેવા ઈન્વેન્ટસમાં પબ્લીક પર્ફોર્મન્સ આપવા માટે મંચ પુરુ પાડવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. નવરાત્રીની ઉજવણી શહેરમાં ઘણી જગ્યાએ થઈ રહી છે, ત્યારે જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ પાવન પર્વની ઉજવણી માટે રોમાંચીત છે. આ માટે શાળાના આંગણે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શાળા પરિવારના સર્વે લોકોને ગરબાના તાલ પર રાસ રમાડવાનું આયોજન જીનિયસ ગ્રુપની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલીત ઓરકેસ્ટ્રા બેન્ડ દ્વારા કરવામાં આવ્યું છે.
નવરાત્રીના પર્વમાં સૌને પોતાના તાલ સાથે ઝુમવા માટે મજબુર કરી દે અને સારા પ્રોફેશનલ આર્ટીસ્ટને પણ ટક્કર આપે એવા તાલ અને સુર સાથે જીનિયસ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઓરકેસ્ટ્રા બેન્ડ છેલ્લા 2 મહિનાઓથી સતત પ્રેકટીસ કરી રહ્યું છે. આ બેન્ડમાં શામેલ વિદ્યાર્થીઓને પ્રેકટીસ સાથે અભ્યાસમાં ખલેલ ન પહોંચે તેની શાળા દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. આ ગૃપના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ગુંજન ભાગ 1-2 મ્યુઝિક આલ્બમ પણ ગત વર્ષે લોન્ચ કરવામાં આવ્યા છે અને હાલમાં ગુંજન ભાગ–3 પણ લોન્ચીંગ માટે તૈયાર છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વરબધ્ધ અને લયબધ્ધ કરવામાં આવેલી રચનાઓ છે. આ આલ્બમમાં જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને જીનિયસ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા વિવિધ ગીતો, આરતી અને પ્રાર્થનાઓ ઉપરાંત સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતાના વોઈસ ઓવર સાથે સ્કૂલ એન્થમ, મા શારદાની સ્તુતી, સપના, કલર ઓફ એટમોસ્ફીયર અને એ વતન જેવી સુંદર સ્વર રચનાઓ રજુ કરવામાં આવી છે.
આ મ્યુઝિકલ બેન્ડમાં ગાયન વૃંદમાં મારકણા વૈદેહી, મંથન શુકલ, મૈથી સુરજ, વાસુ તરપદા, અમિ સોની અને પ્રાચી સૈની શામેલ છે. જ્યારે રિધમ ગ્રુપમાં મકવાણા રિષભ, કોટક હેનિલ, ઝાલા રુદ્રરાજ, આટકોટીયા રુદ્ર, જાડેજા યશવિર, ગઢાત્રા માધવ, બી. કે. હેત, સોલંકી નીલ, સાકરિયા પરમ, પ્રજાપતિ વેદાંત અને ઘરડુસિયા કાવ્ય ડ્રમ, ઢોલ, ગીટાર, કી–બોર્ડ અને તબલાના જેવા વાજીંત્રોના તાલ ઉપર ડોલાવે છે. એમને સંગીતની તાલીમ નિરજ માર્થક દ્વારા આપવામાં આવે છે. આ મ્યુઝિકલ બેન્ડના વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા, સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ હેડ મનિન્દરકૌર કેશપ, જય ઈન્ટરનેશનલ સ્કૂલના સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ હેડ વિવેક કુમાર, જીનિયસ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ કાજલ શુકલ, જય ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ જોઈતા રે ચૌધરી અને વાઈસ પ્રિન્સિપાલ ચાર્મી સેદાણી દ્વારા શુભકામનાઓ આપવામાં આવી છે.