- બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામની જીનિયસની પરંપરા બરકરાર,વિદ્યાર્થીઓની મહેનતને શ્રેષ્ઠ પરિણામનો શ્રેય
- સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન બોર્ડનું ધોરણ 10 અને 1રની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં ધો. 10નું ઓવર ઓલ 93.60 ટકા અને ધોરણ 1રનું 92.03 ટકા પરિણામ આવ્યું છે. જયારે રાજકોટ સહિત ગુજરાત રાજયનું ધોરણ 10નું 97.73 ટકા અને ધોરણ 1રનુ 92.03 ટકા પરિણામ જાહેર કર્યુ છે. 1પ ફેબ્રુઆરી થી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઇ હતી.
- ત્યારે જીનીયર્સ શાળાનું સતત દસ વર્ષથી 100 ટકા પરિણામ આવે છે. જીનીયર્સ સ્કુલમાં વિદ્યાર્થીઓ સાથે સ્કુલના સાથ અને સહયોગ મળી રહી છે. વિદ્યાર્થીને આખા વર્ષ દરમ્યાન શિક્ષકોનું સતત માર્ગદર્શન મળતું રહે છે.
- જીનીયસ સ્કુલનું સતત 10 વર્ષથી 100 ટકા પરિણામ: ડી.વી. મહેતા
અબતક સાથેની વાતચીત દરમ્યાન જીનીયસ સ્કુલના પ્રિન્સીપાલ ડી.વી મહેતાએ જણાવ્યું હતું કે, આજરોજ ધોરણ 1ર નું સી.બી.એસ.ઇ. બોર્ડનું પરિણામ જાહેર થયું છે. સંપૂર્ણ પરિણામની વાત કરવામાં આવે તો 87.98 ટકા જાહેર થયું છે. જેમાં દીકરીઓનું પરિણામ 91 ટકા ઉપર છે. ત્યારે દીકરાઓનું પરિણામ 85 ટકા જેટલું છે. ભારતભરમાંથી 17 લાખ વિદ્યાર્થીઓએ આ સી.બી.એસ.ઇ. બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 24000 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ આવેલો છે. આ પરિણામ ઉત્સાહવધક છે. જય ઇન્ટરનેશન સ્કુલનું સતત 10માં વર્ષ 100 ટકા પરિણામ આવેલું છે. ત્યારે જીનીયર્સ સ્કુલનું પણ 100 ટકા પરિણામ આવેલું છે. અમે વિદ્યાર્થીઓની પ્રોસેસ ઉપર વધારે ઘ્યાન આપીએ છીએ. અમારે ત્યાં વિદ્યાર્થીને પરીક્ષા પુરતુ જ નહી પણ આખું વર્ષ મહેનત કરાવવામાં આવે છે.
મારી મહેનતની સાથે સ્કુલનો પણ એટલો સહયોગ: વિદ્યાર્થીની યોગી હરીભાઇ
અબતક સાથેની વાતચીત દરમ્યાન જીનીયસમાં ધોરણ 1રમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યોગી હરીભાઇ લાવડીયા એ જણાવ્યું હતું કે પરિણામ માટે મારી સ્કુલ મારો પરિવારએ મને ઘણો સ્પોર્ટ કર્યો છે. સ્કુલનો પણ માહોલ ઘર જેવો જ મળ્યો હતો. જેમાં 11માં ધોરણ થી જ મારી સાથે જ ડગલે પગલે જીનીયસ સ્કુલ તથા ડી.વી.સર તથા સ્કુલ ના ટીચર્સના સારા સહયોગ રહ્યો હતો. મારે આગળ બી.એ. પોલીટીકલ સાયન્સમાં આગળ વધવા માંગું છું. અને પછી યુ.પી.એસ.સી. ની તૈયારી કરવા માંગું છે.દરરોજની પાંચથી છ કલાક મહેનત જરૂરી છે તેમજ મને શાળામાંથી પણ ગમે ત્યારે કોઈપણ પ્રશ્ન હોય તો તેમનું સોલ્યુશન કરી અને સમજાવવામાં આવતું હતું શાળાની સાથે સાથે મારા પરિવારનો પણ એટલો જ મને સહયોગ મળ્યો છે આખા વર્ષ દરમિયાન વ્યવસ્થિત ટાઈમ ટેબલ સહ મહેનત કરવામાં આવે તો સારું પરિણામ સો ટકા આવી શકે છે.
શ્રેષ્ઠ પરિણામનો શ્રેયસ જીનિયસ સ્કુલને: વિદ્યાથીના વાલી
અબતક સાથેની વાતચીત દરમ્યાન જીનીયસ સ્કુલની વિદ્ાપીઠની યોગી હરીભાઇ લાવડીયાના પિતા હરીભાઇ ઉકાભાઇ લાવડીયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી ઘણા વર્ષોથી જીનીયસ સ્કુલ ખાતે સી.બી.એસ.ઇ. માં અભ્યાક કરે છે. અને આજે જે પરિણામ આવ્યું છે તેનાથી મને અને મારા પરિવારને હર્ષની લાગણી છે. અને આ પરિણામનો શ્રેય જીનીયર્સ સ્કુલનો તથા ડી.વી.મહેતા સરને ફાળે જાય છે. સ્કુલ સુધી રાત્રે પણ કાંઇપણ પ્રશ્ર્ન હોય તો તેનો હલ વિદ્યાર્થી ઓને આપતા હોય છે અને પોઝીટીવ જવાબ મળવાથી વિદ્યાર્થીઓને ઉત્સાહ મળતો હોય છે.
ભવિષ્યમાં યોગીને જે ફીલ્ડમાં આગળ વધવું હશે એમાં ડી.વી મહેતા સરના માર્ગદર્શનને ઘ્યાને લઇ સાથ આપીશ.
મારી દીકરીનું સારું પરિણામ તેમની મહેનતની સાથે સાથે શાળાનું પણ મહેનત રંગ લાવી છે અમે લોકો ઘરમાં પણ તેમને સતત સપોર્ટ કરતાં આવ્યા છીએ