- નાગરિકોનો મતદાન માટે ઉત્સાહ વધે તે માટે 2036 મતદાન મથકોમાંથી 49 સખી મતદાન મથકો, સાત દિવ્યાંગ મતદાન મથક, સાત મોડેલ બૂથ તેમજ એક યુવા બૂથ બનાવાયા : જિલ્લામાં 1120 મતદાન મથકો પર સીસીટીવીથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે
- સુરજ ભલે ગમે તેટલો તપે, ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે. સહપરિવાર મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની અપીલ
10-રાજકોટ સંસદીય મત વિસ્તારના ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું કે, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તંત્ર સજ્જ છે. આવતીકાલે 7મી મેના રોજ સવારે 7થી સાંજે 6 સુધી મતદાન થશે.
મતદારોને મતદારયાદીમાં નામની ચકાસણી માટે જરૂરી માહિતી/માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર 1950 છે અને ટોલ ફ્રી નંબર 1800-233-0322 તેમજ મતદાર યાદીમાં પોતાના નામની વિગતો જાણી શકે તે માટે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન (વીએચએ ) ડેવલપ કરવામાં આવી છે. જે એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેમાં પણ મતદારને તેની વિગતો મળી શકશે.
નાગરિકોનો મતદાન માટે ઉત્સાહ વધે તે માટે 2036 મતદાન મથકોમાંથી 49 સખી મતદાન મથકો, સાત દિવ્યાંગ મતદાન મથક, સાત મોડેલ બૂથ તેમજ એક યુવા બૂથ બનાવાયા છે. જિલ્લામાં 1120 મતદાન મથકો પર સીસીટીવીથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.
જિલ્લામાં 2036 મતદાન મથકોમાં 2542 બી.યુ. 2542 કંટ્રોલ યુનિટ તેમજ 2745 વીવીપેટ ફાળવવામાં આવ્યા છે.
મતદાન માટે જિલ્લામાં 2296 પ્રિસાઈડિંગ ઓફિસર, 2296 પોલિંગ ઓફિસર-1, 542 પોલિંગ ઓફિસર- જેમત 3708 એફ.પી.ઓ.ની નિમણૂક કરવામાં આવી છે.
દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે હેતુસર મતદાનના દિવસે મતદાન મથક પર દિવ્યાંગ મતદારો(40% થી વધુ) અને વરિષ્ઠ મતદારોને વ્હીલચેર, વાહન તથા વોલ્ઝટીચર વગેરેની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
દિવ્ય ચક્ષુ મતદારોને બ્રેઈલ લીપીની સગવડ આપવામાં આવશે તેમજ જિલ્લા કક્ષાએ જરૂરી હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે. તમામ મતદાન મથકો ખાતે એએમએફ ઉપલબ્ધ છે. તમામ મતદાન મથકો પર રેમ્પની સુવીધા ઉપલબ્ધ છે. તમામ બુથ પર પુરૂષ તથા મહિલા (1:2ના રેશીયા પ્રમાણે) એમ 2 હરોળમાં મતદારો મતદાન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સંવેદનશીલ મતદાન મથકો પર હથિયારધારી સુરક્ષા જવાનો સાથે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી-કલેક્ટર પ્રભવ જોશીએ અપીલ કરી હતી કે, સુરજ ભલે ગમે તેટલો તપે, ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે. સહપરિવાર મતદાન કરીએ.
સંવેદનશીલ બુથ ઉપર માઈક્રો ઓબ્ઝર્વર અને વેબકાસ્ટિંગની મદદથી બાઝ નજર રખાશે
તંત્ર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વ અને વેબકાસ્ટિંગની મદદથી પણ બાઝ નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ બુથ પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ મોબાઇલ વાન પેટ્રોલિંગ કરી રહી છે. આ મોબાઈલ વાનમાં પી.આઈ. થી લઈને ડી.સી.પી સુધીના અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન મતદાનમાં વિક્ષેપ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ચેક પોસ્ટ પર સતત સર્વિલન્સ ગોઠવવામાં આવ્યું છે.
જિલ્લામાં સોના, રોકડ અને દારૂનો 6 કરોડથી વધુનો મુદ્દામાલ સિઝ કરાયો
જિલ્લા કલેકટરે જણાવ્યું કે આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. હાલ સુધીમાં છ કરોડથી વધુનો દારૂ, રોકડ, સોના ચાંદીનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને મોબાઈલ પોલીસ વાન પણ વધારવામાં આવી છે. રાજકોટ સિટીમાં 3000 પોલીસ ફોર્સ 600 હોમગાર્ડના જવાનું અને ચાર સી.આર.પી.એફ કંપની ડિપ્લોય કરવામાં આવી છે. દારૂ અને રૂપિયા અંગે પણ સતત સતર્કતા દાખવીને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે., તેમ એમણે જણાવ્યું હતું.
ચૂંટણી કાર્ડ હાથવગું ન હોય તો આ 12 પુરાવાથી પણ મતદાન કરી શકાશે
- આધાર કાર્ડ
- મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
- બેન્ક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
- શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
- ડ્રાઈવીંગ લાયસન્સ
- પાનકાર્ડ
- એનપીઆર (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) અન્વયે આરજીઆઈ દ્રારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ
- ભારતીય પાસપોર્ટ
- ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકટ્યુમેન્ટ
- કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપકમો/જાહેર લિમિટેડ કંપનીઓને કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખ5ત્રો
- સંસદ સભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
- અન્ય વિકલાંગતા આઇડી (યુડીઆઇડી) કાર્ડ
મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન તા. 07 ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.12-04-2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. 10-રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં નક્કી થયેલ મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઈલ ફોન સાથે તારીખ 07-05-2024ના રોજ પ્રવેશ કરી શકશે નહીં. ચૂંટણી ફરજ સોપાયેલ સરકારી અધિકારી અને કર્મચારીઓ તથા ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલ અધિકારીઓ, કર્મચારીઓ કે વ્યક્તિઓને ઉપરોક્ત જાહેરનામું લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.
મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન તા. 07 ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.12-04-2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. 10-રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં નક્કી થયેલ મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઈલ ફોન સાથે તારીખ 07-05-2024ના રોજ પ્રવેશ કરી શકશે નહીં. ચૂંટણી ફરજ સોપાયેલ સરકારી અધિકારી અને કર્મચારીઓ તથા ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલ અધિકારીઓ, કર્મચારીઓ કે વ્યક્તિઓને ઉપરોક્ત જાહેરનામું લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.
જિલ્લામાં 99%થી વધુ મતદાન સ્લીપનું વિતરણ
મતદારની મતદાન મથકના જણાવેલા સ્થળે મતદાર તરીકે ક્યાં નોંધણી ક્યા થયેલી છે તે અને ઉક્ત મતદારયાદીમાં તેનો અનુક્રમાંક જાણવામા તેને સુગમતા રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફોટા વગરની મતદારયાદી દર્શાવતી મતદાર માહિતી કાપલીઓનું વિતરણ કરવામાં આવેલ છે. મતદાર માહિતી કા5લીમાં સબંઘિત જે-તે મતદારની વિગતો જેવી કે, મતદાન મથકનું સ્થાન,મતદાનની તારીખ અને સમય તથા મતદારને માર્ગદર્શન આ5વા માટે શું કરવુ અને શુ ન કરવુ તે છા5વામાં આવેલ છે. મતદાન માટે ઓળખના હેતુ માટે આ કા5લીને મતદાન મથકમાં સ્વીકારવામાં આવશે નહી. દ્રષ્ટિ હીન મતદારોને બ્રેઈલ ફીચર્સ સાથેની 5ણ વિતરણ કરવામાં આવેલ છે.રાજકોટ જિલ્લામાં કુલ 23,11,199 જેટલી મતદાર માહિતી કા5લીનું વિતરણ કરવામાં આવેલ છે.10-રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ કુલ-7 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 20,76,008 જેટલી મતદાર માહિતી કા5લી નું વિતરણ કરવામાં આવેલ છે.
આવતીકાલે કામદારોને મળશે સવેતન રજા
શ્રમ આયુકતની કચેરી, ગુજરાત રાજય, ગાંઘીનગરના તા.04/04/2024ના 5રિ5ત્ર અન્વયે અત્રેના નોડલ ઓફીસર ફોર માઈગ્રેટરી ઈલેકટર્સ અને નાયબ શ્રમ આયુકત, રાજકોટના તા.23/04/2024ના નોટિફિકેશનથી મતદાનના દિવસે સવેતન રજા જાહેર કરવામાં આવેલ છે. તેમજ આ અંગે વિવિઘ યુનિયન/સંગઠનો/મંડળો ની બેઠક કરી સમજૂત કરવામાં આવેલ છે. તેમજ આ અંગે નાયબ શ્રમ આયુકતની કચેરી, બ્લોક નં.01 અને 04, બીજો માળ, સેવા સદન-3, સરકારી પ્રેસ રોડ, રાજકોટ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જેનો કંટ્રોલ રૂમ ફોન નં.0281-2474654 છે.
ઇવીએમની સોંપણીનું નિરીક્ષણ કરતા કલેકટર: ચૂંટણી સ્ટાફને બીરદાવ્યો
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રાજકોટ પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય વિધાનસભા બેઠકના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી
રાજકોટ પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય વિધાનસભા બેઠકના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ચૂંટણી સ્ટાફને બિરદાવ્યો હતો.
69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના 310 મતદાન મથકો માટે એ.આર.ઓ. કુ. નિશા ચૌધરીના નેતૃત્વમાં મતદાન મથકોના પોલિંગ સ્ટાફને ઈ.વી.એમ.ની સોંપણી કરવામાં આવી હતી.
69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં 29 ઝોનલ રૂટના 310 મતદાન મથકો માટે નિયુક્ત થયેલા ચૂંટણી ફરજ પરના કર્મચારી-અધિકારીઓ આજે સવારથી જ, ટાગોર રોડ પર આવેલા હાઈસ્કૂલ ખાતેના ઈ.વી.એમ. ડીસ્પેચ સેન્ટર પર પહોંચ્યા હતા.
68 – રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં 26 ઝોનલ રૂટના 261 મતદાન મથકો માટે નિયુક્ત થયેલા ચૂંટણી ફરજ પરના કર્મચારી-અધિકારીઓ આજે સવારથી જ, ઈ.વી.એમ. ડીસ્પેચ સેન્ટર પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારનું ડિસ્પેચ સેન્ટર ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, પાંધી લો કોલેજ બિલ્ડિંગ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાંથી રાજકોટ, કોટડાસાંગાણી અને લોધીકા તાલુકાના કૂલ 381 ઈ.વી.એમ-વી.વી.પેટ અને જરૂરી સ્ટેશનરી કીટનું ડિસ્પેચીંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તપાસ માટે અહીં પહોંચ્યા હતા. સમગ્ર કામગીરી સુચારૂ તથા સુવ્યવસ્થિત રીતે થઈ રહી હોવાની તેમણે ખાતરી કરી હતી. આ સાથે તેમણે મતદાન મથકોના સ્ટાફ સાથે વાતચીત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને તેઓની ચૂંટણી ફરજનિષ્ઠાને બિરદાવી હતી.
આ તકે અહીં ઈમરજન્સીમાં મેડિકલની સ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ તેમજ કર્મચારીઓની આરોગ્ય તપાસ માટે દવાઓ, ઓ.આર.એસ. સાથેના આરોગ્ય બુથ ઉપરાંત ફાયર બ્રિગેડ તેમજ સુરક્ષા માટે હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હિટવેવ સામે તંત્રનો એક્શન પ્લાન
આરોગ્ય સ્ટાફ ખડેપગે રહેશે, દર કલાકે બુથનો સંપર્ક
દરેક વિધાનસભાના 20 બુથના વેઇટિંગ એરિયામાં કુલર મુકાશે: મતદારોને બહાર ન રહેવું પડે એટલે શાળાઓના ખાલી વર્ગ ખોલવા સૂચના
હિટવેવને ધ્યાને લઇ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.નતમામ મતદાન મથકો ખાતે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમામ મતદાન મથકો ખાતે શૌચાલયની વ્યવસ્થા ખાતરી કરવામાં આવેલ છે. દરેક મતદાન મથકે ઓઆરએસ અને મેડીકલ કિટ આપવામાં આવેલ છે. સેકટર ઓફિસર સાથે 1 પેરા મેડીકલ સ્ટાફને જરૂરી મેડીસીન સાથે રાખવામાં આવેલ છે. જે દર કલાકે દરેક પોલીંગ સ્ટેશનનો સંપર્ક કરશે. મતદારોને હિટ વેવની અસરના નિવારણ માટે 10-રાજકોટ સંસદીય મતદાર વિભાગના 862 મતદાન મથકોના 505 મતદાન મથક સ્થળ ખાતે શેડ/ શેલ્ટર ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. હીટ વેવની અસરને નિવારવા માટે વેઈટીંગ એરીયામાં વિધાનસભા મતદાર વિભાગ વાર 20-20 કુલરની વ્યવસ્થા કરવામાં આવશે મતદાન કરવા માટે વેઈટીંગમાં રહેલ સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને બેસવા માટે ખુરશી/બેન્ચની વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા વધારાના કલાસરૂમ ખુલ્લા રાખવાની વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવેલ છે.કરશે