સૌરાષ્ટ્ર કચ્છના મઠ, મંદિર, આશ્રમ અને ગુ‚કુળના સંતો-મહંતો ગૌ સેવાનાં વિશેષ મહાત્મ્ય અને ઉપયોગીતાને સમાજ કલ્યાણ અર્થે ઘર-ઘર સુધી પહોંચાડવાનો શંખનાદ ફુંકશે

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત, સ્વામીનારાયણ ગુ‚કુળ, શ્રીજી ગૌશાળા, શ્રીબોચાસણવાસી અક્ષર પુરુષોતમ સંસ્થા, સુરક્ષા સેતુ સોસાયટી, અને બાન લેબ્સના સહયોગથી આગામી રવિવારે સવારે ૮ થી ૧ શ્રીજી ગૌશાળા ખાતે ગૌ સંસ્કૃતિ સંત સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌમહાત્મ્યના ગૌવિજ્ઞાન અને ગૌસંબંધીત સર્વ આયામોની વિશેષ ચર્ચા કરવા અને તત્પશ્ર્ચાત જનજાગૃતિ લાવવાના શુભ આશયથી તેમજ ગૌમાતાના કુટુંબનું અવિભાજય અંગ બની કુટુંબની શોભા બને, એક પણ ગૌવંશ રસ્તે રખડે નહીં અને ગૌમાતા અમૂલ્ય અને અતુલ્ય છે તે સત્ય જન જન સુધી પહોંચે તેવા પવિત્ર અને ઉમદા વિચાર સાથે “ગૌસંસ્કૃતિ-સંત સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેની વિગત આપવા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, રમેશભાઈ ઠક્કર, મીતલ ખેતાણી, ચંન્દ્રકાતભાઈ શેઠ, કાન્તીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પારેખ અને વીનુભાઈ ડેલાવાળાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ પ્રસંગે અમેય પ્રકાશન પુના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “ગૌસંવધર્ન-રાષ્ટ્ર સંવર્ધન કોફી ટેબલ બુકનું લોકાર્પણ પૂજય સંતો અને મહાનુભાવોનાં વરદ હસ્તે કરવામાં આવશે. આ કોફી ટેબલ બુકમાં ડો.વલ્લભભાઈ કથીરિયાના ગૌસેવાના કાર્યોનું તાદર્શ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે.અમેય પ્રકાશનનાં ઉલ્લાસ લાટકર દ્વારા ઊંડાણ અભ્યાસ બાદ કોફી ટેબલ બુકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સંત સંગોષ્ઠીમાં ગુજરાત સરકારના મહેસુલ અને શિક્ષણ મંત્રી બાબુભાઈ બોખીરીયા વિશેષ ઉપસ્થિત રહી ગૌસેવા અર્થે સરકાર દ્વારા થઈ રહેલા કાર્યો વિશે અવગત કરાવશે. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના રાષ્ટ્રીય અગ્રણી અને ભાજપના અનેક મોરચા-સેલના પ્રભારી અને ગૌસેવાના ઊંડા અભ્યાસુ હદયનાથસિંઘજી તથા આરએસએસનાં પશ્ર્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો.જેન્તીભાઈ ભાડેશીયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.સૌરાષ્ટ્રમાં યોજાનાર આ વિશિષ્ટ સંત સંગોષ્ઠીમાં સૌરાષ્ટ્ર કચ્છનાં બધા જ ધર્મ, સંપ્રદાય, મઠ, મંદિર, આશ્રમ, ગુરુકુળનાં સંતો, મહંતો, ધર્મગુરુઓ હાજર રહી ગૌસેવાના વિશેષ મહાત્મ્ય અને ઉપયોગીતાને સમાજ કલ્યાણ અને આદર્શ સમાજ રચના માટે ઘર-ઘર, જન-જન સુધી પહોંચાડવાનો શંખનાદ ફૂંકશે અને ગૌસેવાની ભ્રાંતિઓ દુર કરી ગૌ સંસ્કૃતિનાં નિર્માણ દ્વારા સૌના કલ્યાણ માટે એક જૂટ થઈ અભિયાનની શ‚આત કરશે.આ પ્રસંગે સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, અપૂર્વમુની સ્વામી, પૂ.અક્ષયબાવા, વિજયબાપુ, ઘનશ્યામ મહારાજ, નલીનબાપુ, રામબાલકદાસ બાપુ, મુકતાનંદ બાપુ, હરીવલ્લભ સ્વામી, વિશાલ બાવા, શેરનાથ બાપુ સહિતના શીખ, સીંધી, મુસ્લિમ વ્હોરા અને ખ્રિસ્તી સમાજના લોકો પણ ઉપસ્થિત રહેશે.કાર્યક્રમ બાદ પ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે. ઉપસ્થિત રહેનાર સૌ સાધુ સંતોને આદરપૂર્વક અત્યંત ઉપયોગી સેવા સાહિત્યયુકત કીટ અર્પણ કરશે. કાર્યક્રમને સફળ બનાવવા ડો.કથીરિયા, ચૈતન્ય મહારાજ, ડો.હિતેશ જાનીના માર્ગદર્શનમાં સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. શ્રીજી ગૌશાળાના ડો.પ્રભુદાસભાઈ તન્ના, રમેશભાઈ ઠક્કર, મીતલભાઈ ખેતાણી, ચેતનભાઈ રામાણી, ચંદ્રકાન્તભાઈ શેઠ, વિનુભાઈ ડેલાવાળા, જેન્તીભાઈ નગદીયા, ભુપેન્દ્રભાઈ છાંટબાર, ભાવેશભાઈ વેકરીયા, ડો.કિશોર પટેલ, પ્રતિક સંઘાણી, અ‚ણી ભગત, મૌલેશભાઈ ઉકાણી, ચમનભાઈ સિંધવ, વિરજીભાઈ રાદડીયા, હિતેશ પોપટ, જયેશભાઈ ભૂતિયા સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે. આ સંગોષ્ઠીની માહિતી અને આમંત્રણ સમગ્ર સૌરાષ્ટ્રના સાધુ સંતોને મળષ તે માટેનું સંકલન દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ‚પારેલીયા, હરેશભાઈ બુધ્ધદેવ, વિનુભાઈ કટારીયા, જગદીશભાઈ બારૈયા, મનોજભાઈ સોલંકી, શંકર મહારાજ, તપનભાઈ દવે, મુકેશભાઈ પંડિત, શાંતુભાઈ ‚પારેલીયા, સભાણીભાઈ, ડો.ટી.કે.સંઘાણી, ભાસ્કરભાઈ પારેખ, ડેનીશ આડેશરા, મનસુખભાઈ છાપિયા, ધી‚ભાઈ કાનાબાર, ચંદ્રેશભાઈ પટેલ, કાન્તીભાઈ પટેલ સહિતની ટીમ કરી રહીછે.સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ગૌસંત સંગોષ્ઠીની સફળતા માટે પૂ.મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, શંકરાચાર્ય પૂ.દંડી સ્વામી, દેવીપ્રસાદ મહારાજ, માધવપ્રિયદાસજી, કિશોરચંદ્રજી મહારાજ, લોકેશ મુનીજી, રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજશ્રીએ આશીર્વાદ પાઠવ્યા છે. વિશેષ માહિતી માટે મો.નં.૯૮૨૪૨ ૨૧૯૯૯ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.