માનવેન્દ્રસિંહ ગોહિલની ઓપન ઓફર
આ જા ભાઈ… ગે-પ્રિન્સે સમલૈંગિકો માટે મહેલના ‘દ્વાર’ ખૂલ્લા મૂકયા છે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ માનવેંદ્રસિંહ ગોહિલ એલ.જી.બી.ટી. સમુદાય મતલબ કે સમલૈંગિકોની વિચારસરણીને સમર્થન આપે છે.
પર વર્ષીય પ્રિન્સે જણાવ્યું હતુ કે હું પહેલના દ્વાર સમલૈંગિકો માટે ખૂલ્લા મૂકવા માગુ છું આ જગ્યા સારા હેતુ માટે શા માટે ન વાપરવી? સમલૈંગિકોને તેમના પરિવારનું પણ ઘણું દબાણ હોય છે.
તેમણે આગળ કહ્યું કે – હું મહેલના રૂમ, મેડિકલ ફેસેલીટી અંગ્રેજીની તાલીમ, વોકેશનલ તાલીમ ઓફર કરવા માગુ છું મેં લક્ષ્ય ટ્રસ્ટ નામથી સંસ્થા શ‚ કરી છે. જે સમલૈગિકો માટે ચેરિટીનું કામ કરે છે. તેમના અધિકારો માટે કામ કરે છે. અમે ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ કેમ્પેઈન પણ ચલાવીએ છીએ.
અંતમાં કહ્યું કે દિલ્હી મુંબઈમાં સમલૈંગિકો માટે આશરો છે. પરંતુ નાના સીટિમાં આવું નથી તેથી જ મહેલના દ્વાર તેમના માટે ખૂલ્લા મૂકયા છે.