જાણીતા ટ્રેઇનર રોહિત શીકા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરી વાંચ્છુક યુવાનોને વિડિયો લેકચરના માધ્યમથી માર્ગદર્શન આપશે

‘એક કદમ તરકકી કી ઔર’ દૈનિક શ્રેણી અંતર્ગત

રાજકોટની જાણીતી જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા કોરોનાને લીધે લોકડાઉનમાં વિર્દ્યાથીઓ અને યુવાનોમાં હકારાત્મકતા તા અભ્યાસ અંગે ફરી સક્રીયતા કેળવાય તે માટે વિવિધ ઓનલાઇન શ્રેણીઓનો પ્રારંભ કર્યો છે.

જીનિયસ લક્ષ્ય અંતર્ગત એક કદમ તરક્કી કી ઔર શિર્ષક હેઠળ રોહિત શીકા દ્વારા શાળાના વિર્દ્યાથીઓથી લઈને કોલેજ કક્ષા સુધીના (આર્ટસ, કોમર્સ અને સાયન્સ પ્રવાહના) વિર્દ્યાથીઓ તેમજ સ્પર્ધાત્મક કસોટીઓ આપવા ઇચ્છુક યુવા અભિલાષીઓ તેમજ વર્કીંગ પ્રોફેશનલ્સ માટે શિક્ષણ અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન અને વાર્તાલાપના આયોજન જુનિયર અને સિનિયર એમ બે કેટેગરીમાં કરવામાં આવેલ છે.  જુનિયર કેટેગરીમાં ૧૬ વર્ષી ઓછી ઉમરના વિર્દ્યાથીઓ, જયારે સિનિયર કેટેગરીમાં ૧૬ વર્ષ થી ૪૫ વર્ષ સુધીના યુવાઓ જોડાય શકશે. આ સમગ્ર કાર્યક્રમ નિ:શુલ્ક રહેશે, જયારે ભાગ લેવા ઇચ્છુક સહભાગીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.

જીનિયસ ગ્રુપ આયોજીત જીનિયસ લક્ષ્ય શ્રેણીમાં એક કદમ તરક્કી કી ઔર શિર્ષક હેઠળ સોમવાર થી ગુરુવાર જુનિયર કેટેગરી માટે સાંજે ૫ થી ૬ કલાક અને સિનિયર કેટેગરી માટે સાંજે ૬-૧૫ થી ૭-૧૫ કલાક દરમ્યાન ઓનલાઇન શિક્ષણ અપાશે. જ્યારે શુક્રવારના રોજ સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત સ્પર્ધાત્મક કસોટીઓ આપતા યુવા અભિલાષીઓ, સરકારી કે ખાનગી (કોર્પોરેટ) ક્ષેત્રમાં કામ કરતા વર્કીંગ પ્રોફેશનલ્સ લોકોને અનુલક્ષીને નિષ્ણાતો અને ફીલ્ડ એકસપર્ટસ એટલે કે જે લોકો આ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ કી યુવાઓમાં કૌશલ્ય વર્ધન થશે અને તેમને અનુભવી નિષ્ણાતોના જ્ઞાનનો લાભ મળશે.

આગામી ૧૫ જુન ૨૦૨૦ થી આ જીનિયસ લક્ષ્ય શ્રેણીનો પ્રારંભ થશે. દર શુક્રવારના રોજ સરકારી ક્ષેત્ર અને કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓ અને યુવાનોને અનુલક્ષીને સ્કીલ એનહાન્સમેન્ટ કાર્યક્રમની તાલીમ અપાશે. આ દરેક તાલીમોમા સ્પર્ધાત્મક પરિક્ષાઓ અંગેની માહિતીથી લઈને પરિક્ષા અંગેની તમામ તૈયારીઓ કરાવામાં આવશે. તદઉપરાંત આ પરિક્ષાઓ ઉતીર્ણ કરેલ અને જે-તે ફિલ્ડનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાતોને પણ માર્ગદર્શન આપવા આમંત્રીત કરાશે. આ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જીનિયસ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનાર તમામ સહભાગીઓને યુપીએસસી, જીપીએસસી, એસબીઆઇ બેન્કીંગ, સોફટ સ્કિલ્સ, અને સ્ટેટ સર્વીસ કમીશન્સ જેવી પરિક્ષાઓની પ્રેકટીકલ તાલીમ અપાશે અને પરિક્ષા પણ સંસ દ્વારા લેવામાં આવશે. દર મહિને આ પરિક્ષાઓ યોજવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત રહેશે. આ તમામ કાર્યક્રમમાં સહભાગી વા અને નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવા માટે લીંક (Registration Form-https://forms.gle/3dyGKw7tSa YLgaM4A)  દ્વારા ગુગલ ફોર્મ ભરવાનુ રહેશે. આ ઉપરાંત વધારે માહિતી માટે ફોન નં. +૯૧ ૬૩૫૩ ૬૯૫ ૯૭૦ અવા ઇમેલ: lakshyagenius school.co.in પર સંપર્ક કરી શકાશે.

આ તમામ તાલીમો અને માર્ગદર્શન કોઇપણ વિર્દ્યાથી અને યુવાનો માટે નિ:શુલ્ક રહેશે અને વિર્દ્યાથીઓ જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ કી આ તમામ કાર્યક્રમોમાં જોડાઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.