રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની 65 વર્ષ જૂની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થાના 37મા પ્રમુખપદે ગૌતમભાઈ ધમસાણીયાની વરણી થઈ છે. વી પી વૈષ્ણવ સામે ૪ મતે વિજય થયો છે. સેક્રટરી તરીકે ઉપેન મોદી અને જોઈન્ટ સેક્રટરી તરીકે કિશોરભાઈની વરણી થઈ છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કરણસિંહજી મેઈન રોડ પર સેન્ટર પોઈન્ટ કોમ્પલેક્સના પહેલાં માળે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કાર્યાલયના મોરઝરીયા કોન્ફરન્સ હોલમાં સાંજે 4:30 કલાકે પ્રમુખ શિવલાલ બારસીયાના અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકનો પ્રારંભ થયો હતો. જેમાં નવા પ્રમુખની નિયુક્તિ સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યા.