રાજકોટમાં રેજેન્સી લગુન રીસોર્ટ ખાતે ૩-જી જૂન સુધી ગેહેના એક્ઝિબિશનમાં રાજકોટ સહિત અમદાવાદ, સુરત અને મુંબઈના જવેલર્સો જોડાયા
રાજકોટની જનતા ફેશનપ્રિય છે. ત્યારે રાજકોટમાં અવારનવાર લોકોને પસંદ પડે તેવા એકિઝીશનનું આયોજન થતુ હોય છે. આ તકે તા.૧ થી ૩ જૂન દરમિયાન રાજકોટના રેજન્સી લગુન ખાતે ત્રિદિવસીય ગેહના જવેલરી એન્ડ ગાર્મેન્ટ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈ, પૂના, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત વિવિધ શહેરોમાંથી જવેલર્સે ભાગ લીધો છે. તેમજ અહી પ્રિમીયમ જવેલરીનું ડિઝાઈનર, કલેકશન પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ તકે પંચરત્ન જવેલર્સ, આનંદ શાહ જવેલર્સ, શોહમ જવેલર્સ, એમજે આર જવેલર્સ, ઝીંઝુવાડિયા જવેલર્સ, રસીકલાલ સંકલચંદ જવેલર્સ વગેરેએ ભાગ લીધો છે. આ તકે રાજકોટવાસીઓને ફ્રીમાં સ્વામીનારાયણ મંદિરથી એકિઝબિશન સુધી પહોચાડવા માટે પણ ગાડીની વ્યવસ્થા કરાઈ છે.
આ તકે અહી એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. તેમજ દર કલાકે ગોલ્ડન કોઈન અને સિલ્વર કોઈન જીતવાની તક પણ લોકો લઈ રહ્યા છે. આ ઉપરાંત પીએમડબલ્યું કારની ફ્રી
ટેસ્ટ ડ્રાઈવનો પણ લોકો આનંદ લઈ રહ્યા છે.
– મેયર બીનાબેન આચાર્ય
રાજકોટનામેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે ભારતીય સંસ્કૃતિમાં ધરેણાઓનું ખૂબજ મહત્વ હોય છે. ત્યારે રાજકોટમાં જે આજથી ગેહના એકિઝબિશનનો પ્રારંભ થયો છે. તેમાં ખૂબજ સુંદર જવેલરી જોવા મળી છે. આ તકે ઓર્ગેનાઈઝરોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ધર્મેશભાઈ ખેરગાંવકર (ઓર્ગેનાઈઝર)
ગેહના એકિઝબિશનના ઓર્ગેનાઈઝર ધર્મેશભાઈ ખેરગાંવકરે જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ રાજકોટમાં ગેહના એકિઝબિશન કરી રહ્યા છે. ત્યારે રાજકોટની જનતાનો તેઓને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. આ વર્ષે રાજકોટ સહિત અમદાવાદ, સુરત અને મુંબઈના પણ જવેલર્સો જોડાયા છે. ત્યારે આ વર્ષે તેઓ લોકો માટે બ્રાઈડલનું અલગ જ પ્રકારનું જવેલરીનું કલેકશન લાવ્યા છે. આ રાજકોટની ફેશપ્રિય જનતાને હું અપીલ કરૂ છું કે આજથી પ્રારંભ થયેલા ગહેના એકિઝબિશનમાં તમામ રાજકોટની જનતા તેનો લાભ લે અને આ એકિઝબિશન આજથી ત્રણ દિવસ એટલે કે ત્રીજી જૂન સુધી ચાલવાનું છે અને એકિઝબીશન રેજન્સી લગુન ખાતે રાખવામાં આવ્યું છે.
–– મનીષભાઈ આનંદ શાહ એન્ડ ગોલ્ડન જવેલર્સ
આ તકે આનંદ શાહ એન્ડ ગોલ્ડન જવેલર્સના મનીષભાઈએ જણાવ્યુંં હતુ કે અમારી પાસે તમને જવેલરીમાં નવી અને એન્ટીક જવેલરીનો ખજાનો જોવા મળશે જેમાં ૩ડી ઈફેકટ, બર્ડ શેઈપ, મીરરનું કોમ્બીનેશન, આવી અનેક એન્ટીક જવેલરી અમારા સ્ટોલમાં ઉપલબ્ધ છે. અમારો સ્ટોર સુરતમાં આવેલો છે. પરંતુ અમે પાંચ વખત રાજકોટમાં એકિઝબિશનમાં આવી ગયા છીએ અને અમને રાજકોટની જનતાનો ખૂબજ સાથ અને સહકાર મળ્યો છે. અમારી જવેલરીમાં સ્ટોન્સ, કલર અને પત્તીનું અલગ જ પ્રકારની ડિઝાઈન જોવા મળશે. જે કદાચ કયાંય નહિ જોવા મળી હોય.
– અર્ચિતભાઈ ઝીંઝુવાડિયા (પંચરત્ન જવેલર્સ)
આ તકે પંચરત્ન જવેલર્સના અર્ચિતભાઈ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતુ કે તેઓ ગેહના એકિઝબિશનમાં દર વર્ષે ભાગ લેતા હોય છે. ત્યારે આ વર્ષે તેઓ રાજકોટની ફેશનપ્રિય જનતા માટે કંઈક અલગ જ એટલે કે ગુજરાતનું સૌથી મોટુ બ્રાઈડલ જવેલરી કલેકશન લઈને આવ્યા છે. જેનું નામ બ્રાઈડલ સ્ટોરીઝ રાખવામાં આવ્યું છે. જેટલા લોકો આ વર્ષે લગ્ન કરવાના હોય તેવા લોકોને ખાસ હું આ એકિઝબિશનમાં આવવા માટે આહવાન આપું છું અને અમારા સ્ટોલની એટલે કે પંચરત્ન સ્ટોરની મુલાકાત લે તેવી અપીલ ક‚ છું.