રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બેઠકમાં કોર્પોરેટરો પ્રશ્ર્નો પૂછતાં હોય છે જેના જવાબો અને માહિતી સાધારણ સભામાં મ્યુનિસિપલ કમિશ્નરે આપવાની હોય છે અને સભામાં ચર્ચામાં લેવામાં આવેલ પ્રશ્ર્નોના જવાબ મ્યુનિસિપલ કમિશ્નરે જનરલ બોર્ડમાં જ આપવાના હોય છે અને જે કોર્પોરેટરના પ્રશ્ર્નોના જવાબ જનરલ બોર્ડમાં ચર્ચામાં ના આવ્યા હોય તે તમામ પ્રશ્ર્નોના જવાબો અને માહિતીઓ જનરલ બોર્ડ પૂર્ણ થયા થી એક દિવસમાં કોર્પોરેટરના ઘરે રજીસ્ટર એડી દ્વારા મોકલી આપવામાં આવે છે અને આ પ્રકારની નિયમાનુસાર પદ્ધતિ રાજકોટ મહાનગરપાલિકાની છે. તેમ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યુ હતુ.
રાજકોટ મહાનગરપાલિકામાં તા.૧૯/૧૦/૨૦૧૯ના રોજ મળેલ દ્વિ માસિક સાધારણ સભામાં કોંગ્રેસના વોર્ડ નં.૧૬ના મહિલા કોર્પોરેટર રસીલાબેન સુરેશભાઈ ગરૈયા દ્વારા રાજકોટની જનતાના આરોગ્ય, પ્રિમોન્સુન કામગીરી, રોડ રસ્તા, લાઈટ, પીવાના પાણી અને વરસાદી પાણીના નિકાલ, ગટર વ્યવસ્થા, જેવા અનેક પ્રાણ પ્રશ્ર્ને વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવામાં આવેલ હતો જયારે જેના જવાબમાં આરોગ્ય અધિકારી દ્વારા ઉડાઉ જવાબ આપેલ છે તેમજ બિન જરૂરી માહિતી, ખોટા અને અધૂરા અને અપૂરતી માહિતીઓ આપેલ છે તે બાબતે મ્યુનિસિપલ કમિશ્નર આ બાબતે શું પગલા લેશે તેમજ શું દંડનીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરશે તેવો વેધક સવાલ પણ કરેલ છે તેવું વશરામભાઈ સાગઠીયાની યાદીના અંતમાં જણાવ્યું છે.