સ્વિમિંગ એસો., સેલ્ફ ફાય. મેનેજમેન્ટ એસો. અને જીનીયસ ગ્રુપનું આયોજન: ઉદઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિ
રાજકોટ ડિસ્ટ્રિકટ સ્વિમિંગ એસો. સેલ્ફ ફાયનાન્સસ્કુલ મેનેજમેન્ટ એસો. અને જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયૂશન્સ દ્વારા આયોજીત ડિસ્ટ્રિકટ લેવલ સ્વિમિંગ ચેમ્પિયનશીપની સરદાર પટેલ સ્વિમિંગ પુલ કોઠારીયા, રોડ ખાતે ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે.
જેમાં મુખ્ય મહેમાન તરીકે સ્ટેટ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા, વરમોરા ગ્રુપના ચેરમેન હિરેનભાઈ વરમોરા, ઈટાલીકા ગ્રુપના ચેરમેન શૈલેષભાઈ વૈશ્ર્નાની, જીનીયસ સ્કુલના ટ્રસ્ટી રણછોડભાઈ માંગરોલીયા, એક્રોલોન્સ કલબના ચેરમેન સુદીપભાઈ મેહતા,સેલ્ફ ફાયનાન્સ સ્કુલ મેનેજમેન્ટ એસો.માંથી અજયભાઈ પટેલ અને અવધેશભાઈ ભકિતનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર ગઢવી જયુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.એસ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
જીનિયસ સ્કુલના સંચાલક ડી.વી. મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજકોટમાં આ વર્ષે 26થી 30 જૂન દરમિયાન નેશનલ જુનિયર અને સબ જુનિયર ચેમ્પીયનશિપનું રાજકોટ સ્વીમીંગ ડિસ્ટ્રીક એસો.દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરમાંથી 1500થી વધુ તરવૈયાઓ ભાગ લેવાના છે. અને આજ ઈવેન્ટમાંથી એશિયાની ભારતની ટીમની પસંદગ થનાર છે.ત્યારે ગુજરાતમાં સ્વીમીંગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે જેના ભાગ રૂપે જીનીયસ સ્કુલ દ્વારા એક સ્વીમીંગ ગાલા ચેમ્પીયન શીપનું આયોજન કરવામાં આવ્યું હતુ જીનીયસ સ્કુલ સમગ્ર ચેમ્પીયનશીપનું આયોજન કરી રહી છે. અને તેના માટે અને ખાસતો રાજકોટની જનતાનો ઉત્સાહ વધારવા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી સ્કુલ સંચાલક મંડળે પણ આ ઈવેન્ટમાં જોડાઈ ખૂબજ સારો સપોર્ટ કર્યો છે.
મ્યુનિસીપાલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, સૌ પ્રથમ તો 26મીથી રાજકોટમાં નેશનલ સ્વીમીંગ ચેમ્પીંયનશીપ યોજનાર છે. જેમાં રાજકોટ યજમાન છે. તેના માટે આયોજક મિત્રોને હુ ખૂબજ અભિનંદન આપું છું ખાસ તો આ ટુર્નામેન્ટમાં લોકોમાં સ્વીમીંગ પ્રત્યે જાગૃતતા આવે તે માટે જીનીયસ સ્કુલ દ્વારા કાર્યક્રમ યોજયો છે. ત્યારે જીનીયસ સ્કુલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.