વર્ષોથી ચૂંટાતાં વડીલો હવે નિવૃત્ત થશે
સંગઠનમાં હોદ્દો ધરાવતા વ્યક્તિના સગાઓને પણ ટિકિટ નહીં આપવાનો પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયો નિર્ણય : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સત્તાવાર જાહેરાત
રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા આજથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આરંભ થઈ ગયો છે. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે એવી સત્તાવાર જાહેરાત કરી છે કે 60 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા કોઇપણ વ્યક્તિને ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવશે નહીં. સતત ત્રણ ટર્મથી ચૂંટાતા ઉમેદવારોને પણ ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રદેશ ભાજપ કે સ્થાનિક સંગઠનમાં હોદ્દો ધરાવતા હોદ્દેદારના પરિવારજનોને પણ ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આજે મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આરંભ થયો છે.જેમાં સ્થાનિક નિરીક્ષકો સમક્ષ પ્રક્રિયા દરમિયાન આવેલા નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 60 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા એક પણ આગેવાનને ભાજપ દ્વારા હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવશે નહીં સતત ત્રણ કે તેથી વધુ ટર્મથી ચૂંટાતા નગરસેવકને પણ હવેથી ટિકિટ આપવામાં આવશે નહીં. સ્થાનિક કે પ્રદેશ સંગઠનના હોદ્દો ધરાવતા વ્યક્તિના સગા કે પરિવારના સભ્યો ની ટિકિટ આપવામાં આવશે નહીં.
પાર્લામેન્ટરી બોર્ડના આ નિર્ણયથી રાજકોટમાં ચૂંટણી લડવા ઇચ્છુક ભાજપના કેટલાક આગેવાનોના સપના રોળાઈ ગયા છે.સતત ત્રણ કે તેથી વધુ ટર્મથી ચૂંટાઇ આવતા બાબુભાઇ આહીર ઉપરાંત અનિલ રાઠોડ ડો.જૈમન ભાઈ ઉપાધ્યાય, કશ્યપભાઈ શુક્લ ઉદયભાઈ કાનગડ,કમલેશ મીરાણી સહિતના આગેવાનો આગામી ચૂંટણીમાં નહીં લડી શકે. આ ઉપરાંત 60 વર્ષથી કે તેથી વધુ વયના ઉમેદવારોને પણ ટિકિટના માટે પક્ષ દ્વારા લેવામાં આવેલા નિર્ણય થી કેટલા લોકો ઉંમર વધતી ઉંમરના કારણે ટિકિટ લડી શકશે નહીં.સંગઠનના હોદ્દેદારોએ પણ ચૂંટણી લડવી હશે તો તેઓ એ પહેલા પદ પરથી રાજીનામું આપવું પડશે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે ખૂબ જ અઘરી હોય કેટલાક લોકોનું રાજકારણ હવે સમાપ્ત થઇ જાય એવું પણ લાગી રહ્યું છે વર્ષોથી ચૂંટણી લડતા નેતાઓ હવે નવરા થઈ જશે.
પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય બાદ શહેર ભાજપના 10 મોટા માથા હવે કોર્પોરેશન નહીં લડી શકે નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશ મીરાણી, કશ્યપ શુક્લ, ડો. જૈમન ઉપાધ્યાય , ઉદય કાનગડ, અનિલ રાઠોડ અને બાબુભાઇ આહીર ત્રણ કે તેથી વધુ ટર્મથી ચૂંટાય છે : તો મીનાબેન પારેખ, રૂપાબેન શીલુ અને વિજયાબેન વાછાણીને ઉંમર નડશે
ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટેની ત્રણ મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.નવા નિયમમાં 60 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા વ્યક્તિ ચૂંટણી નહીં લડી શકે, ત્રણ ટર્મ કે તેથી વધુ વાર વિજેતા બનેલા ઉમેદવાર ચૂંટણી નહીં લડી શકે અને સંગઠન સ્થાન ધરાવતા નેતા સગા વહાલાઓ ચૂંટણી નહીં લડી શકે તેવો નિર્ણય જાહેર કર્યો છે.જેની અસર રાજકોટમાં 10 મોટા માથાઓ પર પડશે.વર્ષોથી કોર્પોરેશનમાં દેખાતા આ 10 નેતાઓ હવે નહીં લડી શકે.સતત ત્રણ કે તેથી વધુ વાર ચૂંટતાં ભાજપના સિનિયર નગરસેવકોની યાદી પર નજર કરવામાં આવે તો નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી ,બાબુભાઇ આહીર, કશ્યપભાઈ શુક્લ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય ,અનિલ રાઠોડ અને ઉદયભાઈ કાનગડનો સમાવેશ થાય છે તો વોર્ડ નંબર 7માંથી ગત વર્ષે ચૂંટાયેલા મીનાબેન પારેખની ઉંમર 65 વર્ષની છે. વોર્ડ નંબર 8ના નગરસેવિકા વિજયાબેન વાછાણીની ઉંમર 61 વર્ષની છે. તો વોર્ડ નંબર 9ના કોર્પોરેટર રૂપાબેન શીલુની ઉંમર 65 વર્ષની છે.પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા નિયમ અનુસાર હવે શહેર ભાજપના 10 મોટા માથા કોર્પોરેશનની ચૂંટણી નહીં લડી શકે.
સંગઠનના હોદ્દેદારોએ કોર્પોરેશન ચૂંટણી લડવી હશે તો રાજીનામાં આપવા પડશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અવારનવાર એવી ઘોષણા કરી ચૂક્યા છે કે ભાજપ હવે એક વ્યક્તિને એક હોદ્દો જ આપશે.સંગઠનમાં પ્રમુખ, મહામંત્રી,ઉપપ્રમુખ કે અન્ય કોઈપણ હોદ્દો ધરાવતા વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકશે નહીં છતાં જો પક્ષ તેઓને ચૂંટણી લડવા માંગતો હશે તો તેઓએ સંગઠનના હોદ્દેદારો પદેથી રાજીનામું આપવું પડશે. રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી ઉપરાંત ત્રણેય મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડ ઉપરાંત સંગઠનના ઉપપ્રમુખ, મંત્રી કે અન્ય હોદ્દો ધરાવતા લોકોએ પોતાના માટે કે તેમના પરિવારના અન્ય સભ્યો માટે ટિકિટની માગણી કરી છે. પક્ષ એવી નીતિ નક્કી કરી છે કે સંગઠનમાં હોદ્દો ધરાવતા વ્યક્તિ કે તેના પરિવારના સભ્યોને ટિકિટની ફાળવણી કરવામાં આવશે નહીં છતાં એક યા બીજા કારણોસર ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ ઉભી થાય તો તેઓની પાસેથી ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે જ સંગઠનના હોદ્દેદારો પદેથી રાજીનામું લઈ લેવામાં આવશે. ભાજપના તમામ નેતાઓ અને કાર્યક્રમ હંમેશા પક્ષના આદેશ ને જ સર્વોપરી ગણતા હોય છે હાલ સંગઠનમાં રહેલા પ્રમુખથી લઇ કાર્યાલય મંત્રી સુધીના હોદ્દેદારોએ પક્ષના તમામ આદેશને શિરોમાન્ય માણસે અને પોતાનું પ્રથમ પ્રાધાન્ય સંગઠનને જ આપવા ઇચ્છી રહ્યા છે છતાં જો પક્ષ તેઓને કોર્પોરેશનની ચૂંટણી લડવા ઇચ્છતા હશે તો તેઓ સંગઠનના હોદ્દેદારો પદેથી રાજીનામું આપી દેશે.