બંદરોના વિકાસ થકી દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવા સરકારની નેમ
ભારતના દરિયાકિનારે બંદરો અને માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટે સરકારે સાગરમાલા પ્રોજેકટ શ‚ કર્યો છે. આ પ્રોજેકટ દ્વારા ભારતના વિકાસમાં ૨ ટકાનો વધારો થવાની આશા વ્યકત કરવામાં આવી છે. બંદરોને લગતી કામગીરીની મદદથી ભારતના અર્થતંત્રનો વિકાસ કરવા માટે સરકારે સાગરમાલા પ્રોજેકટ શ‚ કર્યો હતો જેના ઉપર ઘણી આશા બંધાયેલી છે.
ઓસન ગ્રુપના એમ.ડી.બ્રીજેશ લોહીયાએ કહ્યું હતું કે, દરિયાકિનારા નજીક વિકાસની કામગીરી અને કોસ્ટલ ઈકોનોમી ઝોન ઉભો કરવાની કામગીરીથી અર્થતંત્રમાં ઘણો સુધારો આવશે. કંડલા પોર્ટને સેઝમાં સમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કંડલામાં સતત વિકાસના કામો થઈ રહ્યા છે. જેના પરીણામે દેશના આર્થિક વિકાસમાં પણ સુધારો નોંધાય રહ્યો છે. ભારત પાસે ખુબ વિશાળ દરિયાકિનારો છે જેનો પુરતો ઉપયોગ કરવામાં આવે તો દેશના અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વનું સ્થાન અપાવી શકાય તેમ છે. અત્યાર સુધી આ બાબતે કોઈ ખાસ કામગીરી કરવામાં આવી ન હતી પરંતુ ભાજપ સરકારે ભારતની સતાનો દોર સંભાળતાની સાથે વિકાસના મહત્વના કામો શ‚ કર્યા છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા બંદરોના વિકાસને લઈને કરવામાં આવતી કામગીરીના કારણે વિદેશી રોકાણોમાં પણ વધારો થઈ રહ્યો છે. વૈશ્ર્વિક મંદીના સમયમાં ભારતે આર્થિક વિકાસ કર્યો હોવાના કારણે બહારના રોકાણકારો ભારત તરફ આકષાર્યા છે. જેનો ફાળો આર્થિક વિકાસ માટે કરવામાં આવતી કામગીરીને જાય છે.