જેઠ સુદ અગીયારસ ને શનિવારે ના દિવસે ભીમ અગીયારસ છે.
ભીમ અગીયારસના દિવસે નિર્જલા એટલે કે પાણી પણ ન પીવું નકોરડો ઉપવાસ કરવો જે તે શકય ન હોય તો ઉપવાસ કરવો.
નિર્જલા એકાદશીનુ વ્રત કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે અને સાથે દાન ધાન્ય અને રિઘ્ધિ સિઘ્ધિની પ્રાપ્તિ થાય છે.
આયુષ્ય પુત્ર આરોગ્ય અને વિજય અને વિદ્યા ભાગ્યબલ આપે છે.
આ એકાદશીનું વ્રત કરવાથી બધા જ પાપો નાશ પામે છે.
આ એકાદશીનું વ્રત કરવાથી બધા જ પાપો નાશ પામે છે
ત્યારબાદ નિત્ય કર્મ કરી માતા-પિતા વડીલોને પગે લાગી અને શ્રી કૃષ્ણ ભગવાનનું પુજન કરવું.
ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રના જાપ કરવા અને રાત્રે બાર વાગ્ય સુધીનું જાગરણ કરવું. એક વખતે ભીમસેન મહર્ષિ વ્યાસ ને કહે છે કે હું એકપણ એકાદશીનું વ્રત કરી નથી શકતો કારણ મારા જઠરમાં હમેશા વૃક નામનો અગ્નિ સદા પ્રજવલિત રહે છે અને હું અધિક અન્ન ખાઉ છું ત્યારે સમે છે. આથી એવો કોઇ ઉપાઇ બતાડો કે હું વર્ષમાં એક દિવસ ઉપવાસ રહુ અને આખા વર્ષના તહેવારોનું ફળ મને મળે અને મારુ કલ્યાણ થાય ત્યારે મહર્ષિ કહે છે કે જેઠ સુદ અગીયારસનું વ્રત કર અને તે પણ જળ પાન કર્યા વગર આમ મને આ જેઠ સુદ અગીગારસનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળશે.તથા બધા જ તહેવારોનું ફળ મળશે.આમ ભીમસેને આ વ્રત કર્યુ હોવાથી આ એકાદશીનું નામ ભીમ અગીયારસ પાડયું.સંકલન:- શાસ્ત્રી રાજદીપ જોષી