આ ૨૩મો સંવાદ કાર્યક્રમ ઓનલાઈન યોજાશે
રાજકોટની જાણીતી જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા કોરોના મહામારીના સમયમાં વિદ્યાર્થીઓના ઓનલાઇન શિક્ષણ, સમાજમાં હકારાત્મકતા અને સદવિચારોના સિંચન તથા સમાજ પ્રત્યે નાગરિકોની નૈતિક જવાબદારીઓની જાણકારી માટે છેલ્લા ૨૨ સપ્તાહી દર રવિવારે અલગ અલગ વિષય નિષ્ણાતોને સંવાદ માટે ઓનલાઈન આમંત્રિત કરવામાં આવે છે. આગામી રવિવારને તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંવાદ શ્રેણીના ૨૩માં સંવાદમાં રાજકોટ શહેરના પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા બદલાતી પરિસ્થિતિ અનુસાર પોલીસ અને સમુદાય ઉપર થતી અસર અને આ પરિસ્થિતિ અનુસાર પોલીસ અને સમુદાય વચ્ચેના સેતુને જાળવવા માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરશે. આ વકતવ્યનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી.મહેતાના કહેવા મુજબ પોલીસ દ્વારા કરાવવામાં આવતુ કાયદાનું પાલન લોકસુરક્ષા, અપરાધોને રોકવા અને સમાજના સંરક્ષણ માટે હોય છે. આ માટે પોલીસની કામગીરીમાં લોકોએ સહકાર આપીને એક જવાબદાર નાગરીક તરીકેની ફરજ નિભાવવી જોઈએ. આ ઓનલાઈન સંવાદમાં આમંત્રિત મહેમાન રાજકોટ શહેરના પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબનો ટૂંકો પરિચય મેળવીએ. ૧૯૯૧ બેચના આઇપીએસ અધિકારી મનોજ અગ્રવાલ ૨૦૧૮થી રાજકોટ શહેરના પોલિસ કમિશ્નર તરીકે કાર્યરત છે. આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરી રવિવારને તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા સર્વે જનતાને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રીત કરે છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસના ચેરમેન ડી. વી. મહેતા અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.