સ્ત્રી સશકિતકરણ માટે પ્રેરણા જન્મે
તારણોમાં સ્ત્રીઓની ૫રિસ્થિતિ, અંધશ્રઘ્ધા, વહેમો, રૂઢીઓ, માન્યતાઓ, અજ્ઞાનતા, કુરિવાજો જેવા અનેકવિધ દૂષણો સમાજમાં જોવા મળી રહ્યા છે
મહિલાઓ લોક જાગૃતિ કેળવી અને સહકાર આપે, ભાગીદારી કેળવે અને સામેલ થાય તો જ તેમની બાળાઓનું જીવન ઘડતર કરી સારા નાગરિક બનાવી શકે
શાળામાં શિક્ષણ મેળવતી બાળઓના વિચારમાં સ્ત્રી સશકિતકરણની પ્રેરણા જન્મે અને સ્વની અનુભૂતિ સાથે વ્યકિતગત વિકાસની ભાવના કેળવાય તે જરૂરી છે. તેના વ્યકિતગત ઉત્થાન માટે બાળાઓમાં દરેક પ્રવૃત્તિમાં સામેલ થવાની તત્પરતા કેળવાય તે માટે વર્ગ વ્યવહાર, વર્ગ શિક્ષણ, અભ્યાસક્રમ તથા સહઅભ્યાસિક પ્રવૃતિઓ, દ્રષ્ટાતો, પુરક સાહિત્ય, સંદર્ભ સાહિત્ય દ્વારા માનસિક રીતે પ્રોત્સાહ પુુરૂ પાડવામાં આવે છે. સમાજમાં રહેલી સ્ત્રી અને પુરૂષ વચ્ચેની અસમાનતાને પાયામાંથી દૂર કરવા માટે જેન્ડર એજયુકેશન અંતર્ગત સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાનતાનો દ્રષ્ટિકોણ વિકસાવવો જરૂરી છે.આ એક મહત્વનો અને ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે, જયારે જયાં પણ સમુહમાં કે વ્યકિતગત રીતે બહેનો હોય કે ભાઇઓ સાથે ચર્ચા થાય છે ત્યારે જે સદીઓથી ચાલતા આવ્યા છે એ વિચારોને સ્ત્રીઓ એ રોજીંદી વિદચર્ચામાં સ્વીકારી લીધા છે. એમાં એમને કોઇ ફેરફાર થઇ શકે એવી શકયતાઓ લાગતી નથી અથવા એ વિશે એમણે વિચાર્યુ પણ નથી. ઘણીવાર એમને લાગે છે કે એમની સ્થિતિમાં બદલાવ આવવો જોઇએ પરંતુ તેઓ દુ:ખ વેઠવું એ જ એમની નિયતિ, ભાગ્ય અને એમની ‘કરમ’ને લીધે ભોગવે છે એમ માને છે.એ ખાસ ઘ્યાન રાખવાની જરૂર છે કે જેન્ડર અવેરનેસ લાવવી એટલે પુરૂષ પાસેથી સ્ત્રીને સત્તા સોંપવી કે સત્તા પરિવર્તન લાવવું એ નથી. પરંતુ આજની પરિસ્થિતિને ઘ્યાને રાખીને વિચારીએ તો, સ્ત્રીનો તથા સ્ત્રીના અસ્તિત્વના સમાજમાં જે ‘અસ્વીકાર’ છે, એનો સ્વીકાર કરવાનો છે. એમની ભૂમિકાને સ્પષ્ટ કરવાનો છે. જયારે જયારે પણ બહેનો સાથે વાતચીત કરી છે ત્યારે તેમની તરફના જે પ્રતિભાવો મળ્યા છે તે દર્શાવે છે કે એમને પોતાને જ પોતાની જાતની ઓળખ નથી, એમના કાર્યના મહત્વ અને યોગદાનની પણ સમજ નથી. તેઓ જે કરી રહ્યા છે તે એમની ફરજ છે અને તેઓ જે ભોગવી રહ્યા છે તે એમનું ભાગ્ય છે. એમનામાં એટલી બધા હતાશા છે કે એમને આ પરિસ્થિતિમાં કોઇ બદલાવ આવી શકે એવી શકયતા દેખાતી જ નથી.
રાજયના તમામ જીલ્લાઓમાં જુદી જુદી સ્વૈચ્છીક અને શૈક્ષણિક સંસ્થાઓ મારફતે એસ.એ.એસ. કરાવવામાં આવ્યું જેના તારણોમાં સ્ત્રીઓની પરિસ્થિતિ, અંધશ્રઘ્ધા, વહેમો, રૂઢીઓ, માન્યતાઓ, અજ્ઞાનતા, કુરિવાજો જેવા અનેક વિધ દુષણો જોવા મળ્યા, ક્ધયાઓને ભણતી કરવા વાલીઓનો સંપર્ક કરવો, પ્રતિભાવો જાણવા અને પ્રશ્ર્નો જાણી પ્રોત્સાહન આપી પ્રેરણાબળ પુરુ પાડવું અને ધીમે ધીમે રૂઢીચુસ્ત ખ્યાલોમાં હકારાત્મક પરિવર્તન કરવાનો અભિગમ કેળવવું પડશે. આ અભિગમ દ્વારા લોકજાગૃતિ કેળવવી અને મહિલાઓ સહકાર આપે, ભાગીદારી કેળવે અને સામેલ થાય તો જ તેમનાી બાળાઓનું જીવન ઘડતર કરી તે સારા નાગરીક બનાવી શકે, એવા હેતુને ઘ્યાને લઇ આ જેન્ડર અવેરનેસની તાલીમનું આયોજન કરી બહેનો દ્વારા જ બહેનોમાં એક ‘સ્વ’ ની ઓળખને એમના પોતાનામાં એક ચેતના જગાવવાનો પ્રયાસ છે જેન્ડર અંગેની જાગૃતિ સમાજમાં આવે તે સમાજની પરિપૂર્ણતા માટે ખુબ જ જરૂર છે અને સમાજના આગેવાનો, ધાર્મિક નેતાઓ વગેરે તમામ એ સમાજમાં આ જાગૃતિ લાવવા અથાગ પ્રયાસો કરવા પડશે તો જ મહિલાઓને તેમનું ઉપર્યુકત સ્થાન આપી શકાશે.
આજનો સમાજ ‘પુરૂષ પ્રધાન’ સમાજ છે એ પુરૂષ પ્રધાન એટલા માટે કહેવાય છે કે કુટુંબની કે સમાજની કોઇપણ પ્રકારની પ્રવૃતિમાં આખરી નિર્ણય તો પુરૂષ જ કરે છે. દેખાવ ખાતર સ્ત્રીઓને અમુક તકો હવે અપાય છે પરંતુ આવી બાબતોમાં છેવટનું વિશ્ર્લેષણ એ વાત સ્ત્રીઓની કહેવાતી સ્વતંત્રતા દેખાવ પૂરતી જ છે અને સ્ત્રીઓને સીધી અથવા આડકતરી રીતે પુરૂષોની સર્વોપરીતા સ્વીકારવી જ પડે છે. આવી પરિસ્થિતિ વેદકાળમાં ન હતી. સ્ત્રીઓને શિક્ષણ અપાતું, વેદોનો અભ્યાસ કરાવાતો અને તેઓને સર્વપ્રકારની વિદ્યા ભણવા-ભણાવવાનો અધિકાર પણ હતો. અત્યારની પરિસ્થિતિના જે કારણો છે તેની વિગતમાં ન ઉતરતા એટલું ટુંકમાં સ્પષ્ટ કરીએ કે વેદકાળમાં સ્ત્રી પુરૂષ વચ્ચે કશો જ ભેદભાવ ન હતો.
સમજ જતા રાજકીય પરાધિનતા તથા શિક્ષણના અભાવે તેમજ સમાજની રૂઢિચુસ્તતા અને પરિવર્તનના અણગમાએ સ્ત્રીઓને પડધા પાછળ ધકેલી દેવાઇ જેને પરિણામે તેઓ સ્વયં પુરૂષોની પ્રધાનતાને સ્વાભાવિક પણે સ્વીકારતી થઇ ગઇ, આવી પરિસ્થિતિમાં પણ સમાજની ઉદારચરિત્ર વ્યકિતઓ દ્વારા સ્ત્રીઓને સમાજમાં પોતાના સ્થાન અંગે સભાન કરવાના અને પુરુષોને તેની અગત્યતા સમજાવવાના પ્રયત્નો થતાં જ રહ્યા છે.
સર્વ શિક્ષા અભિયાન- ડીપીઇપી કાર્યક્રમમાં જેન્ડર એજયુકેશનને આ કાર્યક્રમની પુર્ણતા માટેનું અગત્યના પરિણામ તરીકે સ્વકાર્યુ છે અને એના માટે આ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર એજયુકેશન પર ખાસ ભાર મુકી અને એના કાર્યક્રમ આલેખનમાં અગત્યતા આપી છે. જેન્ડરના પ્રશ્ર્નોની ચર્ચા કરીએ તે પહેલા આપણે એ સમજવું અગત્યનું છે કે પહેલા આપણે સ્ત્રી પુરૂષ બંનેને એક જ ફોરમ પર એક જ સ્તરે લાવીશું પછી જ વિકાસની પ્રક્રિયા તરફ આગળ વધી શકીશું. આ કારણસર જ બાળાઓના શિક્ષણ પર સર્વ શિક્ષા અભિયાન-ડીપીઇપી કાર્યક્રમમાં ખાસ ભાર અપાયો છે.
વિકાસશીલ સંસ્થાઓ કે જે સ્ત્રીઓના ઉત્કર્ષ માટે સક્રિય કામગીરી કરે છે અને વિકાસની પ્રક્રિયામાં સહકાર ઇચ્છે છે તે સંસ્થાઓએ ગંભીરતાપૂર્વક મહિલાઓના પ્રશ્ર્નો સમજવા માટે પ્રયત્ન કરવા જોઇએ, વિકાસની પ્રક્રિયામાંથી મહિલાઓને વંચિત રાખી ન શકાય, આ પ્રક્રિયા મહિલાઓને સહભાગી કર્યા વગર પૂર્ણ કરી શકાય નહિ. કોઇપણ સમાજ કે સંસ્થા મહિલાઓની અવગણના ન કરી શકે. મહિલાઓના પ્રત્યનો, ધગશ, શકિતને ગુમાવવાનું પાલવી ન શકે. તેમ છતાં આવું બનતું આવ્યું છે અને વિકાસની પ્રક્રિયામાં મહિલાઓની ભૂમિકાને મહત્વ આપવામાં આવતું નથી. આમ વિકાસની પ્રક્રિયામાં મહિલાઓને સામેલ કરવાની બાબત સ્ત્રી સમાનતાના હકકની બાબતથી પણ વિશેષ જરૂરિયાતની બની રહે છે.
વર્ગ શિક્ષણમાં જેન્ડર એજયુકેશન
એક માત્ર સ્પષ્ટપણે સમજી લેવાની છે કે કુમળી વયના બાળકોને પ્રાથમીક શિક્ષણ આપવાના તબકકે જે કાંઇ શિક્ષક દ્વારા સમજાવવામાં શિખવવામાં આવવાનું છે તે તેમના મનમાં સચોટ ઠસી જાય છે. કારણ કે તેમને તો શિક્ષણ જે કાંઇ શીખવે સમજાવે તે તેને માટે બ્રહ્મવાકય જ હોય છે તેથી તે બાળક કદી વિસરતું નથી. એનો અર્થ એમ પણ થાય કે શિક્ષક નિશ્ર્વય કરે તો સમાજ સુધારવાની આ જવાબદારી સુંદર અને અસરકારક રીતે બાળકોમાં ઠસાવી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો શિક્ષકો જો તેમનો યોગ્ય સ્વરૂપનો અભિગમ દર્શાવે તો આમાં ખુબ જ મહત્વનું પ્રદાન કરી શકે છે.
શિક્ષકનો અભિગમ પાયાનું મહત્વ ધરાવતો હોવાથી કાર્યશાળામાં શિક્ષકના વલણ અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ અને શિક્ષકોએ આ શિક્ષણ કાર્ય પ્રત્યે કઇ રીતની સભાનતા જાગૃતિ કેળવવી આવશ્યક છે.
આ વિચારણાના અંતે એવું સ્પષ્ટ થયું કે વર્ગ શિક્ષણમાં પ્રાકૃતિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિમાં કશો જ ફેરફાર કરી શકાય તેમ નથી અને બાકીના મુદ્દાઓમાં સ્ત્રી-પુરૂષની ભાગીદારી સ્વીકારીને આગળ વધીએ તો ધીરે ધીરે બદલાવ લાવી શકાય તેથી આવા પ્રયત્ન સાઘ્ય સુધારાઓ પર ઘ્યાન કેન્દ્રિત કરી તે અંગે આપણે કાર્યનો આરંભ કરવો એવો સર્વ સંમત સૂર નીકળ્યો અંતે બાળકોનો એમના પાયાના શિક્ષણમાં જ આવા સંસ્કાર આપી શકાય.
આરંભમાં જાતીય (જેન્ડર) સમાનતા, સભાનતા એટલે શું? તેની ચર્ચા કરી સમજણ આપવામાં આવી બાળક જન્મે ત્યારે જ નર અથવા નારી રૂપે જન્મે છે. પછી સામાજીક વાતાવરણમાં તે ક્ધયા અને કુમાર રૂપે ઓળખ પ્રાપ્ત કરે છે અંતે સમયના વહેણ સાથે તે સ્ત્રી અથવા પુરૂષ બને છે તથા તે પ્રમાણે તેમને કેવા પ્રકારનું વર્તન, ભૂમિકા અને પ્રવૃતિઓ યોગ્ય છે તે શિખવવામાં આવે છે, પરિણામે આ વર્તણુંક તેની જાતીય સભાનતાની ભૂમિકા નિશ્ર્વિત કરે છે.
આટલું વિચારાયા પછી વર્ગખંડમાં શું કરવું જરૂરી છે? અં અંગે સમુહ ચર્ચા કરી શિક્ષા અભિયાનના ઘ્યેય પ્રશ્ર્ન-ઉત્તર સ્વરુપે નીચે મુજબ સ્પષ્ટ થાય છે.
* અનુરૂપ કાર્યમાં કુમાર-ક્ધયાની સમાન અને સફળ/સક્રિય ભાગીદારી, સમાન તકો માટે જે યોગદાન
* ક્ધયાઓને વધુ સક્રિય બનવા પ્રોત્સાહિત કરવી, શિક્ષકો અને સમાજે આ જવાબદારી ઉપાડવાની તૈયારી બતાવવી પડશે.
* શિક્ષકો આ કાર્ય માટે હકારાત્મક (પોઝીટીવ) વલણ કેળવે અને અમલમાં મૂકે
જો શિક્ષકો ઇચ્છિત પરિણામ મેળવવા યોગ્ય વલણ અપનાવે તો ક્ધયાઓ ભણવા માટે વધુ ઉત્સાહી બનશે અને પરિણામો ક્ધયા-કુમારની સરખી, સફળ અને સ્થિર ભાગીદારી સ્થાપિત થઇ એમને ગુણવતા લક્ષી શિક્ષણ સિઘ્ધ કરાવશે. આજ કારણસર શિક્ષકનું ક્ધયા કેળવણી અંગેનું વલણ પાયાનું મહત્વ ધરાવે છે.
જાતીય (જેન્ડર) સમાનતાની ચેતના પ્રગટાવતા શિક્ષણ અંગે સમાજમાં જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે. જેન્ડર શિક્ષણ એટલે ‘સ્ત્રી-પુરૂષ સમાનતા માટેની લડત નથી અથવા તો તે મહિલાઓના હકકો માટેનું આંદોલન પણ નથી’ આવું શિક્ષણ પુરૂષો જે સત્તા ભોગવે છે તેવી જ સત્તાનો સ્ત્રીઓને આપવા માટેની પ્રવૃતિ નથી કે જે જે કાર્યો પુરુષો કરે છે તે તે બધા જ કામો સ્ત્રીઓને સોંપવામાં આવે એવી ચળવળ પણ નથી.
આ શિક્ષણનો હેતુ તો કુદરતે જે સ્ત્રી-પુરૂષ નિર્માણ કર્યા છે તેઓ પરસ્પરના સહકારથી આ સુંદર સૃષ્ટિને ભેદભાવ રહિત અને પરસ્પર વિશ્ર્વાસ અને પરસ્પર વિશ્ર્વાસ અને સ્નેહપૂર્વક સમર્પિત થઇ ન કોઇ નીચી-હલકી અથવા ન કોઇ સત્તાધીશ-સેવક પરંતુ વિશ્ર્વમાં સ્નેહ સંતોષ અને સુખનો પ્રાદુર્ભાવ કરે તે છે.એટલે જ વ્યવહારમાં જાતીય (જેડન્ર) શિક્ષણમાં કુમારો કે ક્ધયાઓમાં આવી સંવેદનશીલતા જાગૃત થાય તેને પોષણ રહે કોઇપણ એવા ક્ષેત્રમાં જયા કુમારો કે કુમારીઓ સરખી સક્ષમતાથી કાર્ય કરી શકતી હોય ત્યાં તેમને કશા જ ભેદભાવ સિવાય સરખી તક આપવી એ સરકાર સમાજ અને ન્યાયતંત્રની પવિત્ર ફરજ બની રહેવી જોઇએ.