ઓબ્ઝર્વર સહિત ઉચ્ચ અધિકારીઓની સમિક્ષા

નાયબ ચૂંટણી અધિકારી પ્રજાપતિ, ના.મા. પૂલીન ઠાકર, ડીવાય.એસ.પી. પંચાલની ઉપસ્થિતિ

ભૂજ ખાતે જનરલ ઓબ્ઝર્વર ધર્મેન્દ્રસીંઘે મતગણતરી સેન્ટર ખાતે રૂબરૂ મુલાકાત લઇને મતગતરી સેન્ટર ખાતે મતગણતરી માટેની સમગ્ર વ્યવસ્થા જેવીકે ઇ.વી.એમ. મશીન માટેનો સ્ટ્રોંગરૂમ, કાઉન્ટીંગ માટેનો સુનિશ્ચિત કરાયેલ એરીયા, કાઉન્ટીંગ સ્ટાફની બેઠક વ્યવસ્થા, સી.સી. ટી.વી કેમેરા, કંટ્રોલ રૂમ, કાઉન્ટીંગ એજન્ટની બેઠક જેવી વિવિધ બાબતો અંગેની   વ્યવસ્થા ખાસ કરીને કોરોના સંદર્ભે સોશિયલ ડિસટન્સીંગ અને અન્ય માર્ગદર્શિકાઓનું પાલન થાય તે બાબતને સુનિશ્ચિત કરવા અંગે સમીક્ષા કરી હતી. તથા જરૂરી સુચનો કર્યા હતા.

આ તકે પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિ, નાયબ મામલતદાર ચૂંટણી શ્રી પુલીનભાઇ ઠાકર, ડી.વાય.એસ.પી.શ્રી જે.એન. પંચાલ તથા ચુંટણી શાખાનો સ્ટાફ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.