રાજકોટ, મુંબઈ, અમદાવાદ, સુરત વિગેરે શહેરોનાં નામાંકીત જવેલરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો
રાજકોટમાં આવેલા રેજન્સી લગૂન ખાતે તા.૧ થી ૩ જૂન દરમિયાન ત્રિદિવસીય જવેલરી અને ડિઝાઈનર ગાર્મેન્ટસનું અને‚ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મુંબઈ, અમદાવાદ, સુરત વગેરે શહેરોમાંથી જવેલર્સ પોતાની અવનવી ડિઝાઈનની જવેલરી લઈને આવ્યા હતા ત્યારે એકિઝબીશનના બીજા દિવસે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓએ આ એકિઝબીશનનો લાભ લીધો હતો. આ એકિઝબિશનમાં લગ્નસરાનાં પ્રસંગે પહેરવા માટે બ્રાઈડલ જવેલરીની વિશાળ રેન્જની લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા હતા.
– મનોજભાઈ રાણપરા MJR જવેલર્સ
આ તકે એમજેઆર જવેલર્સનાં મનોજભાઈ રાણપરાએ જણાવ્યું હતુ કે અમારી સ્પેશિયાલીટી લાઈટ વેઈટની ગોલ્ડ જવેલરી છે. ફબધા જવેલર્સ કરતા અમારો ક્ધસેપ્ટ અલગ છે. જેમાં લાઈટ વેઈટમાં અમે ડિઝાઈનર જવેલરી બનાવીએ છે. આ જવેલરી ટોટલ હેન્ડમેડ છે. જેને મેન્યુફેકચર કરતા મીનીમમ ૧થી દોઢ મહિનાનો સમય લાગે છે. એટલે અમારી જવેલરી બધા કરતા થોડી અલગ પડે છે. રાજકોટની જતા કલાપ્રેમી જનતા છે. તેમને દરેક પ્રકારના ઓર્નામેન્ટસની સારામાં સારી પરખ છે. રાજકોટની જનતાનો અમને ખૂબ સારો રીસ્પોન્સ છે.
– કાત્રોડિયા રાજેશભાઈ (લિબર્ટી જવેર્લ્સ)
આ તકે લિબર્ટી જવેર્લ્સના કાત્રોડિયા રાજેશભાઈએ જણાવ્યુ હતુ કે અમે લિબર્ટી જવેર્લ્સ નામની બ્રાન્ડને અમે સપોર્ટ કરીએ છીએ અમારો ક્ધસેપ્ટ યુનિક છે. અમે ડાયમંડ જવેલરીમાં ૧૦૦% મેકીંગ ચાર્જ લેતા જ નથી અને રીયલ ડાયમંડ જવેલરીમાં મેકીંગ ચાર્જ નથી લેતા પ્લેઈન ગોલ્ડ જવેલરીમાં એક ઓફર લોકોને આપીએ છીએ ૧૦૦% મેકીંગ ચાર્જ કેશ બેંકની એ યુનિક ઓફર છે. કેમકે અમે મેન્યુફેકચરર છીએ આ ઓફર માટે અમા‚ માનવું છે કે કોઈ આપવા સક્ષમ નથી ૧ વર્ષ પછી પાછા ગ્રાહકો ઓર્નામેન્ટ દેવા ન આવે તો પણ તેમને ૧૦૦% કેશબેક આપીએ છીએ રાજકોટની જનતાનો અમને ખૂબજ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.
– હિરેનભાઈ ઝીંઝુવાડિયા (ઝુંઝુવાડિયા જવેર્લ્સ)
આ તકે ઝિઝુંવાડિયા જ્વેલર્સના હિરેનભાઈ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતુ કે અમે અમદાવાદથી આવ્યા છીએ અત્યારે અમા‚ ૫૦મું વર્ષ ચાલી રહ્યું છે. ગેહના એકિઝબિશન ખાતે અમારૂ પ્રદર્શન શરૂ છે તેમાં અમને લોકોનો ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારી જવેલરીની ખાસીયત એ છે કે તે દરેક લોકો યંગ, ઓલ્ડ બધાને ગમે તેવી છે. ડિટેચેબલ જવેલરી એ અમારી સ્પેશિયાલીટી છે. કોઈ મોટોસેટ હોય પાંચ તોલાનો કે સાત તોલાની ફંકશન પતી ગયા પછી એ જ સેટ નાનો કરીને કેવી રીતે પહેરી શકાય અથવા મલ્ટી પર્પઝ પેરી શકીએ નેકલેસ હોય એ બ્રેસલેટ થઈ જાય બ્રેસલેટ હાય એ નેકલેસ થઈ જાય. એ પ્રકારની જવેલરી અમારી ખાસિયાત છે.