Abtak Media Google News
  • મહા રકતદાન કેમ્પ, મનોદિવ્યાંગ બાળકોને ભેટ, ઉમ્મિદ શિક્ષારથની 8 બેન્ચનો  શુભારંભ સહિતના કાર્યક્રમોની સર્જાઈ વણઝાર

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના ચેરમેન ડી. વી. મહેતાનો આજે જન્મ દિવસ છે. ડી.વી. મહેતા છેલ્લા 24 વર્ષોથી વિવિધ સામાજીક, સેવાકિય અને પર્યાવરણલક્ષી પ્રવૃતિઓ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ આજે  મહારક્તદાન કેમ્પ, જળ સંચય અભિયાન અંતર્ગત બોર રિચાજીગ, ઉમ્મીદ શિક્ષા રથ, વૃક્ષારોપણ અને મનોદિવ્યાંગ બાળકોને ભેંટ આપી પ્રોત્સાહિત કરવા જેવી પંચામૃત પ્રવૃતિઓ કરવામાં આવી. જેમાાં જીનિયસ ગ્રુપની જીનિયસ સ્કૂલ, જય ઇન્સટરનેશનલ સ્કૂલ, રાજકોટ ઇન્સટરનેશનલ સ્કુલ, ર્ગાડી વિદ્યાપીઠ અને ગ્લોબલ આયુવેદિક ઇન્સ્ટિટયૂટ પરિવારના સભ્યો, વિદ્યાથીઓ, વાલીઓ, રક્તાદાતાઓ અને નામાંકિત મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા

પાંચ જુદા જુદા સામાજિક, સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો દ્વારા કરવામાં આવતી ઉજવણીમાાં આજે જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ ્સ્કૂલ ખાતે  મહારકતદાન શિબીરનું આયોજન થયું હતું. આ રક્તદાન કેમ્પમાં વાલીઓ, સ્ટાફ મિત્રો, ધોરણ 12 ના વિદ્યાથીઓ તેમજ અન્સય રક્તદાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી.   200 થી વધારે યુનિટ રકત બ્લડ બેન્કને આપવામાં આવ્યું. આ ઉપરાંત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલ એસ. એફ. એસ જળસંચય અભિયાન અંતર્ગત   જીનિયસ ગ્રુપ સાથે જોડાયેલા 200 થી વધારે વાલીઓ બોર રિર્ચાજ કરવા માટે પોતાનો સંકલ્પ પત્ર રજૂ કરાશે

સામાજીક જવાબદારીના ભાગર્રુપે જીનિયસ ગ્રુપના વી.એમ.મહેતા ફાઉન્ડેશન દ્વારા બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજદૂરોના બાળકોને ભણાવવા માટે શરુ કરવામાં આવેલ ઉમ્મીદ શિક્ષા રથની આઠમી બેચનો શુભારંભ પણ  કરવામાં આવ્યો જેમાં 30 બાળકોનો સમાવેશ કરી તેઓને શિક્ષણ આપવામાં આવશેે. આ ઉપરાંત જીનિયસ સ્કૂલ ખાતે જ છેલ્લા દસ વર્ષથી કાર્યરત જીનિયસ સુપર કિડ્સ સેક્શન કે જેમાં હાલમાં 70 થી વધારે મનોદિવ્યાંર બાળકોને સંમેલિત શિક્ષણ આપવામાં આવે છે, તેઓને આ સેવા દિન નિમિતે જુદી જુદી અનેક પ્રવૃતિ કરવામાં આવી ખાસ ભેંટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યો. આ દિવસની પાંચમી અને પયાવરણલક્ષી પ્રવૃતિમાં દર વર્ષે માફક જીનિયસ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું

આજે યોજાનાર સેવા દિનની ઉજવણીમાં વિદ્યાથીઓ, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાથીઓ, કર્મચારીઓ, સ્ટાફ મિત્રો, સેવાભાવી લોકો અને મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તેમજ આ ઉજવણીમાં સામેલ થઈને સેવા, સમર્પણ, સહાનુભૂતિનો ભાવ પ્રદશિત કર્યા. આ સેવા દિનની ઉજવણીના આયોજનમાં સંસ્થાના ચેરમેન  ડી. વી. મહેતા અને સીઇઓ  ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં  દર્શન પરીખ,  કાજલ શુક્લ,   મનિદર ંકૌર કેશપ,   દ્રષ્ટિ ઓઝા, જોઈતા રે ચૌધરી,  ભારતી સિંઘ,  ભૂમિ ગઢવી,  જયશ્રીબેન,   મહિપાલસિંહ અને  ઈશાન જાની ભારે જહેમત ઊઠાવી

જન્મદિવસની ઉજવણીમાં સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું જોઈએ: જય મહેતા

અમારા માટે જન્મદિવસની ઉજવણી અનોખી નથી કેમકે અમે વખતો વખત પરિવારના જન્મદિવસની ઉજવણી આવી જ રીતે કરીએ છીએ. કેક કટીંગ કરવાનો કોઈ વિરોધ નથી પણ તમારી શક્તિ મુજબ સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું જોઈએ અને તેના સારું જીવન જીવવા માટે નિમિત માત્ર બનવું જોઈએ. રક્તદાન કેમ્પ, પ્લાન્ટ સ્ટેશન , મજુરી કામ કરતા મજૂરોના બાળકોને કીટ વિતરણ કરવામાં આવી. આવનારા છ મહિના સુધી તેમને સાક્ષરતા શિક્ષણ હેઠળ સારું શિક્ષણ આપવામાં આવશે.

કેટલું જીવન જીવ્યા તેના કરતાં કેવું જીવન જીવ્યા તે અગત્યનું છે: ડી.વી.મહેતા

અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા સૌથી મોટા પ્રેરણા સ્રોત શ્રી દીપચંદભાઈ ગાર્ડી અને મારા માતૃશ્રી ધારાબેન મહેતાનું સ્પષ્ટ માનવું છે કે બીજા લોકોને વધુ સારું જીવન જીવવા માટે મદદ કરવી જોઈએ. મારા સાઈટમાં જન્મદિવસે પંચામૃત સેવાદિન તરીકે ઉજવણી કરવામાં આવી. છેલ્લા 24 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 200થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે. ઉમીદ શિક્ષારથ એટલે કે મજૂરી કામ કરતા લોકોના બાળકોને શિક્ષણ આપવું. મનો દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. સોની પર શાળા સંચાલક મંડળ દ્વારા આ વર્ષથી સંકલ્પ લેવામાં આવ્યો છે કે વરસાદી પાણીનું બોર રિચાર્જ દ્વારા સંગ્રહ કરવાનું અભિયાન તમામ વાલીઓ સુધી લઈ ગયા છીએ. 200 થી વધુ વાલીઓએ પોતાનું ઘર બિલ્ડીંગ અને વાડી વિસ્તારમાં બોર રિચાર્જ કરાવશે તેને સંકલ્પ પત્ર આપવાના છીએ. વૃક્ષારોપણ કરવાના છેએ. સમાજના તમામ વર્ગનો આભાર માનીએ છીએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.