જયસ્વાલ અને અશ્વિનનું ‘યશસ્વી’ પ્રદર્શન

બે ઇનિંગમાં અશ્વિને 12 વીકેટ ઝડપી તરખાટ મચાવ્યો

ડોમેનિકામાં ચાલી રહેલી વેસ્ટઇન્ડિશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે કેરેબિયન ટીમને એક ઇનિંગ અને 141 રને મ્હાત આપી છે. બે ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ઈનિંગમાં ભારતે જોરદાર પ્રદર્શન આપ્યું હતું. ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક ઈનિંગ અને 141 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મુકાબલામાં રવિચંદ્રન અશ્વિને બંને ઈનિંગમાં જોરદાર બોલિંગ કરી હતી અને 12 વિકેટ પોતાના નામે કરી હતી. આ દરમિયાન રવિ અશ્વિને એક કે બે નહીં પણ કેટલાંક રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા હતા.ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ઈતિહાસમાં 23મી જીત હાંસલ કરી છે અને  આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સારી શરૂઆત કરી છે.

ડોમિનિકા ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં 150 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટના નુકસાને 429 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને 271 રનની લીડ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 130 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ભવ્ય જીતી મેળવી હતી. આ જીત સાથે રોહિત શર્માની ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે. ભારતની એશિયા બહાર ઇનિંગ્સના માર્જિનથી સૌથી મોટી જીત થઈ છે. આ ટેસ્ટ મેચમાં યસસ્વી જયસ્વાલ ના 150 રન અને રવિચંદ્રન અશ્વિનની કુલ 12 વિકેટ ભારતને જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

અશ્વિન ભારતનો બીજો સૌથી સફળ બોલર બન્યો

વેસ્ટઇન્ડિઝ સામે ચાલી રહેલી બે ટેસ્ટ મેચમાં પ્રથમ ટેસ્ટ મેચ ભારતે  સરળતાથી જીતી લીધી છે. એટલુંજ નહીં આ જીત સાથે અનેક નવા રિકોર્ડસ પ્રસ્થાપિત પણ થયા છે જેમાં પ્રથમ એજ કે અશ્વિન ભારતનો બીજો સૌથી સફળ બોલર બન્યો છે.ક્રિકેટના ત્રણેય ફોર્મેટ મળીને હવે અશ્વિનના નામે 709 વિકેટ છે. અશ્વિને હરભજન સિંહની 707 વિકેટને પણ પાછળ છોડી છે. પહેલાં નંબર પર અનિલ કુંબલે 953 વિકેટ સાથે આગળ છે.

ડેબ્યુ મેચમાં યશસ્વીએ સદી ફટકારતા પ્રથમ ભારતીય ઓપનર બન્યો

યશસ્વી જયસ્વાલે અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની ડેબ્યૂ ટેસ્ટમાં 387 બોલનો સામનો કરીને 44.19ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 171 રન નોંધાવ્યા છે. જયસ્વાલે આ ઈનિંગ્સમાં અત્યાર સુધી 16 ચોગ્ગા અને 1 છગગો ફટકાર્યા છે. મુંબઈનો યશસ્વી જયસ્વાલ ભારતની બહાર ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.