કોઇપણ વાયરસનાં શરીર પ્રવેશ બાદ દસમાં દિવસે થતા GBSની અવગણનાં મૃત્યુ પણ નોતરી શકે
અબતક, રાજકોટ
ગુયોન-બેરે સિન્ડ્રોમ શું છે? સેક્રલ સિસ્ટમ બે ભાગો ધરાવે છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અથવા સીએનએસ) જે મગજ અને કરોડરજ્જુ છે અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ (પેરિફેરલ નર્વસ સિસ્ટમ અથવા (PNS) જેમાં સમગ્ર શરીરમાં અન્ય તમામ ચેતાઓનો સમાવેશ થાય છે. Guion- બેરે સિન્ડ્રોમ (GBS) શરીરની પેરિફેરલ ચેતા પર હુમલો કરતી શરીરની રોગપ્રતિકારક શક્તિના પરિણામે થાય છે.જીબીએસ સીએનએસને અસર કરતું નથી, તેથી વિચારને અસર થતી નથી. ગુયોન-બેરે સિન્ડ્રોમની પ્રક્રિયા રોગપ્રતિકારક તંત્ર દ્વારા સામાન્ય પેરિફેરલ નર્વ પેશીને વિદેશી તરીકે ઓળખવામાં ભૂલને કારણે થાય છે. આવું શા માટે થાય છે તેનું કારણ સ્પષ્ટ નથી. પેરિફેરલ ચેતા પરના હુમલાથી માયલિન (ચેતાતંતુઓને આવરે છે તે ચીકણું સફેદ પદાર્થ) ને નુકસાન થાય છે. કેટલાક કિસ્સાઓમાં, માયલિન નાશ પામે છે.
કોઇપણ વાયરસ ઇન્ફેક્શન પછી થતો રોગ ગુયોન બેરે સિન્ડ્રોમ (GBS): ડો.અમીત હપાણી
GBS એક રોગ છે. આ રોગને ગુયોન બેરે સિન્ડ્રોમ કહેવાય છે. આ રોગ એવો છે કે કોઇપણ વાયરસનું ઇન્ફેક્શન શરીરમાં થાય એના અમુક દિવસો પછી આ રોગ અમુક લોકોમાં થઇ શકે. આ રોગની અંદર શરીરનું ચેતાતંત્રને આપણું શરીર નુકશાન પહોચાડે છે અને એનાં કારણે જે સ્થિતિ ઉત્પન્ન થાય એને આ ગુયોન બેરે સિન્ડ્રોમ કહેવાય છે. આ રોગ એવી વ્યક્તિને થઇ શકે છે. જેની ઉંમર વધારે હોય, જેની રોગપ્રતિકારક શક્તિ કોઇપણ કારણોમાં ઓછી હોય જેવા કે ડાયાબીટીસ અનક્ધટ્રોલમાં રહેતું હોય જે પેશન્ટ ડાયલીસીસી ઉપર હોય અથવા જે પેશન્ટ બહુ જ વ્યસન કરતું હોય એટલે જેમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવાના ચાન્સીસ છે. એવા લોકોને આ રોગ થવાની શક્યતા હોય છે. અત્યારે ઠંડીનું વાતાવરણ અને સાથે કમૌસમી વરસાદને કારણે આ વાયરસ ઇન્ફેક્શન વધી જવાની શક્યતા જોવા મળે છે. કોઇપણ વાયરસ ઇન્ફેક્શન લાગ્યા પછી થતો રોગ છે તો એના કારણે આ રોગની સંખ્યા આ સીઝનમાં વધારે જોઇ શકાય છે.
GBS નો રોગ જ્યારે વાયરસનાં કારણે થાય તો દર્દીને તાવ, ઝાડા-ઉલ્ટી થાય અને જો આ વસ્તુમાં ધ્યાન ન આપવામાં આવે તો 7 થી 10 દિવસ પછી હાથ અને પગમાં ખાલી ચડવી, આ સૌથી પહેલું આ રોગના ચિહ્ન છે અને ખાલી ધીમેધીમે વધે. ઓછા કેસોમાં દુખાવો પણ થાય એના પછી જે શરીરનાં સ્નાયુઓ ધીમેધીમે પોતાની શક્તિ આપોઆપ ખોય બેસે જેને કારણે દર્દીને
ચાલવા, બેસવા, ઉઠવા, ઉભા થવામાં તકલીફ પડે છે. જો કે આ રોગ ચેપી નથી પણ જો ધ્યાન દેવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ થવાની પણ સંભાવના હોય છે. કારણ કે છાતીનાં સ્નાયુ ઉપર અસર થાય તો મૃત્યુની રહે છે પણ દર્દીને સમયસર સારવાર શરૂ કરવામાં આવે તો આ રોગમાં સારવાર ઉપચાર થઇ શકે છે. આ રોગ ઘણા દાયકા જુનો છે. નવા-નવા રીસર્ચ પણ થઇ ચુક્યા છે અને સૌથી અગત્યનું “ઇમલોગ્લોબીલીન” કે એક એવી દવા છે જે આ વાયરસનાં એન્ટીબોડીને દૂર કરી શકે અને લોહીમાં આ વાયરસનાં તત્વોને ભણવા દેતા નથી. એના પછી જો આ દવાની અસર ન થાય તો પ્લાઝમાંફેરાસીસની સારવાર કરવામાં આવે છે. આ જે ઇન્જેક્શન છે ‘ઇમ્લોગ્લોબીલીન’ તે ખર્ચાળ છે કારણ કે લોહીમાંથી સીરમ કાઢવામાં આવે અને એનાં ઘટકોમાંથી આ ઇન્જેક્શન બનાવવામાં આવે છે. તે હિસાબે આ ખર્ચાળ છે અને આ ઇન્જેક્શન પેશન્ટનાં વજન ઉપર આપવામાં આવે છે. સામાન્ય રીતે 8 થી 20 ઇન્જેક્શન 4 થી 5 દિવસમાં આપવામાં આવે છે. આ રોગથી બચવા સ્વચ્છતા અને સ્વસ્થતા આ બંને વસ્તુ આપણા શરીરમાં હોવી જોઇએ. જો આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો કોઇપણ જાતનો વાયરસ ઇન્ફેક્શન ન થાય જે વાયરસ ઇન્ફેક્શન ન થાય તો એના કારણે થતો આ રોગ પણ નહીં થાય.