૨૭માં અધ્યાયમાં પુણેના શિક્ષણવિદ પ્રદન્યા ગોખલે દ્વારા સંવાદનું આયોજન
સફળતા મેળવવા માટે ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટીવિટી, કોલેબરેશન અને કોમ્યુનિકેશન મહત્વની ભુમિકા નિભાવશે: ડી.વી. મહેતા
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા શાળાઓ બંધ હોવાી વિર્દ્યાીઓને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત સામાજીક સમસ્યાઓ, વાલીઓને મુંઝવતા પ્રશ્નો, પ્રેરણાત્મક અને આધ્યાત્મીક મુદ્દાઓ, કારકીર્દીને લગતા અભ્યાસક્રમો વગેરે વિષયોમાં માર્ગદર્શન પુરુ પાડવા ઉપરાંત અનેક વિષયો પર ચર્ચા અને માર્ગદર્શન માટે છેલ્લા પાંચ મહિનાઓી જીનિયસ સંવાદનું આયોજન કરવામાં આવે છે. જેમાં આગામી રવિવાર, ૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પુણેના શિક્ષણવિદ પ્રદન્યા ગોખલે દ્વારા ટવેન્ટીફસ્ટ સેન્ચ્યુરી સ્કિલસ વિષય પર સંવાદનુ આયોજન કરવામાં આવેલ છે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી.મહેતાનું માનવુ છે કે, આવનારો યુગ સ્કિલ એટલે કે કૌશલ્યનો છે. જેની પાસે કોઈ ખાસ પ્રતિભા કે કૌશલ્ય હશે તેની કારકીર્દીને હંમેશા પ્રગતિ મળશે અને આ સફળતાના મંત્રની ચાવી છે, ચાર સી જેના પર પ્રભુત્વ ર્આત ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્રમાં વિકાસ અને સફળતા મેળવવી હશે તો વ્યક્તિમાં આ ચાર સી એટલે કે ક્રિટિકલ , ક્રિએટીવિટિ, કોલેબરેશન અને કોમ્યુનિકેશન જેવા ગુણો મહત્વનો ફાળો ભજવશે. ક્રિટિકલ િિંંકગ એટલે કે કપરી પરીસ્તિીમાં માર્ગ શોધવાની ક્ષમતા, જ્યારે ક્રિએટીવિટિ એટલે કે વ્યક્તિમાં રહેલી ખાસ આવડત કે કૌશલ્યનો વિકાસ-સમસ્યાના સમાધાન અને ફળપ્રાપ્તિ માટે ઉપયોગ કરવો. કોમ્યુનિકેશન એટલે કે વ્યક્તિ દ્વારા કોઇ સંદેશા કે વિચારની આપ-લે કરવા ઉપરાંત કોઇ શું કહેવા માગે છે તેની સમજ એટલે પ્રત્યાયનની પ્રક્રિયા તા કોલેબરેશન એટલે કે સુસંગતપણે એક ટીમમાં કાર્ય કરવા માટે લોકો સોનું જોડાણ જેમા શિખવું અને શિખડાવવું વગેરે બાબતો શામેલ છે. ગોખલેજી આ ચાર સી સિવાયના દરેક વય અને ક્ષેત્રના એકવિસમી સદીના કૌશલ્યો વિષય પર ચર્ચા કરવા માટે પ્રદન્યા ગોખલેને આ ખાસ સંવાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
પ્રદન્યા ગોખલે એ ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરીંગમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. હાલમાં તેઓ બ્રિટીશ કાઉન્સિલ સ્કૂલ એમ્બેસેડરના લીડ એકેડમિક ક્ધસલ્ટન્ટ(એજ્યુકેશનલ ઈનિશિએટીવ) અને કોઠારી ગ્રુપ ઓફ સ્કૂલસ પુણે ના એકેડમિક સલાહકાર તરીકે કાર્યરત છે. આ પહેલા તેઓ પુણેનાકાવેરી ગીફ્ટેડ એજ્યુકેશ સેન્ટરમાં ક્યુરીક્યુલમ ડેવલોપમેન્ટ એન્ડ ટીચર્સ ટ્રેનીંગ વિભાગના હેડ રહી ચુક્યા છે, અને તેમણે જેમના આઇયુ ૧૩૦ પ્લસ હોય તેમના માટે ગણિત અને વિજ્ઞાનનો ખાસ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.
આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરી રવિવારને ૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. સંસ્ાના ચેરમેન ડી. વી. મહેતા સર્વેને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રીત કરે છે.
આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.