સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનું નામ ફાઈનલ હોવાની ચર્ચા: ડે. મેયર પદ પાટીદાર મહિલાને સોંપાય તેવી શક્યતા
જુનાગઢ મહાનગરપાલિકામાં ચુંટણી પત્યા પછી આજે પ્રથમ વખત ચૂંટાયેલા નગરસેવકોનું પ્રથમ જનરલ બોર્ડ મળવા જઇ રહ્યું છે આ જનરલ બોર્ડમાં વિધિવત રીતે મહત્ત્વના પદો પર નિમણૂકો થવાની છે મહાનગરપાલિકાની ચૂંટણી શરૂ થાય તે પહેલાજ મેયર પદના ઉમેદવાર તરીકે ધીરુભાઈ ગોહેલની જાહેરાત કરવામાં આવી હતી આજે મેયર પદ સિવાયના અન્ય મહત્વના પદૌપર કોના નામની મહોર લાગે છે પાર્ટીનું મોવડીમંડળ કોના નામોની જાહેરાત કરે છે તે અંગે જબરુ સસ્પેન્સ સેવાઈ રહ્યું છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બમ્પર બહુમતિ સાથે જીત મેળવી છે આજે બપોરે ૧૨ વાગ્યાના સુમારે જુનાગઢ મહા નગરપાલિકાનું પ્રથમ જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે આ જનરલ બોર્ડમાં વિધિવત રીતે મહત્ત્વના પદો પર નિમણૂકો થવાની છે ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપે મેયર પદના ઉમેદવાર તરીકે ધીરુભાઈ ગોહેલ નું નામ જાહેર કર્યું હતું રાજકીય સૂત્રોના માનવા અનુસાર સ્વચ્છ અને સાફ પ્રતિભા ધરાવતા ધીરુભાઈ ગોહેલ ને મેયર પદ ના ઉમેદવાર તરીકે જાહેરાત કરતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના પ્રભુત્વવાળા વિસ્તારો તેમજ ધીરુભાઈ ગોહેલના વ્યક્તિગત વર્ચસ્વવાળા વિસ્તારોનું સરવૈયું મંડાઈ તો ૧૦થી ૧૨ સીટ પર પ્રભુત્વ જમાવવું ધીરુભાઈ ગોહેલ ના નામની મેયર પદ ના ઉમેદવાર તરીકે જાહેરાત કરતા શક્ય બન્યું હોવાનું રાજકીય સૂત્રો નું મંતવ્ય મળે છે મહાનગરપાલિકા મેયર સિવાયના અન્ય મહત્વના પદો ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા દંડક સહિતના પદૌપરની નિમણૂક માટે જબરી ઉત્તેજના સેવાઈ રહી છે ચૂંટાયેલા ૫૪ નગરસેવકોમાંથી મેયર પદ ને બાદ કરતા અન્ય ૫૩ નગરસેવકો માથી મહત્વના પદો ઉપર પક્ષનું મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રહ્યું છેલ્લા ગણત્રીના દિવસો થી શહેરમાં આ પદો માટે પસંદગી કોની થશે તેની અટકળો ચાલી રહી છે સાથે સાથે રાજકારણમાં પણ ખુરશીની ખેંચતાણ ચાલી રહી છે અન્ય સંભવિતોને પાડી દેવા રાજકીય કાવાદાવાઓ ચરમસીમાએ પહોંચ્યા છે ગત શનિવારે આવો જ એક કિસ્સો બહાર આવતા રહી જવા પામ્યો છે જુનાગઢ મહાનગરપાલિકા મા અદકેરા કદના ગણાતા એક રાજકીય આગેવાન ને પાડી દેવા એક મહિલાને હાથો બનાવી નિષ્ફળ ડ્રામા ની ચર્ચાઓ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો આ ઉપરાંત એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ચોક્કસ રાજકીય આગેવાનને પાડી દેવાના આશયથી ફરતી થઈ છે.
અમુક સામાજિક આગેવાનોની મધ્યસ્થીથી આખો એ મામલો થાળે પડ્યો હોય તેવુ હાલ લાગી રહ્યું છે અગાઉના શાસનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થી ખરડાયેલી પક્ષની ઈમેજ સુધારવા આ વખતે સ્વચ્છ અને સાપ પ્રતિભાશાળી વ્યક્તિઓ પર પસંદગી ના કળશો ઢોળાશે તેવું રાજકીય પંડિતો નું માનવું છે મેયર પદ પર બિરાજમાન થનાર ધીરુભાઈ ગોહિલ વિશે જાણીએ તો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ માં આગેવાન છે છેલ્લા ત્રીસ વર્ષથી પોતાના સમાજની ક્ધયા છાત્રાલય અને સ્કુલમાં તેઓ પ્રમુખ નો પદભાર સંભાળી રહ્યા છે આ ઉપરાંત અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘના હાલ ઉપાધ્યક્ષ છે માજી મંત્રી અને સાંસદ તેમજ અગ્રણી કેળવણીકાર મોહનભાઈ પટેલ સાથે તેઓએ ઘણું કામ કર્યું છે અને હાલ તેમના વડપણ નીચે ચાલતી સંસ્થાઓમાં તેઓ સંચાલક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે સ્વામી મંદિર જેતપુર માં પણ તેઓ હાલ ટ્રસ્ટી છે જુનાગઢ ખાદી ગ્રામ ઉદ્યોગ તેમજ કેશોદ ગ્રામ ઉદ્યોગમાં માનદ મંત્રી તરીકે ફરજ બજાવે છે બાંધકામ ક્ષેત્રમાં પણ અગ્રણી બિલ્ડર તરીકેની છાપ ધરાવે છે તેમજ આ વ્યવસાયમાં ઘણી જાણીતી હસ્તીઓ સાથે તેઓ સંકળાયેલા છે જુનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે કેવો ૧૫ વર્ષ સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂક્યા છે બિલ્ડર્સ એસોસિયેશન જૂનાગઢના તેઓ ચેરમેન છે લાયન્સ ક્લબના ૩૫ વર્ષથી સભ્ય રહી ચૂક્યા છે
ધીરુભાઈ મૂળ વિસાવદર ના વતની છે સામાન્ય પરિવારમાંથી આવતા ધીરૂભાઇએ છેલ્લા ચાર દાયકાથી જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી છે સતત પરિશ્રમી પરોપકારી નિષ્ઠાવાન ધાર્મિકતા જેવા સદગુણો ધરાવતા આ વ્યક્તિ પાસે થી જૂનાગઢની જનતાએ ઘણી આસ લગાવી છે મેયર પદ ને બાદ કરતાં અન્ય પદો ની ખુરશી માંટૈ હાલ અણીના સમયે પણ ખેંચતાંણ ચરમસીમાએ પહોંચી છે સમગ્ર જૂનાગઢની જનતાની નજર આજે મળનારા જનરલ બોર્ડ પડશે.