ડાયનામીક ચેસ એકેડેમી દ્વારા સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે ઓપન સૌરાષ્ટ્ર ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા ૧ર૦ જેટલા બાળકો અને ૭ વડીલોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં અતિથિ સ્વરુપે પધારેલા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત અને મ્યુનિ. કમિશ્નર બંધાનીધી પાનીએ પણ સામ સામે ચેસના દાવપેચ ખેલ્યા હતા.પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડાયનેમીક ચેસ એકેડમી દ્વારા સૌરાષ્ટ્ર ઓપન રેપીડ ચેસ ચેમ્પીયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૧ર૦ જેટલા નાના બાળકો અને સાત જેટલા વડીલોએ ભાગ લીધો છે. સૌથી સારી બાબત છે કે વેકેશનનાં સમયમાં બાળકો બીજી પ્રવૃતિ કરે તેના બદલે ઇન્ટેલીઝન્ટ ગેમ રમે જેથી બુઘ્ધિનો વિકાસ થાય છે.રાજકોટ શહેરે ખુબ સારા પ્લેયરો દેશને આપેલા છે ત્યારે આ પ્રકારના આયોજન થતી રહે તે ઇચ્છનીય છે.ડાયનામિક ચેસ એકેડમીને આ ટુર્નામેન્ટ આયોજન બદલ હું બીરદાવું છું.
મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે ચેસના લીધે બાળકો પોતાની સ્ટડીમાં ઉન્નતિ કરી શકે છે ડાયનેમીક ચેસ એકેડમી દ્વારા આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. તે આનંદની બાબત છે અને ભવિષ્યમાં ભારતના અને ઇન્ટરનેશનલ રેટીંગ પ્રાપ્ત બાળકો પણ અહીયા આવે અને રાજકોટના બાળકો સાથે પાટીસિયેટ કરે અને રાજકોટના બાળકો તેમને હરાવે તેવી હું શુભેચ્છા પાઠવું છું.સ્પોર્ટ ક્ષેત્રે છે તે પ્રમાણે ચેસને ખાસ વ્યવસ્થા મળે તે માટે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન હંમેશા તત્પર છે.
જય કુંડલીયાએ જણાવ્યું કે ચેસ હેલ્પફુલ ગેમ છે. મને પર્સનલી સ્ટડીમાં ખુબ હેલ્થ થાય છે તેથી હું ચેસ માટે ઘણો સમય આપી શકું છું. હું નેશનલ સુધી રમી ચુકયો છું. નેશનલમાં રનર્સઅપ રહ્યો છું આ ટુર્નામેન્ટ ખુબ જ સ્ટ્રોન્ગ છે રાજકોટમાં બધા જ સાર પ્લેટરો એક સાથે પાર્ટીસિયેટ કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com