સાયકલોન વિખેરાતાની સાથે જ ગરમીમાં રાહત મળશે: હજી ત્રણ દિવસ હિટવેવની સંભાવના
છેલ્લા બે માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓને હજી ત્રણ દિવસ સુધી રાહત મળે તેવી કોઈ જ શકયતા નથી ગૂરૂવારે તાપમાનનો પારો થોડો ગગડયો હતો. પરંતુ અસહ્ય ઉકળાટના કારણે જનજીવન પરસેવે રેબ ઝેબ થઈ ગયું છે. સાયકલોન વિખેરાતાની સાથે ગરમીમાં થોડી રાહત થશે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૬.૭ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકાએ પહોચી જતા સવારના સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ પવનની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૧૮ કીમી રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૪૨.૯ ડિગ્રી નોંધાયું હતુ આગામી ત્રણ દિવસ સુધી હજી ગરમીથી રાહત મળે તેવા કોઈ જ અણસાર દેખાતા નથી.
ત્રણ દિવસ તાપમાનનો પારો ૪૩ થી ૪૪ ડિગ્રી આસપાસ રહેશે હાલ અરબી સમુદ્રમા સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જે ઓમાન તરફ ફંટાયા બાદ ગરમીમાં રાહત મળશે ટુંકમાં ત્રણ દિવસ સુધી હજી ગરમીનો સામનો કરવો પડશે. ગૂવારે તાપમાનનો પારો પટકાયો હતો છતા બફારાનું પ્રમાણ વધારે રહેવાના કારણે લોકો સતત પરસેવે નિતરી રહ્યા છે. હવામાન વિભાગના સુત્રોએ વિશેષમાં જણાવ્યુંં હતુ કે હાલ પ્રી.મોનસુન એકિટવીટી શ થઈ ગઈ છે. ૧૫મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ બેસી જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com