ગાયનું મહત્વ અને લોકજાગૃતી માટે રથનું પરિભ્રમણ: કિશાન ગૌશાળા ખાતે રથની આગતા સ્વાગતા અને બુધવારે કામઘેનુ યજ્ઞ: ગૌ પ્રેમીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
મહારાજ દતશરણાનંદજી પ્રેરિત રાજસ્થાનના પ્રથમેડ ગૌધામ ખાતેથી પ્રસ્થાન થયેલા ગૌ જયોતી રથનું મંગળવારે રાજકોટ ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે કિશાન ગૌશાળા દ્વારા રથની આગતા સ્વાગતા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ તકે દતશરણાનંદજી મહારાજ દ્વારા ગૌ મહત્વ અને લોક જાગૃતિ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. અને ગાય આધારિત ખેતીથી માહિતગાર કરાશે.
આ ઉપરાંત કિશાન ગૌશાળા ખાતે આગામી તા.૩૧.૧૦ને બુધવારના રોજ સવારે ૭ થી ૧ વાગ્યા સુધી કામઘેનું યજ્ઞનું આયોજન ક્રાયું છે. કાર્યક્રમને સફળ બનાવવા કિશાન ગૌશાળાના અગ્રણીઓ ચંદ્રેશભાઈ પટેલ, ગોરધનભાઈ ચૌધરી, દેવશીભાઈ બુસા અને અરવિંદભાઈ નસીતે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મંગળવારે ગૌ જયોતીરથ રામાપીર ચોકડીએ ૪ વાગે, બપોરે ૪.૨૦ વાગ્યે ઈન્દીરા સર્કલ, ૪.૩૦ વાગ્યે સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ ૫ વાગે યજ્ઞીક રોડ ૫.૨૦ વાગ્યે ત્રીકોણબાગ, ૬ વાગ્યે ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિર, ૬.૨૦ કલાકે ગુંદાવાડી, ૬.૩૦ કલાકે કેવડાવાડી મેઈન રોડ ૬.૪૦ કલાકે સોરઠીયાવાડી સર્કલ ૭ વાગે કોઢારીયા ચોકડી અને ૭.૩૦ કલાકે કિશાન ગૌશાળા આજીડેમ ખાતે આવી પહોચશે. જયાં રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે.
આ ઉપરાંત તા.૩૧.૧૦ના રોજ કામઘેનું યજ્ઞ યોજાશે.રથના આગમન પ્રસંગે દતશરણાનંદજી મહારાજ દ્વારા ગૌ મહત્વ અને ગાય પ્રત્યે લોક જાગૃતી વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. અને ગાય આધારીત ખેતીની માહિતી આપવામાં આવશે.