રિસ્ક બેઝડ રેવન્યુ મેનેજમેન્ટ વિષય ઉપર લેવાયેલા અસરકારક પગલાંને વિસ્તૃત રીતે રજૂ કરાયા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર (સીબીઆઈપી- ભારત સરકાર દ્વારા સ્થાપિત પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ) અને એસપીઇ ઇન્ડિયા સોસાયટી ઓફ પાવર એન્જિનિયર્સ વડોદરા ચેપ્ટરના સહયોગ દ્વારા “પાવર રિફોર્મ્સ – પ્રક્રિયા, અપેક્ષાઓ અને સિદ્ધિઓ” પર બે -દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવર રિફોર્મ્સના સ્વરૂપાંતરણને  પ્લેટફોર્મ પૂરું પાડવા માટે  અને વિવિધ સ્ટેક હોલ્ડરો  દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 25-26, મે, 2022 ના રોજ વડોદરા (ગુજરાત) ખાતે આ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

“પાવર રિફોર્મ્સ – પ્રક્રિયા, અપેક્ષાઓ અને સિદ્ધિઓ” ના ઉદ્દેશ્ય સાથે, વડોદરા કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર  દ્વારા ટેકનિકલ પેપર્સ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં પીજીવીસીએલના જનરલ મેનેજર (એફ એન્ડ એ) અને સીએફઓક્ધિતુ કુમાર મલકાન દ્વારા ” રિસ્ક બેઝડ રેવન્યુ મેનેજમેન્ટ” પરનું ટેકનિકલ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું અને ટેકનિકલ ચકાસણી બાદ આ પ્રેઝન્ટેશનને  વડોદરા કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં પી.જી.વી.સી.એલ.દ્વારા  અપનાવેલ શ્રેષ્ઠતા અને સૌથી અસરકારકતા  હાંસલ કરવા માટેના  નવીન ઉકેલોનું  વર્ણન  કરવામાં આવ્યું હતું. તેમાં જોખમના વિસ્તારો અને તેને ઘટાડવા માટે લેવામાં આવેલા અસરકારક પગલાંને વિગતવાર આવરી લેવામાં આવ્યા છે. આ પ્રેઝન્ટેશનને નેશનલ કોન્ફરન્સમાં અનેક નિષ્ણાંતોની વ્યાપક સ્વીકૃતિ મળી હતી અને દેશના વિવિધ ભાગોનાં સહભાગીઓ વચ્ચે તેને રજુ કરવામાં આવ્યું હતું.

પરિવર્તનએ સંસારનો  નિયમ હોવાથી, પી.જી.વી.સી.એલ.નો ઉદ્દેશ્ય નવીન તકનીકો અપનાવીને સતત સુધારણા કરવાનો છે જેથી આજના અનિશ્ચિતતાના સમયમાં જોખમોને અસરકારક રીતે દૂર કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.