સંવાદ શ્રેણી અંતર્ગત કાર્યક્રમમાં પ્રિયદર્શિની ડેલકર માર્ગદર્શન આપશે

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ, વાલીઓના પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ તથા વિવિધ વિષયો અને મુદ્દાઓની ચર્ચા અને માર્ગદર્શન માટે દેશભરમાંથી વિષય નિષ્ણાતોને છેલ્લા છ મહિનાથી અવિરત ચાલતી  ઓનલાઇન જીનિયસ સંવાદ શ્રેણીમાં વકતવ્ય આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. જેમા આગામી તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શૈક્ષણિક ક્ષેત્રે ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા  પ્રિયદર્શિની કેલકર દ્વારા આંતરીક શક્તિ અને કૌશલ્ય ઓળખીને તેને કેવી રીતે યોગ્ય દિશા આપી શકાય તે માટે યોર પર્સનલ ક્વોષન્ટ વિષય ઉપર ઓનલાઈન સંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી.મહેતા માને છે કે દરેક વ્યક્તિમાં જન્મજાત કોઈ આંતરીક શક્તિ કે કૌશલ્ય રહેલુ હોય છે, ફક્ત તેને સમજવાની કે ઓળખવાની જરુર હોય છે. પોતાના જ્ઞાન અને કૌશલ્યને સતત અપગ્રેડ કરવાથી કે તેમાં ઉમેરો કરવાથી જીવનના કોઈપણ મુકામમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે, પરંતુ તે પહેલા તેને ઓળખવુ જરુરી છે. પોતાની આંતરીક શક્તિઓને ઓળખીને યોગ્ય સમયે અને સાચી દિશામાં ઉપયોગ કરવામાં આવે તો હંમેશા હકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. આ બાબત ઉપર પ્રકાશ પાડવા  પ્રિયદર્શિની કેલકરને માર્ગદર્શન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રિયદર્શિની કેલકર હાલમાં રાજકોટની ન્યુ એરા સિનિયર સેક્ધડરી સ્કૂલ અને ન્યુ એરા પ્રિ-સ્કૂલના ડાયરેકટર તરીકે કાર્યરત છે. તેમણે અર્થશાસ્ત્ર સાથે સ્નાતકની પદવી મેળવી છેલ્લા ૩૦ વર્ષથી અર્થશાસ્ત્ર, ગણીત, અંગ્રેજી અને ભૂગોળ વિષય ભણાવવા ઉપરાંત તેઓ ખુબ જાણીતા તાલીમ નિષ્ણાત તરીકે સેવાઓ આપે છે.

રાજયોમાં લાઇફ સ્કિલ, એજ્યુકેશન, ક્રીએટીવીટી ઇન ટીચીંગ મેથેમેટીકસ, કવેશ્ચન પેપર સેટીંગ અને બ્લુ પ્રીન્ટ રાઇટીંગ, યુઝ ઓફ ઇન્સટ્રકશનલ એઇડ, રાઇટીંગ એ ગુડ લેસન પ્લાન, ઇન્ટીગ્રેશન ઓફ ટેકનોલોજી ઇન કયુરીકયુલમ, કેપેસીટી બિલ્ડિંગ વીથ ક્ધટીન્યુઝ ઇવેલ્યુએશન,ટીમ બિલ્ડિંગ અને લીડરશીપ ઇન સ્કૂલ જેવા ઘણા વિષયો પર સેમીનાર, વકતવ્યો અને વર્કશોપમાં નિષ્ણાત તરીકે સેવાઓ આપી છે.  આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી  રવિવારને ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.