વિકસતા જતા વિજ્ઞાને ખરતા વાળ અને ટાલીયાપણાની સમસ્યાના હેર ટ્રાન્સ પ્લાન્ટ સહિતના અનેક ઇલાજો શોધી કાઢયા છે
વર્તમાન સમયમાં અનેક કારણોસર વાળ ખરવાની સમસ્યા વિકરાળ બની રહી છે મોટી માત્રામાં વાળ ખરવાની સમસ્યાના કારણે માથા પર ટાલ પડી જવાના કારણે લોકોનો દેખાવ ફરી જતો હોય છે. ટાલીયાપણાની આ સમસ્યાના કારણે લોકો સમાજમાં હાંસીનું પાત્ર બનતા રહે છે. હાલમાં વિકસતા જતા વિજ્ઞાને ખરતાવાળ અને ટાલીયાપણાના અનેક ઇલાજો શોધી કાઢયા છે.
મુંબઇના પ્રખ્યાત ડીએનસીસી કલીનીકના સંચાલક હેર એકસપર્ટ ડો. નિશિતા શેઠ અને રાજકોટ કલીનીક હેડ ડો. કૃપા તંબોલ્યાએ હેલ્થ વેલ્થ અબતક કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહીને ખરતા વાળ અને ટાલીયાપણાની હાલમાં ઉપલબ્ધ સારવાર અને ઇલાજો અંગેની માહીતી આપી હતી.
પ્રશ્ર્ન:- સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વાળ ખરવાની સમસ્યા વ્યાયક બની ગઇ છે. તો વાળ ખરવા પાછળના મુખ્ય કારણો શું હોય છે?
જવાબ:- વાળ ખરવાનું મુળ કારણ પુરૂષોમાં જોવા જઇ તો આનુવાંનસીક સમસ્યા કારણભૂત હોય છે. પુરુષના હોરમોનનું ડી.એચ.ટી.માં રૂપાંતર થાય છે. એ જ પુરૂષના વાળને પાતળા કરે છે. ત્યારબાદ પુરૂષોના વાળ ખરવાનું શરુ થાય છે. આ સાથે બીજા ઘણા બધા કારણો હોય છે. જેમ કે પ્રદુષણ, પાણી, માનસિક તણાવ, ખાવા પીવાના પ્રોટીન વીટામીનની ખામી વગેરે કારણો જવાબદાર છે.
મહિલાઓમાં વાળ ખરવાનું કારણ પિ.સી. ઓકી ના કારણે થાય છે. થાઇરોડ ના કારણે પણ આ સમસ્યા ઉભી થાય છે.
પ્રશ્ર્ન:- જીનેટિકથી અને ઉમર વધવાના કારણે વાળ ખરવાની સમસ્યા વધારે જોવા મળે છે તેમાં કેટલું તથ્ય છે?
જવાબ:- એ સાચી વાત છે વધતી ઉમરની સાથે વાળ ખરતા હોય છે આ સામાન્ય વાત છે. તેમજ નાની ઉમર જેવી કે ર૦ થી રપ વર્ષના ઉમરના યુવાનોના વાળ ખરે છે તે પણ અમારી પાસે સારવાર માટે આવતા હોય છે.
પ્રશ્ર્ન:- વાળ ખરવાની સમસ્યામાં પાણી કેટલો ભાગ ભજવે છે?
જવાબ:- એનું મુળ કારણ શેમ્પુ છે. અત્યારના શેમ્પુ ખુબજ કેમીકલ વાળા છે. તેના લીધે પણ વાળ ખસતા હોય છે તે માટે અમે લોકોને માઇલ્ડ શેમ્પુ વાપરવાની કરવાનો કારણે પણ વાળ ખરે છે.
પ્રશ્ર્ન:- વાળ ખરવાની સમસ્યામાં પ્રારંભમાં કઇ પ્રકારની સારવાર આપવામાં આવે છે?
જવાબ:-વાળ ખરવાની સમસ્યાના પ્રારંભમાં બે થી ત્રણ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે તે જેમાં વાળ ખરવામાં પી.આર.પી. ટ્રીટમેન્ટ છે. પ્લેટ લેટરીચ પ્લાઝમાં તેમાં તમારા પોતાના બલ્ડ લઇને અને બલ્ડની અંદરથી સેટ્રીફયુઝ કરીને પ્લેટ લેટસને એટ્રેકટેટ કરી છે. અને એ પ્લેટલેટસ જે વાળના ગ્રોથનો મોટો સ્ત્રોત છે. એ કારણે જે અમે તેમના ટ સુધી પહોચાડી છે. અને ત્યારબાદ તેમને ગ્રોથ મળે છે.
પ્રોટીન મળે છે અને તે સ્ટ્રોંગ બને છે. આ ટ્રીટમેન્ટ પાતળા વાળ માટે આપવામાં આવે છે.
પ્રશ્ર્ન:- હેર ટ્રાન્સ પ્લાન્ટ માં કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે?
જવાબ:- હેર ટ્રાન્સપ્લાન્ટથી આજની તારીખમાં લોકો ડરે છે. કે સર્જરી છે. પણ એ સામાન્ય રીતે હેર ટ્રાન્સ પ્લાન્ટ ખુબ જ સલામતી છે. આની અંદર એકદમ પાતળી સોયને ડોનર એરીયામાં ઇજેકટ કરીએ છે. એનેથેસીયા આપીને એ ભાગને સ્કુન કરી દે છે. જે એરીયામાં વાળ ની ખામી છે. ત્થા એક પછી એક ટીટ કરવામાં આવે છે. એને સરકયુલેશન મળવાથી ત્રણથી છ મહિનાની અંરદ રુટ જે નાખેલા છે. તેની અંદરથી વાળ આવવાનું ચાલુ થઇ જાય છે.
પ્રશ્ર્ન:- હિરેનભાઇ આપે આ ટ્રીટમેન્ટ કરાવેલી છે તો શું આ ખર્ચાળ થઇ ટ્રીટમેન્ટ છે?
જવાબ:- ખર્ચાની એવી લોકોમાં માન્યતા છે. લોકોમાં એવી માન્યતા છે. એવું છે નય કે ખર્ચાળ છે ડી.એન.સી. માં આ ટ્રીટમેન્ટ સરળ છે. અને ઓછી ખર્ચાળ છે.
પ્રશ્ર્ન:- હિરેનભાઇ સાથે કેટલા સમય પહેલા આ ટ્રીટમેન્ટ કરાવી હતી? કેટલો સમય ચાલી અને તેમાં દર્દ કેટલું થાય છે?
જવાબ:- મને પહેલા તો એવું હતું કે આ ટ્રીટમેન્ટ ખુબ જ દર્દનાક હશે પણ જયારે હું ડોકટરને મળ્યો અને ત્યારબાદ સર્જરી કરાવી ત્યારે ખબર પડી કે આ એટલી બધી પેઇન ફુલ થતી નથી. સાવ નઇ જેવું દર્દ થાય છે.
પ્રશ્ર્ન:- હેર ટ્રાન્સ પ્લાન્ટ કરાવ્યા પછી તેની માવજત કેવી રીતે કરવાની હોય છે?
જવાબ:- અમે એક મહિના સુધી હેર ટ્રાન્સપ્લાન્ટના દર્દીને કાળજી રાખવાનું કરીએ છીએ. જેમ કે સ્વીચ કરવાનું જીમ કરવાનું ટાળવાળુ કહીએ છીએ એક મહિના પછી દર્દી બધુ જ કરી શકે. છે. કોઇપણના કુદરતી વાળ હોય તેવી જ રીતે હેર ટ્રાન્સપ્લાન્ટ વાળા તેના વાળનો ઉપયોગ કરી શકે છે.
પ્રશ્ર્ન:- ટાલ પડે પછી લોકો સામાન્ય રીતે લધુતાગ્રંથી અનુભવતા હોય છે. તે મને કયાં કયાં મુશ્કેલીઓ અનુભવી પડતી હોય છે.
જવાબ:- થોડાક દિવસ પહેલા હું મારી બરોડા કીલનીક પર હતી અને ત્યા એ ભાઇ તેમના ફ્રેન્ડને લઇને આવેલા હતા એ ભાઇ સાવ સામાન્ય માણસ અને ખેડુત હતા ત્યારે તેમને કીધું કે તમે ચિંતા કરોમાં અહિ તમારી બધી તકલીફનું નિવારણ થઇ જશે.
પ્રશ્ર્ન:- ખોળો થાય તો તેના નિરાકરણ શું થઇ શકે ?
જવાબ:- લોકોની એવી માન્યતા છે કે ખોળો થાય તો તેલ લગાવો એટલે વાળ ખરતા બંધ થશે તેવી માન્યતા હોય છે. ખોળામાં તમે કયારે પણ તેલ ના લગાડો તે નુકશાન કરે છે. માત્ર વાળને સારા શેમ્પુથી વોશ કરવાની જરૂર હોય છે.
પ્રશ્ર્ન:- એક એવી પણ માન્યતા છે હેર ઓઇલ કરવાથી વાળ વધારે ઉગે છે. અમુક જાહેરાત પણ એવી આવે છે તેલ લગાઓ અને વાળ ઉગાઓ તો એમા કેટલું તથ્ય હોય છે.
જવાબ:- હેર ઓઇલ એ આપણા વાળના ટીટમાં જઇ શકતું નથી. એ માત્ર વાળની માવજત કરે છે. હેર ઓઇલથી વાળ નવા ઉગશે તેવી માન્યતા ખોટી છે. આજકાલ ઇન્ટરનેટ પર ડુંગળીના જયુસનુ પણ ચાલ્યું છે. એ બધાની અંદર કોઇ સાયન્સ નથી. આજે બધી ટ્રીટમેન્ટ અમે કરી છીએ એ સાયટીફિકલી પ્રમાણીત છે. એપ્રુવડ મેડીશીન થી લઇને અમેરીકા એપ્રુવડ છે જેને સાયન્સ પ્રમાણિતા કકરેલી છે. તો આ ટ્રીટમેન્ટ લેવી જરુરી છે.
પ્રશ્ર્ન:- હેર ટ્રાન્સ પ્લાન્ટમાં પણ અનેક પ્રકારો આવે છે. કયાં કયાં પ્રકારના હોય છે. તેમાં કેવી સારવાર કરવામાં આવે છે.
જવાબ- હેર ટ્રાન્સ પ્લાન્ટ મુખ્યત્વે બે રીતે કરવામાં આવે છે. થોડા સયમ પહેલાની વાત કરું તો એ પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું એફયુટી કહેવાનું એટલે કે ફોલ્યુકયુલર પ્લાન્ટ એની અંદર અમે લોકો સ્કીનની સાથે રૂટ કાઠતા હતા અને એક એક રૂટસને લઇને પછી બેસાડતા હતા. એના કારણે જે સ્ક્રીન કાઠવામાં આવતી ઘણી સ્કાર આવતા ડિચીસ લેવા પડતા તે ટ્રીટમેન્ટ અત્યારે જે છે તેનાથી વધારે સારી હાલની ટ્રીટમેન્ટ અમે લોકોને આવી છે. તેમાં હવે કોઇપણ જાતના ટાંકા લેવા પડતા નથી. તે માટે જ સર્જરી કરવી પડે છે. થોડાક દિવસમાં જ તે સામાન્ય જીવનમાં હોય તેવી રીતે હરી ફરી શકે છે.