એમ.એ.સી.પી. બારના સ્નેહ મિલનમાં જીનિયસનો સમર્થનમાં: લેબર બારે જંગી બહુમતીથી વિજયની શુભેચ્છા પાઠવી
અબતક-રાજકોટ
શહેરના વકીલોના સંગઠન બાર એશોસીએશનની ચુંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જીનીયસ પેનલના પ્રમુખ પદ માટે અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખ પદે બીમલભાઇ જાની, સેક્રેટરીના પદે પી.સી. વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી પદે દિવ્યેશભાઇ મહેતા, ખજાનચીના પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરીના પદે અજયભાઇ જોશી, કારોબારીના પદ માટે અજયસિંહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરિયા, સાગર હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઇ મૈયડ, રવી વાઘેલા, આ તમામ ઉમેદવારો ખૂબ જ મહેનતથી વકીલ આલમનું સમર્થન મેળવી રહ્યુ છે ત્યારે જીનીયસ પેનલના તમામ ઉમેદવારો અલગ-અલગ બારના સંગઠનની મુલાકાત લીધી હતી. જેમાં બહુમાળી ભવન ખાતે આવેલા લેબર એસોશીએશનની મુલાકાતે ગયેલા ત્યાં લેબર બારના 2022ના પ્રમુખ મુકેશભાઇ તન્ના તેમજ હાલના પ્રમુખ પદ પર કાર્યરત ભુષણભાઇ વચ્છરાજાની, સેક્રેટરી શૈલેષભાઇ વ્યાસ, લેબર બારના ગીરીશભાઇ ભટ્ટ, જી.આર. ઠાકર, યોગેશભાઇ રાજ્યગુરૂ, પંકજભાઇ દેસાઇ, અભયભાઇ શાહ, જે.સી. દોશી, ડી.સી. દોશી, મહેન્દ્રભાઇ કરથીયા, બી.એમ.માવાણી, એમ.એમ.માવાણી દીપકભાઇ ભોજાણી, વિજય ટીમ્બ્ડીયા, અશોક ગોસાઇ, પરાગ વોરા, નીખીલ ભટ્ટી, હર્ષદ બારૈયા, સુનીલ વાઢેર, હસુભાઇ તરપદા વગેરેઓએ જીનીયસ પેનલનું સ્વાગત કરી જીનીયસ પેનલને જીતાડવા માટે કોલ આપી, જીનીયસ પેનલ જંગી બહુમતીથી જીતે તેવી શુભકામના પાઠવેલી, બાદ જીનીયસ પેનલના તમામ ઉમેદવારો રાજકોટ ડીસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે એમ.એ.સી.પી. બારની મુલાકાત લીધેલી ત્યાં બાર એસોસિએશનની આગામી ચુંટણીના સંદર્ભમાં એમ.એ.સી.પી. બાર એસોસિએશન દ્વારા એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલું, જેમાં બારના સર્વે સર્વ એવા ઉપપ્રમુખ જી.આર. પ્રજાપતિ, સેક્રેટરી સંજયભાઇ બાવીશી, જોઇન્ટ સેક્રેટરી પ્રિયંકભાઇ ભટ્ટ અને કારોબારી સભ્યો સહિત બહોળી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. સર્વાનુમતે જીનિયસ પેનલને જંગી બહુમતીથી જીતાડવાનો કોલ આપ્યો હતો. આ સંમેલનમાં વડીલ એડવોકેટ જે.જે. ત્રિવેદી, ગોપાલભાઇ ત્રિવેદી, પી.આર. દેસાઇ, એન.આર. શાહ, જી.બી. ત્રિવેદી, ગુલફાર્મ સુરૈયા, મિખાઇલ સુરૈયા, વિરાજ દોશી, જય ગોંડલીયા, પ્રતિક વ્યાસ, મૌલિક જોશી, મૌલિક સાયાણી, મકસુદ પરમાર, વિશાલ ગોસાઇ, શૈલેષ પંડ્યા અને મનોજ સોલંકી સહિત વિશાળ સંખ્યામાં એડવોકેટ ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહી જીનીયસ પેનલને સંપૂર્ણપણે જીતવા માટે સમર્થન આપેલું. કાર્યક્રમમાં જીનીયસના પેનલના પ્રમુખ અર્જુન પટેલેએ વધુમાં જણાવેલું કે આજ સુધી વકીલોને પડતી મુશ્કેલી જેવી કે કોઇપણ કોર્ટમાં કે પોલીસ તંત્ર દ્વારા હેરાનગતિથી પીડીત વકીલોને આજદિન સુધી મળવી જોઇએ એવી મદદ કરી શકે એવા બારમાં ઘણા વર્ષોથી સેનાપતિ આવ્યા નથી. જીનિયસ પેનલમાં જૂના અને વર્ષોથી પ્રેક્ટીસ કરી રહેલા તેમજ ભૂતપૂર્વ જીલ્લા સરકારી વકીલ તેમજ બારના કોઇના કોઇ હોદ્ા પર કામગીરી કરી ચુકેલ અનુભવીની જે અમોએ ટીમ બનાવેલી છે તે ખરા અર્થમાં કહીએ તો પોતે જીનીયસ છે.
વધુમાં સેક્રેટરી પદના ઉમેદાવર પી.સી. વ્યાસએ તમામ વકીલોને જણાવેલું કે જીનીયસ પેનલના તમામ ઉમેદવારો કોઇના કોઇ સંસ્થા સાથે જોડાયેલા છે તેમજ અનુભવીને સીનીયર અને જુનીયર વકીલોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જીનીયસ પેનલ આવનારા દિવસોમાં નવા કોર્ટ સંકુલમાં તમામ સગવડતા પુરી પાડવાની તેમજ વકીલોના દરેક પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા હર હંમેશ બધા વકીલોની સાથે છે.
એમ.એ.સી.પી. બારમાં હાજર તમામ વકીલોએ જીનીયસ પેનલના તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવેલ તેમજ જંગી બહુમતીથી જીતાડવા માટે કોલ આપેલ.
બારની ચૂંટણીમાં જીનીયસ પેનલના સમર્થનમાં બ્રહ્મ સમાજના વકીલોનું સ્નેહમિલન યોજાયું
રાજકોટ બાર એશોસીએશનની ચુંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે જીનીયસ પેનલના ઉમેદવારો જેમાં પ્રમુખપદ માટે અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે બીમલભાઈ જાની, સેક્રેટરીના પદે પી.સી.વ્યાસ, જોઈન્ટ સેક્રેટરીપદે દીવ્યેશભાઈ મહેતા, ખજાનચીના પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરીના પદે અજયભાઈ જોશી, તેમજ નવ સભ્યોની કારોબારીના પદ માટેના ઉમેદવારો અજયસિંહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરિયા, સાગર હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઈ મૈયડ, રવી વાઘેલા, આ તમામ ઉમેદવારો ખુબજ મહેનતથી વકીલ આલમનું સમર્થન મેળવી રહ્યા છે ત્યારે જીનીયસ પેનલના સમર્થનમાં ગઇકાલે દરેક બારના બ્રહ્મસમાજના વકીલોનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ ના બ્રહ્મસમાજના 200 જેટલા વકીલોએ હાજરી આપીને જીનીયસ પેનલને સમર્થન વ્યક્ત કર્યું હતું. જેમાં બ્રહ્મસમાજના પ્રમુખ દર્શીતભાઈ જાની, ભાજપના ભુતપૂર્વ ઉપ-પ્રમુખ મનીષભાઈ ભટ્ટ, માધવ સહકારી મંડળીના એમ.ડી. ડો. નવલશંકર શીલુ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ભુતપૂર્વ રજિસ્ટ્રાર કિરીટભાઈ પાઠક, ગીરીશભાઈ ભટ્ટ, પરશુરામધામ મંદિરના મુખ્ય ટ્રસ્ટી રાજુભાઈ જોષી, બ્રહ્મ અગ્રણી અને યુવા ધારાશાસ્ત્રી ગજેન્દ્ર જાની, પરેશભાઈ ઠાકર, માધવભાઈ દવે, ઘનશ્યામભાઈ પંડ્યા, વી.એમ. પટેલ, હિંમતભાઇ લાબડીયા, અશ્વિનભાઈ ભટ્ટ, ધીમંત જોષી, કમલેશભાઈ ઠાકર, શ્રી હરેશભાઈ દવે, મયંકભાઈ પંડ્યા, નીરવ પંડ્યા, શૈલેશભાઈ ભટ્ટ, હરેશભાઈ ત્રિવેદી, વિરલભાઈ રાવલ, કે.સી.ભટ્ટ, કે.સી.વ્યાસ, દિપ વ્યાસ, મિલન જોષી, કૈલાસ જાની, નિશાંત જોષી સહિતના બ્રહ્મ સમાજના ધારાશાસ્ત્રીઓએ એકઠા થઈ ને જીનીયસ પેનલને પોતાનું સમર્થન આપી વિજયના આશીર્વાદ આપ્યા હતા.