આજે તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૩ એટલે એક એવા વ્યક્તિ ની જન્મ તારીખ કે જેને “રોમાન્સના બાદશાહ” કહેવામાં આવતા તે એટલે જેમિની ગણેશન .
જેમિની ગણેશન એક બીજી પણ ઓળખાણ ધરાવે છે તેઓ સુપર સ્ટાર રેખાના પિતા પણ છે અને હા એ વાસ્તવિકતા છે કે તેઓ એ વાતનો સ્વીકાર ન કરતા રેખાને ક્યારેય પણ પોતાનું નામ નહતું આપ્યું. આ વાતનો ખુલાસો રેખાએ પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. પરંતુ જેમિની ગણેશનના કરિયર વિશે વાત કરવામાં આવે તો તેણે ઘણા જ અલગ અલગ પડાવમાંથી પસાર થયું પડ્યું છે .
ગણેશનનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પ્રતિષ્ઠિત મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતક થયા અને તે દિવસોમાં ફિલ્મ જગતમાં પ્રવેશનારા થોડા સ્નાતકોમાંના એક હતા. ગ્લેમરસ જગત માટે તેમણે રંગભૂમિનો પરંપરાગત માર્ગ અપનાવ્યો ન હતો. તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં રસાયણશાસ્ત્ર વિભાગમાં લેક્ચરર તરીકે પ્રથમ નોકરી લીધી. ગણેશનને તેમની પ્રથમ ફિલ્મમાં શ્રીમતી માલિની સાથે કામ કરવાની તક મળી. આ પછી ચક્રવર્તી રિલીઝ થઈ, જેમાં તેણે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી. જો કે, તેમણે 1953માં થાઈ ઉલ્લમની ભૂમિકા ભજવી ત્યાં સુધી લોકોએ તેમની એક અભિનેતા તરીકે નોંધ લીધી ન હતી. પછીના વર્ષે, તેણે હીરો તરીકે બઢતી આપવામાં આવી હતી . ફિલ્મમાં તેમની સાથે તેમની જોડી સાવિત્રી હતી, જેમિની ગણેશે ઉત્સુક પ્રેમીની સંવેદનશીલ ભૂમિકાઓ સાથે પોતાનું સ્થાન જાળવી રાખ્યું.
તેમના ચાહકોમાં કાધલ મન્નાન તરીકે પ્રેમથી જાણીતા થયા છે. ગણેશને તેમના પોતાના ચડાવના દિવસો માં બોક્સ ઓફિસની સંખ્યાબંધ હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને 1971માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.તેમના જીવન વિષે વાત કરવામાં આવે તો તેમની પત્નીઓની સંખ્યા વિષે એક ચોકસ આંકડો નથી પરંતુ એવું કહેવાઈ છે કે લામેલુ , સાવિત્રી અને પુષ્પાંજલિ તેમની પત્નીઓ હતી.
આમ તો તેમને પોતાના જીવન દરમિયાન ઘણી મુવી આપી છે અને દર્શકોના મન મોહી લીધા છે. તેમને તેલુગુ કન્નડ મલયાલમ અને હિન્દી મુવીસ પણ આપેલ છે.પોતાના સમયના દિગ્ગજ સુપર સ્ટાર અને એ સમયના કહેવાતા “રોમાંસ કિંગ” નો આજે બર્થ એનીવર્સરી છે.