ગરબા કવિન અને કચ્છની કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારી લોકપ્રિય છે. લોકગાયિકા ગીતા રબારી ડાયરામાં રમઝટ બોલાવતી જોવા મળે છે. ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી ખૂબ જાણીતી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે.
જેમાં તેણીએ બ્લેક ચણિયો, બ્લેક અને મરુન કોટી વાળું બ્લાઉઝ પહેર્યું છે. તેણીએ એમરોડરી વર્કના ક્રોપ ટોપ પહેર્યા છે. તેણીએ ગળામાં મેચિંગ નેકલેસ પહેર્યું છે અને એક હાથમાં ઘડિયાળ અને બીજા હાથમાં સિમ્પલ બંગડી પહેરી છે. આ ટ્રેડિશનલ લુકમાં તે ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જે જોઇને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.