WAYPISI EVENTS દ્વારા આયોજન: ૭૫ પાઘડી ફેમ કુલદીપ ગઢવી પણ ધૂમ મચાવશે

આદ્યશક્તિ નવરાત્રી – ૨૦૧૮

રાજકોટના ખૈલેયાઓને ઝુમાવવા WAYPISI EVENTS દ્વારા આદ્યશકિત નવરાત્રી ૨૦૧૮જું જાજરમાન આયોજન થયું છે. જેમાં રાજકોટના આંગણે સુપ્રસિઘ્ધ ગાયિકા ગીતાબેન રબારી રાજકોટના લોકોને પોતાની ગાયકીથી મંત્રમુગ્ધ કરશે તેવું અબતકની મુલાકાતે આવેલા આયોજકોએ કહ્યું હતુંDSC 1011

ગીતાબેન રબારીની સાથે ૭પ પાઘડી ફેમ કુલદીપ ગઢવી પણ રાજકોટના ખેલૈયાઓને ઝુમાવશે. આદશકિત નવરાત્રી રાજકોટ અને નવરાત્રી જામનગર આમ બંને જગ્યાએ એકી સાથે આયોજન કરવામાં આવશે. જામનગરમાં ટીજીબી હોટેલ અને રાજકોટમાં સીઝન હોટેલ કાલાવડ રોડ પર આમ બંને આયોજન થશે.

રાજકોટમાં ગીતાબેન રબારી અને જામનગરમાં સ્વ. મણીરાજ બારોટની દિકરી અને ગુજરાતની સુપ્રસિઘ્ધ ગાયીકા રાજલ બારોટ જામનગરનજા લોકોને પોતાની ગાયકીથી મંત્ર મુગ્ધ કરશે. ૧૯ તારીખે  દશેરા ના દિવસે ગીતાબેન રબારી, રાજલ બારોટ, કુલદીપ ગઢવી, સપના ચૌહાણ, માલા નીમાવત, કશ્યપ દવે, કુલદીપ ગઢવી, પંકજ ગોસ્વામી, અશોક બારોટ, આમ એકી સાથે ૧૦ સીંગરોની ટીમ રાજકોટ વાસીઓને ગરબાના તાલે ઝુમાવશે.

તેમની સાથે સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ ડીજે હેમ્ઝ  અને ડીજે નીમીત પણ બોલીવુડ રાઉન્ડમાં પોતાનો અંદાજ દેખાડશે. એન્કર બીમલ ઓઝા, હીરજી મેકસ અને ભાવીન સોની આમ  આટલા આર્ટીસ્ટ એક સાથે ગુજરાતમાં પહેલી વખત રેકોર્ડ કરશે. અને આ આખી ટીમ ફરીથી ર૦મી તારીખે જામનગરમાં પણ એકી સાથે ધુમ મચાવશે.

આ આયોજન ફકત કોઇ શહેર પુરતુ રહે અને સૌરાષ્ટ્રના દરેક તાલુકામાંથી લોકો આવશે અને આયોજન સમગ્ર સૌરાષ્ટ્રનું આયોજન બની રહેશે તેવી આયોજકો સંજય આહીર, વલ્લભ ડેર અને ગીરીશ ગોજીયા ને આશા છે.

આયોજનને સકસેસ કરવા આયોજન છેલ્લા ર મહીનાથી પ્રયત્ન કરી રહ્યા છે અત્યારથી જ એડવાન્સ પાસ ના બુકીંગ પણ થઇ રહ્યા છે ખુબ પ્રમાણમાં યુવાનોમાં આ આયોજન ને લઇને ક્રેઝ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.