ગેડીયા ગેંગ પાસેથી સસ્તા ભાવે જીરૂ ખરીદ કરી વેચવા જતા લખતરના લીલાપુરના શખ્સની ધરપકડ
ગેડીયા ગેંગના સિરાજખાન અને ફિરોઝખાનની શોધખોળ: જીરૂ, વરીયારી, સાબુ દાણા અને બોેલેરો મળીરૂ. 7.95 લાખનો મુદામાલ કબ્જે
સુરેન્દ્રનગર ઈન્ચાર્જ એસ.પી.એચ.પી.દોશી અને એલસીબીને મળી મહત્વની સફળતા
સુરેન્દ્રનગર પંથમાં ખૂન, ખૂનની કોશિષ, ગેંગરેપ, ચાલુ વાહનમાં ચોરી, ખંડણી વસુલ કરવી, પોલીસ પર હુમલા અને વાહન ચોરી સહિત અનેક ગુનામાં સંડોવાયેલી ગેડીયા ગેંગ સામે પોલીસ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ગેડીયા ગેંગનો સફાયો કર્યા બાદ ફરી સક્રિય થઈ હોયતેમ એક સપ્તાહ પૂર્વે ગેડીયા ગેંગ દ્વારા ચાલુ ટ્રકની તાલપત્રી તોડી રૂ.3.28 લાખની કિંમતના જીરૂની કરેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી લેવામાં સુરેન્દ્રનગર ઈન્ચાર્જ એસ.પી.એચ.પી.દોશી એ એલસીબી ટીમને સફળતા મળી છે. પોલીસે જીરૂ, વરીયાળી, સાબુદાણા અને બોલેરો મળીરૂ. 7.95 લાકનો મુદામાલ કબ્જે કરી ગેડીયા ગેંગના બે શખ્સોની સંડોવણી બહાર આવતા તેની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા.16મેના રોજ જી.જે. 02 ઝેડ 3599 નંબરનો ટ્રક માલવણથી અણીન્દ્રા તરફ જઈ રહ્યો હતો ત્યારે ટ્રકનરી તાલપત્રી તોડી રૂ. 3.28 લાખની કિંમતના 42 મણ જીરૂની ચોરી થયાની લખતર પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગર ઈન્ચાર્જ એસ.પી. એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ. વી.વી. ત્રિવેદી સહિતના સ્ટાફે ગેડીયા ગેંગ ફરી સક્રિય થયાની શંકા સાથે ઈંગરોલી, લીલાપુર, સેડલા, ખેરવા, માલવણ અને ગેડીયા વિસ્તારમાં સઘન ચેકીંગ શરૂ કર્યું હતુ
દરમિયાન નર્મદા કેનાલ લીલાપુર રોડપર જી.જે. 08 એયુ 9325 નંબરના બોલેરોમાં જીરૂ ભરીને લીલાપુરનો પ્રદીપકુમાર ચમનલાલ મહેતા નામનો શખ્સ વેચવા જતો હોવાનદી મળેલી બાતમીનાં આધારે એલસીબીના એએસઆઈ એન.ડી. ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ,અનિરૂધ્ધસિંહ, જયદિપસિંહ અને મેરૂભાઈ સહિતના સ્ટાફે રૂ. 2.25 લાખની કિમંતના 30 મણ જીરૂ સાથે પ્રદીપકુમાર મહેતાની ધરપકડ કરી જીરૂ અને બોલેરો કબ્જે કર્યા છે.
પ્રદીપકુમાર મહેતાની પૂછપરછ દરમિયાન લખતર તાલુકાના ઈંગરોલી ગામના સિરાજખાન રહીમખાન જતમલેક અને ગેડીયા ગામના ફિરોઝખાન અલીખાન જતમલેક નામના શખ્સોએ એક સપ્તાહ પૂર્વ અણીન્દ્રા પાસેથી પસાર થતા ટ્રકમાથી જીરૂની ચોરી કરી હોવાની અને તેની પાસેથી સસ્તા ભાવે જીરૂની ખરીદી કરી વેચવા જતો હોવાની કબુલાત આપી હતી પ્રદીપકુમાર મહેતાએ સિરાજખાન જતમલેક અનેફિરોઝખાન જત મલેકે ચોરેલા વરીયારી અને સાબુદાણાની ખરીદી કરી હોવાની કબુલાત આપી છે.પ્રદીપકુમાર મહેતા પાસેથી રૂ.2.52 લાખું જીરૂ, રૂ. 4800ની કિંમતની 15 મણ વરીયારી, રૂ.90 હજારની કિંમતનદા 45 મણ સીંગદાણા, સાબુદાણા, મોબાઈલ અને બોલેરો મળી રૂ. 7.95 લાખનો મુદામાલ કબ્જે કરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા સિરાજખાન જત મલેક અને ફિરોઝખાન જતમલેકની શોધખોળ હાથ ધરી છે.