નેશનલ સ્પોર્ટ્સ ડે માટે જન જાગૃતિની સરાહનીય પહેલ
રાજકોટની જાણીતી જીનિયસ ઈંગ્લીશ મિડિયમ સ્કુલ દ્વારા દરેક તહેવારો અને ખાસ દિવસોની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. ભારતીય હોકીના ઉજ્જવળ ઇતિહાસના પાને હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તેમની 117મી જન્મ જયંતીની ઉજવણી કરવા જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડે સેકશનના ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં 3 વિધાર્થીનીઓની ટીમ અને 06, વિદ્યાર્થીઓની ટીમે ભાગ લીધો હતો.
છેલ્લા દિવસે ગર્લ્સની આઈસ એન્જલ ટીમ અને લાઈટસ આઉટ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાયો હતો, જેમાં આઈસ એન્જલ ટીમ વિજયી રહી હતી. બોયસ ટીમની હોસ્ટેલ વોરીયર્સ ટીમ અને ધ ટોર્નેડો ટીમ વચ્ચે રમાયેલ ફાઈનલ મેચમાં ટોર્નેડો ટીમની જીત થઈ હતી. ખેલાડીઓને મેચ પૂર્વે સઘન તાલીમ અને પ્રેકટીસ જીનિયસ સ્કૂલના હોકી કોચ હેમલત્તા ઠગલે દ્વારા આપવામાં આવી હતી. વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને ભાગ લેનાર ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ હોકી ટુર્નામેન્ટ થકી મેજર ધ્યાનચંદને સાચી શ્રધ્ધાંજલી આપનાર તમામને ચેરમેન ડી.વી. મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા અને શાળાના સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ હેડ મનિન્દરકૌર કેશપ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.