વિશ્ર્વ એઈડ્સ દિવસના દિવસે એઈડ્સ પ્રિવનશન કલબ તથા આત્મીય કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આત્મીય કોલેજ ખાતે એઈડ્સના ચિન્હ રેડ રીબીન બનાવવામાં આવી હતી.
આ રેડ રીબીનમાં અંદાજે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એઈડ્સ પ્રિવેન્શન કલબના ચેરમેન અરૂનફદવે તથા આત્મીય કોલેજના પ્રિન્સીપાલ, શિક્ષકો તથા સ્વામી ત્યાગ વલ્લભ ઉપસ્થિત રહ્યાં હતા.
વધુમાં સ્વામીએ જણાવ્યું હતું કે, એઈડ્સને રોકવા માટે યુવાનોએ તથા શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને આ ઝુંબેશ ઉપાડવી જોઈએ અને સમગ્ર દેશમાંથી એઈડ્સને નાબુદ કરવો જોઈએ. એઈડ્સનું પ્રમાણ દિવસે દિવસે વધતુ જાય છે જે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.
આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું તેના કરતા અગમચેતી રાખી આપશે અત્યારથી જ એઈડ્સ માટે જાગૃતતા લાવવી એ ખૂબ જ જરૂરી છે. ‘અબતક’ મીડિયા હાઉસ દ્વારા એઈડ્સ જનજાગૃતિ કાર્યક્રમ માટે ડ્રોનના માધ્યમથી તસ્વીરો ખેંચવામાં આવી હતી