સુરેન્દ્રનગર અને ધોરાજીમાં નાગરિકતા કાયદાના સર્મનમાં રેલી અને આવેદન જ્યારે ખંભાળીયા, વેરાવળ અને પાલિતાણામાં વિરોધના સુર

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા નાગરિક સંશોધન બીલનો સૌરાષ્ટ્રમાં વિરોધ અને સર્મન બન્ને ઈ રહ્યાં છે. ગઈકાલે સુરેન્દ્રનગર અને ધોરાજીમાં આ બીલના સર્મનમાં અલગ અલગ સામાજીક સંસઓ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો પાલિતાણા, ખંભાળીયા અને વેરાવળ સહિતના ગામોમાં નવા નાગરીકતા કાયદાના વિરોધમાં વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર

Screenshot 2019 12 21 08 58 34 025 com.whatsapp 1

સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરીકતા સંશોધન બિલના સમર્થનમાં રેલીનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત શહેર સહિત તાલુકા વિસ્તારોમાં રેલી યોજી બીલના સમર્થનમાં આવેદન પાઠવવામાં આવશે. જેનો પ્રારંભ સુરેન્દ્રનગરથી શનિવારે વિશાળ રેલી યોજી આવેદન પાઠવનાર છે. ભારતમાં નાગરીકતા સંસોધન કાયદા અને એનઆરસી બીલ પ્રશ્ને વિરોધ અને સમર્થન અને રેલીઓ યોજાઇ રહી છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં હિંસક ઘટનાબાદ ઝાલાવાડમાં સમર્થન રેલીનું આયોજન કરાયુ છે. જેના માટે રાજકોટ નાગરીક બેંક ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં સંવિધાન બચાવો મંચના ઉપક્રમે તા.૨૧-૧૨-૧૯ના રોજ શનિવારે બપોરે વિશાળ રેલી યોજવાની જાહેરાત કરાઇ હતી. જેમાં વિશ્વ હિન્દુ પરીષદ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, એબીવીપી, ભાજપ સહિતની સંસ્થાઓએ સુચનો કર્યા હતા. સુરેન્દ્રનગરના મેગામોલથી બપોરે ૩ કલાકે આ રેલી શરૂ થઇને કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પાઠવશે. આ રેલીમાં જોડાવા ધાર્મિક, શિક્ષણ અને સ્વૈચ્છીક સંસ્થાઓને અપીલ કરાઇ છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી સહિતના તાલુકા મથકો પર પણ રેલી યોજાનાર છે.

ધોરાજી

20191221 085723

ધોરાજીમાં તમામ સામાજિક સંસ્થા ઓ દ્વારા સીએબી અને એનઆરસી બીલનાં સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમાં સંવિધાન બચાવોનાં બેનર સાથે આવેદનપત્ર પાઠવવામાં અને શાંતિનાં માહોલમાં આ આવેદનપત્ર પાઠવ્યું અને પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

પાલિતાણા

IMG 20191220 192257

સમગ્ર દેશમાં નાગરિક સંશોધન કાયદો અને એન.આર.સીનો વિરોધ થી રહ્યો છે ત્યારે ભાવનગર જીલ્લામાં પણ ઠેર થે મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, પાલીતાણા ખાતે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ અને રેલી યોજી નાયબ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું, જો કે રેલી ને એક સમયે પોલીસ દ્વારા રોકી દેવાની ફરજ પડી હતી.

વેરાવળ

IMG 20191220 WA0582

વેરાવલમાં સુન્ની મુસ્લીમ જમાત દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પારીત કરવામાં આવેલ ઈઅઇ અને ગછઈ ના કાયદાને તાત્કાલિક અસરથી નાબૂદ કરવા માંગ સાથે ડે.કલેકટરને આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્ર દેવામાં સંસ્થાના પ્રમુખ હાજી અ. મજીદ દિવાન, ઉપ પ્રમુખ અબ્દુલ ગની ગૌરી, હનીફભાઈ પંજા, અલી મહમદ ખત્રી, મહમદ હુસેન મુગલ, હાજીભાઈ પંજા હાજર રહેલ હતા.

ખંભાળિયા

ખંભાળિયામાં સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા નાગરિક બીલના સુધરાનો વિરોધ કરવા સો આવેદન આપવામાં આવ્યું હતું. ધસેડિયા પીરના દરગાહમાં સમાજના લોકો એકઠા યા હતા અને ત્યાંી ૪ કિ.મી. દૂર આવેલ કલેકટર કચેરી સુધી શાંતિપૂર્વક ફોર વ્હીલ તા ટુ વ્હીલ વાહનોની રેલી ભારતના ઝંડા સો કાઢવામાં આવી હતી. માર્ગમાં કોઈ જાતના સુત્રોચ્ચાર નહીં પરંતુ પોસ્ટર દ્વારા તેમની માંગણી દર્શાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સહેજ માત્ર તંગદીલી વગર શાંતિપૂર્વક સંપન્ન યો હતો. પ્રવચનમાં આગેવાનો દ્વારા પોલીસે રેલી માટે આપેલ મંજૂરી તા યોગ્ય શિસ્તબધ સહકાર આપ્યા બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. સનિક પોલીસ દ્વારા ચપ્પે-ચપ્પે પર યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

ગીર સોમના જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ: સતત પોલીસ પેટ્રોલીંગ

ગીર સોમના જિલ્લામાં એનસીઆરને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૧૪૪ કલમ લગાવવામાં આવી છે. તેને ધ્યાનમાં લઈ કોડીનારમાં ડીઆઈજી અને એસપીની સુચનાી કોડીનાર નવયુવક પીઆઈ જી.કે.ભરવાડ, પીએસઆઈ સોલંકી, પીએસઆઈ દવે, પીએસઆઈ માલી તેમજ ડી-સ્ટાફ ટાઉન અને તમામ પોલીસ સ્ટાફને શહેર અને તાલુકામાં સઘન પેટ્રોલીંગ અને હાલમાં પણ પેટ્રોલીંગ રાત-દિવસ શરૂ છે. પીઆઈ જી.કે.ભરવાડ, પોલીસ સ્ટાફ સો સઘન પેટ્રોલીંગ કરી રહ્યાં છે. તેમજ કોડીનાર તાલુકામાં અસામાજીક પ્રવૃતિ તેમજ રોમીયોગીરી કરનાર ભુગર્ભમાં જોવા મળી રહ્યાં છે અને પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફની સુંદર કામગીરીને પ્રજાજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.