8 થી 12 વર્ષના બાળકો માટે
15 જુલાઇ સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકાશે
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂશન્સ દ્વારા રાજકોટમાં પ્રથમ વખત 8 વર્ષથી 12 વર્ષના બાળકો માટે ફૂટબોલ ટુર્નામેન્ટ ‘જીનિયસ ગોલ્ડન બેબી લીગ 2022-23’ નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. રાજકોટ ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશન અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સહયોગથી તારીખ 24 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન એક્રોલોન્સ ક્લબ ખાતે અન્ડર 8, અન્ડર 10 અને અન્ડર 12 વયજુથના બાળકો માટે સાત દિવસીય ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટના આયોજનનો હેતુ યુવા રમતવીરોની પસંદગી કરવા, તેમને પ્રશિક્ષિત કરવા અને ફૂટબોલ ક્ષેત્રે કારકિર્દી માટે સક્ષમ બનાવવાનો છે.
જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા આ ટુર્નામેન્ટ અંગે વધુ જણાવતા કહે છે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા દરેક ડિસ્ટ્રીક્ટના એસોસીએશનને જીલ્લા કક્ષાએ ફૂટબોલ માટે યુવા ટેલેન્ટની પસંદગી કરવાની કાર્યવાહી સોંપવામાં આવી છે. જે આગળ જતા દેશ માટે રમી અને દેશને ગૌરવ અપાવી શકે. જેના અનુસંધાનમાં અન્ડર 8, અન્ડર 10 અને અન્ડર 12 વયજુથના કિશોરો અને કિશોરીઓ માટે સાત દિવસીય ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાત દિવસીય કુટબોલ ટુર્નામેન્ટ ફાઇવર ફોર્મેટ એટલે કે દરેક વયજુથના બાળકોની પાંચ-પાંચ ખેલાડીઓની ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. જેમાં બાળકોની વય મુજબ મેદાન અને ફૂટબોલની સાઈઝ નિર્ધારીત કરવામાં આવી છે. આ મેચના ફોર્મેટમાં ગોલ પોસ્ટતો હોય છે, પરંતુ ગોલ કિપર નથી હોતા, બાકીના બધી જ નિયમી ફૂટબોલની રમત અનુસાર રહેશે. ‘જીનિયસ ગોલ્ડન બેબી લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છતી શાળાઓ અને ક્લબએ આપેલ ગુગલ ફોર્મની લીક વિિંાંત://રજ્ઞળિત.લહય/ઉંભચળ7ઋભણઉંષઋ2બિિં7 ઉપર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. ટુર્નામેન્ટની વધુ વિગત મેળવવા માટે જીનિયસ સ્કૂલના સ્પોર્ટસ હેડ મનિન્દર કૌર કેશપને +91 93287 63471 અને ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશનના સેક્રેટરી રોહિત બુંદેલાને +91 94093 03494 સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
જીનિયસ ગોલ્ડન બેબી લીગ ફુટબોલ ટુર્નામેન્ટના આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલની ટીમ સાથે રાજકોટ ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસીએશનનાં સભ્યો અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી પરિમલભાઈ પરડવા અને પુષ્કરભાઈ રાવલ તેમજ અન્ય હોદ્ેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.