તંદુરસ્ત વાતાવરણ નહીં બને ત્યાં સુધી સભાગૃહમાં પ્રેક્ષક ગેલેરીમાં લોકોને પ્રવેશ નહીં અપાય: વિપક્ષી નેતાને મેયરે રોકડુ પરખાવ્યું

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૮મી એપ્રીલના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠક મળનાર છે જેમાં આ વખતે પણ પ્રેક્ષક ગેલેરી ખાલી રહેશે. પ્રેક્ષકો માટે સભાગૃહમાં પ્રવેશ પ્રતિબંધ યાવત રાખવામાં આવશે તેમ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

ોડા સમય પહેલા મહાપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં હાજર અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો અને પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા લોકો હંગામો મચાવતા સભાગૃહમાં પહોંચી ગયા હતા. જેના કારણે છેલ્લા ત્રણ બોર્ડી પ્રેક્ષક ગેલેરીમાં કોઈને પ્રવેશ આપવામાં આવતો ની. આટલું જ નહીં જનરલ બોર્ડના દિવસે મહાપાલિકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ અને કોંગ્રેસના કર્મચારી કે અધિકારીઓને પણ ઓળખ કાર્ડ વિના પ્રવેશ આપવામાં આવતો ની.

આગામી ૧૮મી એપ્રીલના રોજ મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળનાર છે. ત્યારે આજે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને આજે સવારે ટેલીફોન કરી એવું પુછાણ કર્યું હતું કે, આ વખતે બોર્ડ બેઠકમાં પ્રેક્ષક ગેલેરીમાં લોકોને પ્રવેશ આપવામાં આવશે કે નહીં, ત્યારે મેયરે રોકડુ પરખાવી દીધું હતું કે, જયાં સુધી તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ નહીં ાય ત્યાં સુધી બોર્ડમાં પ્રેક્ષકો માટે પ્રવેશ પ્રતિબંધ યાવત જ રહેશે.

દરમિયાન પત્રકારો સો વાતચીતમાં મેયરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જનરલ બોર્ડની કાર્યવાહીમાં લોકોને એટલો બધો રસ હોતો ની. પરંતુ કોંગી કોર્પોરેટરો બોર્ડની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરવા પોતાના લોકોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડે છે તેવી વાત પણ ધ્યાને આવી છે. જેના કારણે સંપૂર્ણપણે તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ ન ાય ત્યાં સુધી પ્રેક્ષક ગેલેરીમાં લોકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.